ETV Bharat / city

જિમમાં મિત્રતા કરતા પહેલાં સાચવજો સામે આવ્યો લાલબત્તી સમાન કિસ્સો

author img

By

Published : Aug 18, 2022, 11:27 AM IST

સુરતમાં મહિલા ડોક્ટરને જીમમાં એક યુવાન સાથે મિત્રતા આકરી પડી ગઈ છે. જીમનો મિત્રએ મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરીને બ્લેકમેલ કરવાનું ચાલું કર્યું હતું. જેને લઈને પોલીસ ફરીયાદ દાખલ થતાંં કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવી હતી. Crime cases in Gujarat, Rape case in Surat

જિમમાં મિત્રતા કરતા પહેલાં સાચવજો સામે આવ્યો લાલબત્તી સમાન કિસ્સો
જિમમાં મિત્રતા કરતા પહેલાં સાચવજો સામે આવ્યો લાલબત્તી સમાન કિસ્સો

સુરત જહાંગીરપુરા વિસ્તારની એક મહિલા ડોક્ટરને જીમમાં એક યુવાન સાથે મિત્રતા કરવાનું ભારે પડી ગયું હતું. યુવાને નંબરની આપ લે કરીને તેણીના ઘરે આવીને દુષ્કર્મ કર્યું હતું અને ફોનમાં ફોટા અને વિડીયો ઉતારી લઈને મહિલાને તેના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપીને ફરીવાર દુષ્કર્મ કર્યું હતું. આખરે મહિલાએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો-વડોદરાના નામાંકિત બિલ્ડરે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ

શુ હતી ઘટના જાગીરપુરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલા ડોક્ટર ઘર નજીક ધરાવે છે મહિલા ડોક્ટરનો બે વર્ષ અગાઉ જિમમાં ઋષિકેશ ઉર્ફે ઋષિ બળવંત સોલંકી સાથે થયો હતો. ઋષિકેશ એ ડોક્ટર નો મોબાઇલ નંબર મેળવી ફોન પર વાતો કરતો હતો.એક દિવસ ઋષિકેશ ડોક્ટરના ઘરે ગયો હતો ત્યારે પતિ અને દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દુષ્કર્મ કર્યું હતું જોકે તે સમયે ઋષિકેશે ફોટા પાડી લીધા હતા તેમજ વિડિયો પણ ઉતારી લીધો હતો. જેનો ગેરલાભ લઈ ઋષિકેશે મહિલા ડોક્ટરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.આખરે બીજી વાર પણ દુષ્કર્મ કર્યું હતું. જેથી મહિલા ડોક્ટર એ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ઋષિકેશ સોલંકી ની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો- તબીબી જગતને લાંછન લગાવતી ઘટના, એપ્રેન્ટિસ યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે ઉલ્લેખનીય છે કે આરોપી ઋષિકેશ હાલ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે આરોપીએ મહિલા ડોક્ટરને વીડિયો અને ફોટો પતિને બતાવી દેવાની અવારનવાર ધમકી આપી હતી એટલું જ નહીં ડોક્ટર ક્લિનિક પર આવતા જતા રસ્તામાં પણ અશબ્દો કહી ધમકી આપતો હતો. આ સમગ્ર મામલે ડોક્ટરે પતિને પણ વાત કરી હતી.ઋષિકેશના પિતા ખાનગી નોકરી કરે છે અને માતા સરકારી કર્મચારી છે. Crime cases in Gujarat, Rape case in Surat, Rap with a female doctor, case of rap in gym, Crime case in Surat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.