ETV Bharat / city

VNSGUના એક્સટર્નલ અભ્યાસક્રમોના ફોર્મ ભરવાની તારીખ લંબાવવાની માગ કરાઈ

author img

By

Published : Feb 25, 2021, 3:11 PM IST

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસક્રમોના ફોર્મ ભરવાની પ્રકિયા ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિદ્યાર્થીઓ પ્રચારમાં હોવાને લીધે ફોર્મ ભરવાની તારીખ લંબાવાની માગ કરી છે. 27 ફેબ્રુઆરીની જગ્યાએ 15 માર્ચ છેલ્લી તારીખ રાખવાની માગ કરાઈ છે.

  • VNSGUમાં એક્સટર્નલ અભ્યાસક્રમોના ફોર્મ ભરવાની પ્રકિયા શરૂ
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તારીખ લંબાવાની કરાઈ માગ
  • કુલપતિ ડૉ.હેમાલી દેસાઈને રજૂઆત કરવામાં આવી
    VNSGUના એક્સટર્નલ અભ્યાસક્રમોના ફોર્મ ભરવાની તારીખ લંબાવવાની માંગ

સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ એક્સટર્નલ અભ્યાસક્રમોના ફોર્મ ભરવાની પ્રકિયા ચાલી રહી છે. એક્સટર્નલ અભ્યાસક્રમોના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી રાખવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના કારણે વિદ્યાર્થીઓ રાજકીય પક્ષોની કામગીરીમાં જોડાયા છે. જેથી સેનેટ સભ્યો દ્વારા કુલપતિ ડૉ.હેમાલી દેસાઈને રજૂઆત કરવામાં આવી હતી.

15 માર્ચ સુધી તારીખ લંબાવાની માગ

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ એક્સટર્નલ અભ્યાસક્રમોના ફોર્મ ભરવાની પ્રકિયા ચાલી રહી છે. આ એક્સટર્નલ અભ્યાસક્રમોના ફોર્મ ભરવાની તારીખને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સેનેટ સભ્યો દ્વારા કુલપતિને 27 ફેબ્રુઆરીને બદલે 15મી માર્ચ સુધી લંબાવામા આવે તેવી માગ કરવામાં આવી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તારીખ લંબાવાની કરાઈ માગ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. જેથી વિદ્યાર્થીઓ રાજકીય પક્ષોની કામગીરીમાં જોડાયા છે, ત્યારે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માટે સમય ફાળવી શકતા નથી. કોરોના મહામારી પણ ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કામગીરીમાં પણ જોડાયા છે. જેથી તારીખ લંબાવાની માગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.