ETV Bharat / city

Corona In Surat: એક જ પરિવારના 6 લોકો કોરોના પોઝિટિવ, 2 વર્ષનું બાળક પણ કોરોનાગ્રસ્ત

author img

By

Published : Dec 10, 2021, 7:26 PM IST

Corona In Surat: એક જ પરિવારના 6 લોકો કોરોના પોઝિટિવ, 2 વર્ષનું બાળક પણ કોરોનાગ્રસ્ત
Corona In Surat: એક જ પરિવારના 6 લોકો કોરોના પોઝિટિવ, 2 વર્ષનું બાળક પણ કોરોનાગ્રસ્ત

સુરતના જોગર્સ પાર્ક (joggers park surat) નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના 6 લોકોને કોરોના (corona positive cases in surat) થયો છે. પોઝિટિવ વ્યક્તિઓમાં પતિ-પત્ની, ઘરની કામવાળી અને 2 વર્ષનું બાળક છે. ગતરોજ આ જ પરિવારના દાદા-દાદી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કુટુંબના તમામ સભ્યોએ વેક્સિન (corona vaccination in surat)ના 2 ડોઝ લઇ લીધા છે.

  • જોગર્સ પાર્ક પાસે આવેલા એપાર્ટમેન્ટમાં 6 સભ્યો કોરોના પોઝિટિવ
  • કુટુંબની એક વ્યક્તિ દિલ્હીથી પરત આવી ત્યારબાદ કોરોનાના લક્ષણ દેખાયા
  • બીજી વેવ બાદ આશરે 5 મહિના પછી 2 વર્ષના બાળકને સંક્રમણ થયું

સુરત: શહેરના જોગર્સ પાર્ક (joggers park surat) પાસે આવેલા એપાર્ટમેન્ટમાં એક જ કુટુંબના 6 સભ્યો કોરોના પોઝિટિવ (corona positive cases in surat) આવ્યા છે. આ કુટુંબની એક વ્યક્તિ દિલ્હીથી પરત આવી ત્યારબાદ કોરોનાના લક્ષણ દેખાયા હતા. પોઝિટિવ વ્યક્તિમાં 2 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. બીજી વેવ બાદ આશરે 5 મહિના પછી 2 વર્ષના બાળકને સંક્રમણ થયું છે.

એપાર્ટમેન્ટને કંટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું

પનાસ જોગર્સ પાર્ક પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં એક આખું કુટુંબ કોરોના સંક્રમણનો ભોગ (Corona In Surat) બન્યું છે. આ કુટુંબના દાદા-દાદી ગતરોજ પોઝિટિવ આવ્યા હતા. પાલિકાએ કુટુંબના અન્ય તમામ સભ્યોના કોરોના ટેસ્ટ કરતા પતિ-પત્ની, 2 વર્ષનું બાળક અને ઘરની કામવાળી પોઝિટિવ આવી હતી. પાલિકાએ તકેદારીના ભાગરૂપે એપાર્ટમેન્ટને કંટેન્મેન્ટ ઝોન (containment zone in surat) જાહેર કર્યું છે.

2 વડીલને સંક્રમણની અસર વર્તાઈ

કુટુંબના તમામ સભ્યોએ વેક્સિન (vaccination in surat)ના 2 ડોઝ લઇ લીધા છે. કુટુંબની એક વ્યક્તિ દિલ્હીથી પરત આવી હતી. દિલ્હીથી પરત આવ્યા બાદ ઘરના 2 વડીલને સંક્રમણની અસર વર્તાઈ છે. દાદા અને દાદીનો ટેસ્ટ (corona testing in surat) કરવામાં આવતા પોઝિટિવ આવ્યા હતા. ઘરના તમામ સભ્યોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. વેક્સિનને કારણે કોઈ ગંભીર અસર ન હોવાનું જાણવા મળ્યું છે.

જીનોમ સિક્વન્સિંગ કરાવવાનો નિર્ણય લીધો

વધુમાં મળતી માહિતી મુજબ ઓમિક્રોન વાયરસના સંક્રમણને ધ્યાને લઈને પાલિકાએ કોરોના પોઝિટિવ આવેલી તમામ વ્યક્તિઓના જીનોમ સિક્વન્સિંગ કરાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર અને ગુજરાત સરકારની ગાઈડલાઈન (corona guidelines of gujarat government) મુજબ આ કામગીરી શરુ કરી દેવાઈ છે. કોરોના પોઝિટિવ વ્યક્તિઓના સેમ્પલ ગાંધીનગર ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Omicron Update in Jamnagar : જામનગરમાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 3 કેસની પુષ્ટિ થઇ

આ પણ વાંચો: સાબરકાંઠામાં મુખ્યપ્રધાન-પ્રદેશ પ્રમુખે દલિત મહિલાઓની પ્રક્ષાલન વિધિ કરાય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.