ETV Bharat / city

Exclusive: પ્રાકૃતિક હવાને ફિલ્ટર કરી દર મિનિટે 2000 લિટર મેડિકલ ઓક્સિજન થાય છે તૈયાર

author img

By

Published : Apr 22, 2021, 3:47 PM IST

Updated : Apr 22, 2021, 4:34 PM IST

કોરોના સંક્રમણ વધતા દેશમાં ઓક્સિજનની અછત મોટી સમસ્યા બની છે, મોટા પ્લાન્ટ ઓક્સિજનની સપ્લાય કરી રહ્યા છે અને આ વચ્ચે સુરતમાં પ્રાકૃતિક હવાને મેડિકલ ઓક્સિજનમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રેશર સ્વિંગ એડસોર્પશન પ્લાન્ટ કાર્યરત કરાયું છે. જેના દ્વારા રોજે દર મિનિટ 2000 લીટર પ્રાકૃતિક હવાને મેડિકલ ઓક્સિજનમાં તબદીલ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સુરતને આ પ્લાન્ટની મંજૂરી આપવામાં આવી છે.

Exclusive: પ્રાકૃતિક હવાને ફિલ્ટર કરી દર મિનિટે 2000 લિટર મેડિકલ ઓક્સિજન થાય છે તૈયાર
Exclusive: પ્રાકૃતિક હવાને ફિલ્ટર કરી દર મિનિટે 2000 લિટર મેડિકલ ઓક્સિજન થાય છે તૈયાર

  • કોરોના વાઇરસના કેસોમાં સતત થઇ રહ્યો છે વધારો
  • હાલ ઓક્સિજનની અછત ભારતભરની હોસ્પિટલોમાં છે
  • પ્લાન્ટ માટે 6 મહિના પહેલા જ કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી
  • આ પ્લાન્ટ ત્રણ દિવસ પહેલાં જ શરૂ કરાયો

સુરતઃ કોરોના કાળમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. દેશભરની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. માત્ર સુરત સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો અહીં દરરોજ 55થી 60 ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે. સમગ્ર શહેરમાં 250 ટન ઓક્સિજનની જરૂરિયાત હાલના દિવસોમાં છે. કોરોનાના ખતરનાક સ્વરૂપને ધ્યાનમાં રાખી મેડિકલ ઓક્સિજનને લઇ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં પ્રેશર સ્વિંગ એડસોર્પશન પ્લાન્ટ લગાડવાની મંજૂરી આપવામાં આવી છે. હાલ 30 પ્લાન્ટ સ્થાપિત પણ થઇ ચૂક્યા છે. વિદેશી તકનીકના માધ્યમથી આ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ગુજરાતનો આ સૌથી મોટો પ્લાન્ટ સુરત ખાતે લગાડવામાં આવ્યા છે. જેના દ્વારા દર મિનિટ 2000 લીટરથી વધુ મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન થાય છે.

આ પ્લાન્ટ ત્રણ દિવસ પહેલાં જ શરૂ કરાયો

આ પણ વાંચોઃ સોમવારથી દેશભરમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનથી ઓક્સિજન પહોંચાડવામાં આવશે

ઓક્સિજન પાઇપલાઇન દ્વારા કોવિડ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે

સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક હવાથી મેડિકલ ઓક્સિજન વધુ માત્રામાં તૈયાર કરનારો સૌથી મોટો પ્લાન્ટ સુરતમાં છે. પ્લાન્ટના નિરીક્ષક ડોક્ટર નિમેષ વર્માએ ETV Bharatને જણાવ્યું હતું કે, છ મહિના પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પ્લાન્ટને ત્રણ દિવસ પહેલાં જ શરૂ કરાયો છે. પ્રાકૃતિક હવાને કમ્પ્રેશરમાં એકત્ર કરી તેમાંથી વિશુદ્ધ વસ્તુને કાઢવામાં આવે છે.

પ્રાકૃતિક હવામાં માત્ર 21 ટકા હવા હોય છેઃ ડો. નિમેષ વર્મા

નાઇટ્રોજન અને કાર્બનડાયઓક્સાઇડ જેવા ગેસને અલગ કર્યા બાદ તેને ફિલ્ટર કરવામાં આવે અને આ ઓક્સિજન પાઇપલાઇન દ્વારા કોવિડ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે. હાલ જે ખપત ઓક્સિજનની થઈ રહી છે. તેમાં 5થી 7 ટકાનો યોગદાન આપનારા પ્લાન્ટ થકી કોરોના દર્દીઓને મળી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક હવામાં માત્ર 21 ટકા ઓક્સિજન હોય છે અને કોવિડના દર્દીઓને 90થી 95 ટકા ઓક્સિજનની જરૂરિયાત હોય છે. જે આ પ્લાન્ટ દ્વારા ફિલ્ટર કરી દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે.

આ પણ વાંચોઃ રિલાયન્સ રિફાઇનરી ખાતેથી મહારાષ્ટ્રને 100 મેટ્રિક ટન ઓક્સિજન મોકલવામાં આવે તેવી શક્યતા

201.58 કરોડની ફાળવણી કરવામાં આવી

આ અંગેની મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં પાંચ, હિમાચલ પ્રદેશમાં ચાર, ચંડીગઢ, ગુજરાત અને ઉત્તરાખંડમાં ત્રણ-ત્રણ, બિહાર, કર્ણાટક અને તેલંગાણામાં બે-બે તથા આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પોંડિચેરી, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં એક- એક પ્લાન્ટ કાર્યરત છે. આ ઉપરાંત સરકાર 59 પ્લાન્ટ એપ્રિલના અંત સુધીમાં અને 80 પ્લાન્ટ મહિનાના અંત સુધીમાં શરૂ કરવાનો લક્ષ્ય રાખ્યું છે. 162 PSA પ્લાન્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા 201.58 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

દેશમાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ

રાજ્યકાર્યરત પ્લાન્ટની સંખ્યા
મધ્યપ્રદેશ5
હિમાચલ પ્રદેશ4
ચંડીગઢ 3
ગુજરાત 3
ઉત્તરાખંડ3
બિહાર2
કર્ણાટક2
તેલંગાણા2
આંધ્રપ્રદેશ1
છત્તીસગઢ1
દિલ્હી1
હરિયાણા1
કેરળ1
મહારાષ્ટ્ર1
પોંડિચેરી1
પંજાબ1
ઉત્તર પ્રદેશ1
Last Updated : Apr 22, 2021, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.