ETV Bharat / city

16મી ડિસેમ્બરના રોજ ASI રતીલાલની બદલી ધરમપુર થઈ હતી, PSI રાજદીપ સિંહ વનારે એક મહિના સુધી છુટા કર્યા નહિ :પરિવારના આક્ષેપો

author img

By

Published : Jan 22, 2021, 12:59 PM IST

6મી ડિસેમ્બરના રોજ ASI રતી
6મી ડિસેમ્બરના રોજ ASI રતી

ભીલાડ પોલીસ મથકનાં ASI રતિલાલ ગામિત આપઘાત પ્રકરણમાં પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, રતિલાલની ટ્રાન્સફર 16મી ડિસેમ્બરનાં રોજ ધરમપુર ખાતે કરવામાં આવી હતી. તેમ છતાં PSI વનારે બદલીનાં ઓર્ડરને મહત્વ ન આપીને રતિલાલને 1 મહિના સુધી છૂટા કર્યા ન હતા.

  • 16મી ડિસેમ્બરનાં રોજ બદલી, પરંતુ એક મહિના સુધી છૂટા ન કર્યા
  • PSI વનારનાં રાઇટર શંભુએ કેસનાં કાગળો પાણીમાં ફેંકી રતિલાલ પાસે ઉંચકાવ્યા હતા
  • સ્વાસ્થ્યનાં દ્રષ્ટિકોણથી ધરમપુર ટ્રાન્સફર થતા તેમને મોટી રાહત મળે તેમ હતી

સુરત: ભીલાડ પોલીસ મથકનાં ASI રતિલાલ ગામિત આપઘાત પ્રકરણમાં વધુ એક ખુલાસો સામે આવી રહ્યો છે. પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, રતિલાલની ટ્રાન્સફર 16મી ડિસેમ્બરનાં રોજ ધરમપુર ખાતે કરવામાં આવી હતી. પરંતુ PSI રાજદીપ સિંહ વનાર દ્વારા તેમને ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા ન હતા. પરિવારે કહ્યું છે કે, બદલીનાં ઓર્ડરની કોપી વાંચતા SP વલસાડ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમામ ની બદલી વાળી જગ્યા પર તાત્કાલિક અસરથી છુટા કરી આ અંગેની રિપોર્ટ કરવાનો રહેશે. તેમ છતાં PSI વનારે પોતાના ઉચ્ચ અધિકારીનાં ઓર્ડરને મહત્વ ન આપીને રતિલાલને 1 મહિના સુધી છૂટા કર્યા નહોતા.

PSI વનારનાં ત્રાસથી રતિલાલે ઝેરી દવા પીધી હતી

ASI રતિલાલનાં ચકચારી આપઘાત પ્રકરણમાં પરિવાર દ્વારા એક બાદ એક જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે. અગાઉ ASI રતિલાલનાં પત્ની હંસાબેને આરોપ લગાવ્યા હતા કે, તેમના પતિને પોલીસ મથકના PSI રાજદીપસિંહ વનાર દ્વારા એટલી હદે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો કે, તેમણે ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું હતું. આ બાબતે પરિવારનાં સભ્યો સુરત રેન્જ આઇ.જી રાજકુમાર પાંડ્યનને મળ્યા હતા. જ્યારબાદ તાત્કાલિક અસરથી PSI રાજદિપસિંહ વનારની બદલી કરી દેવામાં આવી હતી.

બદલીનો ઓર્ડર, જેમાં 16માં નંબર પર ASI રતિલાલનું નામ જોવા મળી રહ્યું છે.
બદલીનો ઓર્ડર, જેમાં 16માં નંબર પર ASI રતિલાલનું નામ જોવા મળી રહ્યું છે.
બદલીના ઓર્ડર 16મી ડિસેમ્બરનાં રોજ કરવામાં આવ્યા હતાઆ પ્રકરણમાં જ્યાં પોલીસે પોતાના પોલીસ કર્મીને ન્યાય અપાવવા માટેની તપાસ શરૂ કરી છે. ત્યારે બીજી બાજુ એક મહિના પહેલાનો બદલીનો ઓર્ડર સામે આવ્યો છે. જેમાં વલસાડનાં પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ આશરે 34 જેટલા એએસઆઈના બદલીના ઓર્ડર કર્યા હતા. બદલીના ઓર્ડર 16મી ડિસેમ્બરનાં રોજ કરવામાં આવ્યા હતા. જેમાં 16 નંબર પર રતિલાલ ગામીતનું નામ હતું. રતિલાલની ટ્રાન્સફર ભીલાડ પોલીસ મથકથી ધરમપુર પોલીસ મથકમાં કરવામાં આવી હતી.
બદલીનો ઓર્ડર, જેના પર વલસાડનાં પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાનાં હસ્તાક્ષર જોઈ શકાય છે.
બદલીનો ઓર્ડર, જેના પર વલસાડનાં પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાનાં હસ્તાક્ષર જોઈ શકાય છે.
ધરમપુર ટ્રાન્સફર થતા તેમને મોટી રાહત મળી શકે તેમ હતીધરમપુરમાં તેમનો પરિવાર રહે છે અને દિવાળીનાં બે દિવસ પહેલા જ તેમની હાર્ટ સર્જરી પણ થઈ હતી. જેથી સ્વાસ્થ્યનાં દ્રષ્ટિકોણથી તેમની ધરમપુર ટ્રાન્સફર થતા તેમને મોટી રાહત મળી શક્તી હતી. તેમના રિટાયરમેન્ટ ને પણ બે વર્ષ બાકી હતા. આ ઓર્ડરને લઈ હવે રતિલાલનાં ભાઈ અંબેલાલ ગામીત પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે, જો વલસાડ પોલીસ અધિક્ષક દ્વારા એક મહિના પહેલા તેમના બદલીનો ઓર્ડર કર્યો હોય તો PSI વનારે તેમને છૂટા કેમ ન કર્યા? પરિવારને જણાવતા હતા કે એક બે દિવસમાં મારી બદલી ધરમપુર થઈ જશેતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રતિલાલને છુટા કરવાનાં બદલે વધારે કામ આપવામાં આવતું હતું. PSI વનારનાં રાઇટર શંભુભાઈ દ્વારા કેસનાં કાગળો પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ કાગળો ફરીથી એકત્ર કરી અને તે લખવાની જવાબદારી પણ રતિલાલને જ સોંપવામાં આવી હતી. આ ઉપરાંત અવારનવાર PSI વનાર દ્વારા અશબ્દો કહીને તેમને હેરાન કરવામાં આવતા હતા. બદલીનાં મુદ્દાને લઇને તેઓ પરિવારને જણાવતા હતા કે, એકાદ બે દિવસમાં મારી બદલી ધરમપુર થઈ જશે. જે મુજબ તેઓની બદલી ધરમપુર તો થઈ, પરંતુ PSI વનારે તેમને એક મહિના સુધી છૂટા કર્યા નહોતા અને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.