ETV Bharat / city

Anganwadi Reopen in Surat: સુરતની આંગણવાડીઓમાં ફરી ગૂંજ્યો બાળકોનો અવાજ, ઓફલાઈન શિક્ષણ શરૂ

author img

By

Published : Feb 17, 2022, 12:45 PM IST

Anganwadi Reopen in Surat: સુરતની આંગણવાડીઓમાં ફરી ગૂંજ્યો બાળકોનો અવાજ, ઓફલાઈન શિક્ષણ શરૂ
Anganwadi Reopen in Surat: સુરતની આંગણવાડીઓમાં ફરી ગૂંજ્યો બાળકોનો અવાજ, ઓફલાઈન શિક્ષણ શરૂ

સુરતમાં આંગણવાડીઓ (Anganwadi Reopen in Surat) અને પ્રિસ્કૂલ ફરી શરૂ થતા બાળકોનો અવાજ ગુંજી ઊઠ્યો છે. સુરતની 170 જેટલી પ્રિસ્કૂલ અનેક આંગણવાડી અને બાળ મંદિરમાં ટાબરિયાઓની ખિલખિલાટ જોવા (Children's voices echoed in Surat's Anganwadis) મળી હતી.

સુરતઃ રાજ્ય સરકારના આદેશ મુજબ આજ (ગુરુવાર)થી આંગણવાડી (Anganwadi Reopen in Surat), પ્રિ-સ્કૂલોમાં નાના નાના ભૂલકાંઓ પહેલી વાર સ્કૂલમાં પગ મૂકતા જ નાનાનાના ભૂલકાંઓથી સ્કૂલોમાં ખિલખિલાટ જોવા મળી હતી. હસતા-રમતા ભૂલકાઓએ સ્કૂલોમાં આંકડાઓનો અભ્યાસ અને રમતગમત કરતા જોવા મળ્યા હતા. સુરતની 170 જેટલી પ્રિસ્કૂલ સહિત અનેક આંગણવાડી (Anganwadi Reopen in Surat) અને બાળમંદિરમાં ટાબરિયાઓની ખિલખિલાટ (Children's voices echoed in Surat's Anganwadis) જોવા મળી હતી.

સુરતની આંગણવાડીઓમાં ફરી ગૂંજ્યો બાળકોનો અવાજ

કોરોનાની SOPના પાલન સાથે શરૂ થઈ પ્રિસ્કૂલ

રાજ્યભરમાં આજથી કોરોનાના તમામ SOPના પાલન સાથે પ્રિ-સ્કૂલ, બાળમંદિર શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરતમાં પણ નાના ભૂલકાઓને પ્રવેશ માટે શહેરની 170 જેટલી પ્રિસ્કૂલ સહિત અનેક આંગણવાડી (Anganwadi Reopen in Surat) અને બાળ મંદિરમાં ટાબરિયાઓની ખિલખિલાટ જોવા (Children's voices echoed in Surat's Anganwadis) મળી રહ્યો છે. કેટલીક આંગણવાડી (Anganwadi Reopen in Surat), પ્રિ-સ્કૂલોમાં અનોખી રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો. અહીં નાના-નાના ભૂલકાંઓ પહેલી વાર સ્કૂલમાં પગ મૂકતા જ સ્કૂલોમાં ખિલખિલાટ (Children's voices echoed in Surat's Anganwadis) જોવા મળી હતી.

વિદ્યાર્થીઓ આવતાની સાથે જ સેટ થઈ ગયા
વિદ્યાર્થીઓ આવતાની સાથે જ સેટ થઈ ગયા

ઓનલાઈનની શિક્ષણ યથાવત્ છે

જોકે, કોઈ કારણોસર આંગણવાડીએ ન આવી શકતા હોય તેવા બાળકો માટે ઓનલાઈન શિક્ષણ (Online education in Anganwadi) યથાવત્ જ છે.

