ETV Bharat / city

Rain in Surat: બૌધાન મુજલાવ વચ્ચે વાવ્યા ખાડી પર આવેલો બ્રિજ પાણીમાં થયો ગરકાવ

author img

By

Published : Jul 2, 2022, 10:30 PM IST

અષાઢ મહિનો શરૂ થતાં જ પેહલા દિવસે જ મેઘરાજાએ (Heavy Rain in Surat) સુરતમાં મહેર કરી છે. મોડી રાતથી શરૂ થયેલા વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સમાનો કરવો પડ્યો હતો. આ સાથે એક લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ(Bridge drowned under water ) થઈ ગયો હતો.

Rain in Anand: બોરસદના સિસવા ગામનો બેહાલ ચોતરફ પાણી પાણી, પરિસ્થતિ બની કફોડી
Rain in Anand: બોરસદના સિસવા ગામનો બેહાલ ચોતરફ પાણી પાણી, પરિસ્થતિ બની કફોડી

સુરત: શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ(Surat Rain Update) પડી રહ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ વરસાદ (Heavy Rain in Surat) ખાબક્યો હતો. અહીં ગુરુવારે રાત્રે(Rain in Surat) શરૂ થયેલો વરસાદ શુક્રવાર રાત સુધી ચાલુ રહ્યો હતો. જિલ્લાના માંડવી તાલુકાના બૌધાન મુજલાવ ગામ(Baudhan Mujlaw village of Mandvi taluka) વચ્ચે પસાર થતી વાવ્યા ખાડીમાં ભારે પાણીની આવક(Great income of Water) થતાં લો લેવલનો બ્રિજ(Low Level Bridge Surat) પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

વાવ્યા ખાડી નો લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો

આ પણ વાંચો: દમણના દરિયામાં ન્હાવા પડેલ 4 દીકરીઓ પાણીમાં ગરકાવ: ઉત્તરપ્રદેશના લખનઉનો પરિવાર પણ શોકમાં ગરકાવ

સુરતમાં મુશળધાર વરસાદ - વાવ્યા ખાડીનો લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ(Bridge drowned under water) થયો હતો. સુરત જિલ્લામાં હાલ બરાબર વરસાદી માહોલ(Heavy Rain in Surat) જામ્યો છે. મુશળધાર વરસાદ વરસતા નદી નાળાઓ નવા નીરની આવક થઈ છે, ત્યારે માંડવી તાલુકાના બૌધાન અને મુજલાવ વચ્ચે પસાર થતી વાવ્યા ખાડીમાં નવા નીર આવ્યા છે. ખાડી પરનો લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને લીધે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જોકે ખાડીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા.

આ પણ વાંચો: Rain in Vadodara: શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થતા વાતવરણ ટાઢું થયું

લો લેવલ બ્રીજનો ઉપરનો ભાગ ઉબડખાબડ - બૌધાન થી મૂજલાવ વચ્ચે આવેલા વાવ્યા ખાડી પરનો લો લેવલના બ્રીજનો ઉપરનો ભાગ ઉબડખાબડ હોવાથી વાહન ચાલકો ત્રાસી ગયા છે. કારણ કે, બ્રિજ પરથી પાણી વહેતા અંદાજ નથી આવતો બ્રિજ પર ખાડા છે કે નહિ અને બ્રીજની એકબાજુની સેફ્ટી રેલીંગ પણ તૂટી ગઈ છે. જેને ત્યારે તંત્રની બેદરકારીથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.