ETV Bharat / city

બિલ્ડર વિરુદ્ધ ગાંધીગીરી: તપેલી અને હેલમેટ માથે રાખી અને બેનરો લગાવી વિરોધ સાથે ગરબે ઘૂમ્યાં રહીશો

author img

By

Published : Oct 11, 2021, 8:51 PM IST

બિલ્ડર વિરુદ્ધ ગાંધીગીરી: તપેલી અને હેલમેટ માથે રાખી અને બેનરો લગાવી વિરોધ સાથે ગરબે ઘૂમ્યાં રહીશો
બિલ્ડર વિરુદ્ધ ગાંધીગીરી: તપેલી અને હેલમેટ માથે રાખી અને બેનરો લગાવી વિરોધ સાથે ગરબે ઘૂમ્યાં રહીશો

સરથાણા વિસ્તારમાં આવેલી રેસીડેન્સીમાં (Protest against the builder of Celebration Homes in Surat) રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. બિલ્ડીંગના એલીવેશનમાં લગાવેલા કાચ તૂટી પડતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અનેક ફરિયાદો છતાં કોઈ નિરાકરણ ન આવતા રહીશોએ નવરાત્રી દરમ્યાન માથે તપેલી અને હેલમેટ રાખી અને બેનરો લગાવી વિરોધ સાથે નવરાત્રીમાં ગરબે (Garba) ઘૂમ્યાં હતાં.

  • બિલ્ડીંગના એલીવેશનમાં લગાવેલા કાચ તૂટી પડતા રહીશોમાં ભયનો માહોલ
  • અનેક ફરિયાદો છતાં કોઈ નિરાકરણ ન આવતા રહીશો નિરાશ
  • સોસાયટીના રહીશો માથે તપેલું અને હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યાં હતાં

સુરત : હાલમાં નવરાત્રી પર્વ ચાલે છે અને સુરતની શેરીઓમાં નવરાત્રીની ધૂમ મચી છે. ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યાં છે. ત્યારે સુરતમાં નવરાત્રી પર્વ દરમ્યાન અનોખો વિરોધ (Protest against the builder of Celebration Homes in Surat) સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં સેલિબ્રેશન હોમ્સ આવેલું છે. અહીં બિલ્ડીંગના એલીવેશનમાં લગાવેલા કાચ અવારનવાર તૂટી પડ્યા હતાં. જેને લઈને રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી આ મામલે રહીશોએ નવરાત્રી પર્વ દરમ્યાન અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

બિલ્ડર પ્રત્યેનો રોષ વ્યક્ત કરવા ગરબાને માધ્યમ બનાવ્યાં

સોસાયટીના રહીશો પોતાના માથે તપેલું મૂકી તેમજ પુરુષોએ માથે હેલ્મેટ પહેરીને ગરબે Garba) ઘૂમ્યા હતાં એટલું જ નહી અહી બેનર લગાવી વિરોધ પણ કરવામાં આવ્યો હતો. રહીશોએ બેનરમાં લખ્યું હતું કે માનવતા મહેમાનોને નમ્ર વિનંતી કે અહીં બાલ્કનીના એલીવેશનના કાચ અચાનક પડે છે તો બિલ્ડીંગથી 10 ફૂટ દુર ચાલો. અમને તમારી ચિંતા છે. પણ અમે જેની પાસેથી ફ્લેટ લીધા છે એને અમારી ચિંતા નથી. અહી ફ્લેટ લેતાં પહેલાં પ્રમુખ તથા અન્ય સભ્યોની મુલાકાત લેવી કારણ કે સભ્યો અને બિલ્ડર વચ્ચે સોસાયટી બાબતે તકરાર ચાલે છે.

વારંવાર તૂટી પડતાં કાચના એલિવેશનને લઇ બિલ્ડર સામે આ રીતે વિરોધ વ્યક્ત કરતાં સેલિબ્રેશન હોમ્સના રહીશો

બિલ્ડીંગમાં લગાવેલા કાચ અચાનક તૂટી પડ્યાં છે
ઈશાબેને જણાવ્યું હતું કે અહી તપેલી લઈને ગરબે Garba) ઘૂમ્યાં છે. કારણ કે અહી અમારી કોઈ જ સેફટી નથી. અહી છોકરાઓ પણ સેફ નથી. અહી બિલ્ડીંગમાં લગાવેલા કાચ અચાનક તૂટી પડ્યાં છે. અમે અનેક ફરિયાદો કરી પરંતુ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી. અહી કોઈ વ્યક્તિ આવે અને કાચ ગમે ત્યારે તૂટી પડી શકે તેમ છે અને કોઈ દુર્ઘટના ઘટી શકે તેમ છે.

અત્યાર સુધીમાં 7 થી 8 વખત આ ઘટના બની ચુકી છે
રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે રાત્રીના સમયે કાચને અડક્યાં વિના કાચ તૂટી પડે છે. અત્યાર સુધીમાં 7 થી 8 વખત આ ઘટના બની ચુકી છે. આ મામલે બિલ્ડર દ્વારા યોગ્ય તપાસ કરાવવી જોઈતી હતી. આમાં અકસ્માત સર્જાવાની પુરેપુરી શક્યતા છે. બિલ્ડરે અનેક સુવિધાઓ આપવાના વાયદાઓ કર્યા હતાં પરંતુ કોઈ સુવિધા મળી નથી. અમારી માગ છે કે અહીં કાચ તૂટી પડવાની જે ઘટનાઓ બની રહી છે. તેનો તાત્કાલિક ધોરણે નિકાલ થવો જોઈએ.

આ પણ વાંચોઃ Kim Mandvi State Highway ખખડધજ થતાં વાહનચાલકો તોબા તોબા

આ પણ વાંચોઃ સુરત જિલ્લાના માંડવી ખાતે કોંગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં કરાયું બસ રોકો આંદોલન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.