ETV Bharat / city

Cloth GST Protest in Surat: સુરતમાં આજે GSTના વિરોધમાં 65,000થી વધુ કાપડની દુકાનો બંધ

author img

By

Published : Dec 30, 2021, 12:50 PM IST

સરકારે કાપડમાં લગાવવામાં આવતો GST 5 ટકાથી વધારીને 12 ટકા કર્યો છે. ત્યારે હવે કાપડના વેપારીઓએ સરકાર સામે બાંયો ચડાવી (Cloth GST Protest in Surat) છે. આ અંગે અનેક રજૂઆતો પછી પણ કોઈ નિર્ણય ન લેવાતા વેપારીઓએ આંદોલનનો નિર્ણય કર્યો (Surat traders protest against textile GST) છે. ત્યારે GSTના વિરોધમાં આજે સુરતમાં 65,000થી વધુ કાપડની દુકાનો બંધ રહી છે.

Cloth GST Protest in Surat
Cloth GST Protest in Surat

સુરતઃ સરકારે કાપડ પરનો GST 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 1 જાન્યુઆરીથી અમલમાં આવશે, ત્યારે આ અંગે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય લેવાતાં વેપારીઓએ આંદોલનનો નિર્ણય કર્યો (Surat traders protest against textile GST) છે. તેવામાં આજે (30 ડિસેમ્બરે) કાપડના વેપારીઓએ 1 દિવસનું બંધ પાડી વિરોધ (Textile traders strike in Surat) નોંધાવ્યો છે, આના કારણે 150 કરોડ રૂપિયાના વેપાર પર અસર થશે. સુરતમાં પણ આજે 65,000થી વધુ કાપડની દુકાનો બંધ (Cloth GST Protest in Surat) રહી છે.

ખેડૂતોએ અનેક રજૂઆત કરી છતાં કોઈ નિવેડો ન આવ્યો

1 જાન્યુઆરીથી કાપડ પર GST વધારો લાગુ પડશે

સુરત શહેરને ટેક્સટાઈલ હબ ગણવામાં (Hub of Surat Textile Market) આવે છે, પરંતુ GST લાગુ થયા પછી કાપડ વેપારીઓ નારાજ હતા. ત્યારે સુરતમાં કાપડમાં વધારાયેલા GSTના વિરોધમાં મોટું આંદોલન પણ કરવામાં (Traders protest against textile GST) આવ્યું હતું, પરંતુ હવે ફરી એક વખત વેપારીઓ નારાજ થઈને આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. 1 જન્યુઆરી 2022થી કાપડ ઉદ્યોગ પર GST દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી રહ્યો છે. સુરતમાં વેપારીઓ અલગ અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે.

આ પણ વાંચો- GST In Textile Industry: કાપડ ઉદ્યોગના વેપારીઓ નારાજ, પાટીલે કહ્યું- આંદોલનના નામે કેટલાક રાજકીય હિત જોઈ રહ્યા છે

સુરતના વેપારીઓએ નાણા પ્રધાનને અનેક રજૂઆત કરી

એટલું જ નહીં સરકાર સુધી વાત પહોંચાડવા માટે નાણા પ્રધાનને પણ રજૂઆત (Submission to Finance Minister on textile GST issue) કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી આ મામલે કોઈ નિર્ણય આવ્યો નથી. આથી સુરતમાં કાપડ વેપારીઓએ 1 દિવસ બંધ પાળી વિરોધ કરવાની જાહેરાત કરી છે. આજે સુરતની તમામ માર્કેટ બંધ છે. ડિસેમ્બરે સુરતની તમામ માર્કેટો બંધ રાખી વેપારીઓન આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે.

એક દિવસમાં જ 150 કરોડનું નુકસાન

આજે (30 ડિસેમ્બરે) કાપડ માર્કેટ 1 દિવસ બંધ છે, જેમાં 185 માર્કેટની 65,000 દુકાનો બંધ (Surat traders protest against textile GST) રહી છે. સંગઠનોએ કેન્દ્રિય નાણાપ્રધાન, કોમર્સ પ્રધાનને 2 રજૂઆતો કરવા છતાં સરકારે સ્પષ્ટતા કરી નથી. આથી આંદોલનના પગલા ભરાશે. ફોસ્ટાએ લેટર જાહેર કરીને ટ્રેડર્સને આજે દુકાન બંધ રાખવા (Surat traders protest against textile GST) આહ્વાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કાપડ માર્કેટ બંધ છે તો 1 દિવસમાં જ 150 કરોડ રૂપિયાનું નુકસાન પણ થઈ શકે છે.

આ પણ વાંચો- Traders protest against GST hike 2021: સુરતમાં કાપડના વેપારીઓ દ્વારા હવન કરીને GST વધારાનો વિરોધ કરાયો

એક જાન્યુઆરીથી બિલિંગ ડિસ્પેચિંગ પાર્સલ કરાશે બંધ

ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, કાપડ ઉદ્યોગ પર GST દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવશે, જેનો અમલ 1 જન્યુઆરી 2022થી લાગુ થશે. આને લઈને કાપડ વેપારીઓ નારાજ છે. આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં નાણાપ્રધાનને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. તો આ મિટીંગમાં દેશના અન્ય રાજ્યોના પ્રતિનિધી પણ હાજર રહ્યા હતા, પરંતુ આ અંગે કોઈ નિવેડો આવ્યો નથી, જેથી વિરોધ આજે (Surat traders protest against textile GST) સુરતની તમામ કાપડ માર્કેટ બંધ રહેશે. હવે 31 ડિસેમ્બરે GST કાઉન્સિલની બેઠક છે, જેમાં અમને આશા છે કે અમારી માગને સાંભળવામાં આવશે. એક તારીખથી બીલિંગ ડિસ્પેચિંગ પાર્સલ બંધ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.