ETV Bharat / city

સુરતમાં દારૂની છોળો ઉડી, યુવકનો જાહેરમાં કરાઇ જન્મદિવસની ઉજવણી

author img

By

Published : Jun 20, 2021, 7:04 PM IST

સુરતમાં ફરી એકવાર કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરી જાહેરમાં જન્મદિવસ ઉજવવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી સાથે યુવાનો દારુની છોળો ઉડાડતા પણ નજરે પડી રહ્યા છે.

જન્મદિવસની ઉજવણી
જન્મદિવસની ઉજવણી

  • સુરતનો જાહેરમાં જન્મદિન ઉજવતા યુવાનોનો વધુ એક વીડિયો થયો વાયરલ
  • વીડિયો વાયરલ થતા લાલગેટ પોલીસે તપાસ શરૂ કરી
  • દારૂની છોળો ઉડાડતો ઇસમ બુટલેગર બાબા કબુતર હોવાની ચર્ચાઓ

સુરત : હવે લોકોએ એટલી હદે બેફામ બન્યા છે કે, તેઓને હવે પોલીસનો કોઈ જ ખોફ રહ્યો નથી. સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલા ઘાસ્તીપુરામાં એક યુવકનો જાહેરમાં જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં દારૂની છોળો પણ ઉડાડવામાં આવી હતી. એટલું જ નહી આ જન્મદિવસની ઉજવણી રાત્રી કફર્યૂના સમયમાં કરવામાં આવી હતી. જેમાં એક પણ વ્યક્તિએ માસ્ક અને સોશિયલ ડિસટન્સ જાળવ્યું નથી. વીડિયો વાયરલ થતા લાલગેટ પોલીસે તપાસ શરૂ કરી છે.

જાહેરમાં ઉજવાયો જન્મદિવસ

આ પણ વાંચો: સુરતમાં તલવાર વડે કેક કાપી બુટલેગરનો Birthday celebrations કરતો વીડિયો વાયરલ

કફર્યૂના સમયમાં પોલીસની નાક નીચે જાહેરમાં ઉજવણી

સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે અને પોલીસે કેટલાક લોકો સામે કાર્યવાહી પણ કરી છે, પરંતુ આવા લોકોને હવે પોલીસનો કોઈ જ ખોફ રહ્યો નથી. જાહેરમાં જન્મદિવસ ન ઉજવવાના પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે, ત્યારે આવો જ એક વીડિયો સામે આવ્યો છે. સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલા ઘાસ્તીપુરામાં એક બંટી નામના યુવકનો જાહેરમાં જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણી ગત 16મી જૂનની રાત્રે કફર્યૂના સમયમાં કરવામાં આવી હતી. ઉજવણીમાં જોઈ શકાય છે કે, ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર છે અને એક પણ વ્યક્તિએ માસ્ક કે સોશિયલ ડિસટન્સ જાળવ્યું નથી અને ટેબલ પર સંખ્યાબંધ કેક મૂકવામાં આવી છે અને કેક કાપવામાં આવે છે.

આ પણ વાંચો: Birthday Celebration Viral Video: સુરત શહેરમાં ફરીથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ

ઉજવણીમાં દારૂની છોળો ઉડી

દારૂની છોળો ઉડાડતો શખ્સ બુટલેગર બાબા કબુતર હોવાની ચર્ચાઓ છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઇ છે. ત્યારે પોલીસ આ ઘટનામાં કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું. સુરત પોલીસ દ્વારા આ વીડિયો મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ACP વસાવાએ જણાવ્યું છે કે, સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે વીડિયો ક્યાંનો છે તે અંગે તપાસ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.