ETV Bharat / city

Corona Case In Surat: સુરતમાં બેંક કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત

author img

By

Published : Jan 16, 2022, 11:01 PM IST

Corona Case In Surat: સુરતમાં બેંક કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત.
Corona Case In Surat: સુરતમાં બેંક કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત.

સુરત શહેરમાં (Corona Case In Surat) SBI, મહિન્દ્રા, તથા કોટકના બેંકના કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત થયા તેમાં શહેર ચોક વિસ્તારના SBI બેંકના એક જ બ્રાન્ચના 17 કર્મચારીઓ કોરોના સંક્રમિત (Bank employees tested positive) અને અન્ય બેંકોના કુલ 11 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં સુરત મહાનગરપાલિકાએ બેંક બંધ કરાવી.

સુરત: રાજ્યમાં છેલ્લા (Corona Case In Gujarat) એક અઠવાડિયાથી સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. એજ રીતે સુરતમાં પણ સતત કોરોના કેશમાં વધારો થઇ રહ્યો છે. શહેરના બેંક કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં (Bank employees tested positive) આવી રહ્યા છે. શહેરની કુલ 4 બેંકમાં કુલ 37 કર્મચારીઓ કોરોના સંક્રમિત તથા પાલિકાના ચિંતામાં વધારો થયો છે, આમાં શહેરના ચોક વિસ્તારના SBI બેંકના એક જ બ્રાન્ચના 17 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં કોટક મહિન્દ્રા બેંકના 7 કર્મચારીઓ પોઝેટીવ આવ્યા છે. સુરત મહાનગરપાલિકાએ બેંક બંધ કરાવી છે.

89 જેટલા બેંક કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું

આ બાબતે શહેરના આરોગ્ય અધિકારી ડો.આશિષ.નાયક જણાવ્યું હતું કે, શહેરમાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, એમાં અમે શહેરની બેંકોના કર્મચારીઓનુ પણ કોરોના માટે ધન્વંતરીરથ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, એમાં ગતરોજ શહેરના અલગ- અલગ બેંકોના કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કુલ 89 જેટલા બેંક કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું એમાં કુલ 37 બેંક કર્મચારીઓ પોઝેટીવ આવ્યા હતા.

SBI બેંકના એક જ બ્રાન્ચના 17 કર્મચારીઓ કોરોના પોઝેટીવ

ચોક વિસ્તારના SBI બેંકના એક જ બ્રાન્ચના 17 કર્મચારીઓ કોરોના પોઝેટીવ આવ્યા, સુમુલ ડેરી પાસે આવેલ ઇન્ડુશન બેંકના 2 કર્મચારીઓ પોઝેટીવ, કોટક મહિન્દ્રા બેંકના 7 કર્મચારીઓ પોઝેટીવ આવ્યા, વરાછા બેંકના 3 કર્મચારીઓ પોઝેટીવ આવ્યા હતા તથા 56 જેટલા વિદ્યાર્થીઓ પણ પોઝિટીવ (Students Corona Positive in Surat) આવ્યા હતા. આ તમામ લોકોના ઘરના સભ્યોનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, તેમનો રિપીડ ટેસ્ટ નિગેટિવે છે, પરંતુ RTPCR રીપોર્ટ બાકી હોવાથી તમામ લોકો હાલ હોમ આઇસોલેટ જ છે, તમામ લોકોનું સંજીવનીરથ દ્વારા દેખરેખ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:

Students Corona Positive in Surat: 500થી વધુ વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત

Corona In Surat: સુરતમાં છેલ્લા 7 જ દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કેસ, આગામી 15 દિવસ જોખમી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.