ઓનલાઈનની શિક્ષણ યથાવત્ છે
ઓનલાઈનની શિક્ષણ યથાવત્ છે

આ પણ વાંચો- બોલો લ્યો : કોરોનાની ત્રણેય લહેરમાં આંગણવાડીના બાળકોને ઘરે સુખડી પહોંચાડી, ખર્ચમાં કોઈ જ નહીં ઘટાડો

શાળાએ જવાની શરૂઆત થઈ ત્યાં જ કોરોનાની શરૂઆત થઈ

આ અગાઉ બાળકોએ શાળાએ જવાની શરૂઆત કરી હતી. ત્યાં જ કોરોનાની શરૂઆત (Anganwadi Reopen in Surat) થઈ હતી. એટલે આ બાળકો સ્કૂલના નિયમોથી એકદમ અજાણ હતા અને બાળકોએ જિંદગીના 3.5 વર્ષ પોતાના ઘરે જ વિતાવ્યા છે. ત્યારબાદ તેઓ આજે શાળાએ આવ્યા છે. ત્યારે આજે અમે ખૂબ જ આનંદનો અનુભવ કરી રહ્યા છે. કોરોનાની SOPના પાલન સાથે અને વાલીઓના સંમતિપત્રકના નિયમો સાથે આજથી રાજ્યભરમાં બાળમંદિર શરૂ થઈ ગઈ છે.

બાળકો ઓફલાઈન શિક્ષણ તરફ આગળ વધ્યા છે
બાળકો ઓફલાઈન શિક્ષણ તરફ આગળ વધ્યા છે

આ પણ વાંચો- Big decision about play schools : 17 ફેબ્રુઆરીથી પ્રી સ્કૂલ અને આંગણવાડી શરૂ, લેખિત સંમતિ જરુરી

વિદ્યાર્થીઓ આવતાની સાથે જ સેટ થઈ ગયા

કોરોના પહેલાં જે બાળકો આવતા હતા. તે ત્રણ વર્ષ સુધી ઘરમાં રહ્યા હતા. એટલે પહેલે જ્યારે સ્કૂલે આવતા ત્યારે તેઓ પહેલી વખત સ્કૂલના ટીચરોને જોતા અને ઘરની બહારનો માહોલ જોતા તો રડવા લાગતા હતા. 15થી 20 દિવસ સુધી બાળકો રડવામાં જ જતા હતા અને ત્યારબાદ એ બાળકો ધીરે ધીરે શાળાના વાતાવરણમાં સેટ થતા 3થી 4 મહિના લાગતા હતા અને આજે વિદ્યાર્થીઓ આવ્યા છે. તેઓ સેટ થઈ ગયો હોય એમ લાગી રહ્યું છે.

બાળકો ઓફલાઈન શિક્ષણ તરફ આગળ વધ્યા છે

આજે જ્યારે પ્રથમ વખત વિદ્યાર્થીઓ સામે આવ્યા છે. ત્યારે આ જ બાળકોએ શિક્ષકો સાથે 2 વર્ષ સુધી જે ઓનલાઈન શિક્ષણ મેળવ્યું છે. આથી એ બાળકો શિક્ષકોના ચહેરાથી પરિચિત છે. વાલીઓ પણ પરિચિત છે અને શિક્ષકોએ પણ ઓનલાઇન પર્સનલી બાળકોને અભ્યાસ માર્ગદર્શન આપ્યું છે. એટલે આજે પ્રથમ વખત વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા છે ત્યારે એવું નથી લાગતું કે વિદ્યાર્થીઓ પ્રથમ વખત શાળાએ આવ્યા છે. વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા હતા તેઓને ઘરમાંથી બહાર નીકળ્યું હતું અને આજે એજ બાળપણ શાળાએ આવ્યું છે. આ બાળકોને જોઇને અમને ખૂબ જ ખુશી વ્યક્ત કરી રહ્યા છેકે અંતે આ બાળકો ઓનલાઇન શિક્ષણ થી બહાર આવ્યું ઓફલાઈન શિક્ષણ તરફ આગળ વધ્યા છે. અભ્યાસ રમત-ગમત, ઈતર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.