ETV Bharat / city

પ્રાણી સંગ્રહાલયમાં હવે સિંહ અને વાઘના બચ્ચાઓ માટે કરાશે નવી સુવિધા

author img

By

Published : Aug 6, 2022, 1:25 PM IST

સુરતમાં સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં (Surat Sarthana Zoo) સિંહ અને વાઘના બચ્ચાઓ માટે નાઈટ શેલ્ટર (Night shelter for lion and tiger cubs) બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રૂમમાં રહેતા પ્રાણીઓના પરિવારની સંખ્યા વધતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ પ્રાણીઓ માટે નર્સરી પણ બનાવવામાં (Crowds of tourists at the zoo) આવશે.

પ્રાણી સંગ્રહાલયમાં હવે સિંહ અને વાઘના બચ્ચાઓ માટે કરાશે નવી સુવિધા
પ્રાણી સંગ્રહાલયમાં હવે સિંહ અને વાઘના બચ્ચાઓ માટે કરાશે નવી સુવિધા

સુરતઃ શહેરમાં આવેલા સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ (Crowds of tourists at the zoo) આવે છે. આ પ્રાણી સંગ્રહાલય હંમેશા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેવામાં હવે અહીં સુરત મહાનગરપાલિકાએ સિંહ અને વાઘના બચ્ચાઓ માટે નાઈટ શેલ્ટર બનાવવાનો નિર્ણય (Night shelter for lion and tiger cubs) કર્યો છે. રૂમમાં રહેતા પ્રાણીઓના પરિવારની સંખ્યામાં થતા વધારાને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો હવે આગામી સમયમાં વાઘ, સિંહ, હિમાલયન રિંછ, વરૂ, શિયાળ માટે નર્સરી માટેની પણ મંજૂરી ટૂંક સમયમાં નિર્માણ (Night shelter for lion and tiger cubs) કાર્ય શરૂ કરાશે.

વાઘના બચ્ચા માટે પણ ઊભી થશે જરૂરીયાત

સિંહની જોડીએ આપ્યો બચ્ચાને જન્મ - સરથાણા ખાતે આવેલા નેચર પાર્કમાં (Sarthana Nature Park) સિંહની જોડીને બચ્ચાનો જન્મ થયો છે. તેને ધ્યાનમાં રાખી હવે સુરત મહાનગરપાલિકાએ નાઈટ શેલ્ટર બનાવવા માટે તજવીજ હાથ ધરી છે. અત્યારે સિંહના પાંજરામાં માત્ર સિંહ અને સિંહણ રહી શકે માત્ર તેવી જ વ્યવસ્થા છે. હવે સિંહના બચ્ચા આવવાથી નાઈટ શેલ્ટરમાં વધારાની રૂમ બનાવવાની જરૂરીયાત ઊભી થઈ છે. આથી સિંહના બચ્ચા માટે નાઈટ શેલ્ટરમાં (Night shelter for lion and tiger cubs) 2 રૂમ અને બેબી નર્સરીની જરૂરિયાતો સર્જાઈ છે.

આ પણ વાંચો-Wild Animal Cage in junagadh : આ એવું પાંજરુ છે જે પોતાનો ખાસ વારસો ધરાવે છે

મહાનગરપાલિકને મળી હતી રજૂઆત - સરથાણા નેચર પાર્કના (Sarthana Nature Park) સુપરિટન્ડન્ટ રાજેશ પટેલે (Sarthana Nature Park Superintendent Rajesh Patel) જણાવ્યું હતું કે, અમે સુરત મહાનગરપાલિકામાં નાઈટ શેલ્ટર તેમ જ નર્સરી બનાવવા રજૂઆત કરી હતી. હાલ આ કામ અંગે મંજૂરી મળી ગઈ છે. નાઈટ શેલ્ટર (Night shelter for lion and tiger cubs) અને નર્સરી પાછળ 1.87 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે. બાંધકામ સમિતિ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી, જેને મંજૂરી મળતા ટૂંક સમયમાં કામ શરૂ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો- અમદાવાદની આ જગ્યાએ ગરમી નામની વસ્તુ જ નથી, જાણો...

વાઘના બચ્ચા માટે પણ ઊભી થશે જરૂરીયાત - રાજકોટ પ્રાણી સંગ્રહાલય ખાતે ભવિષ્યમાં વાઘના બચ્ચા માટે નાઈટ સેન્ટરમાં (Night shelter for lion and tiger cubs) વધારાના રૂમની જરૂરીયાત ઊભી થશે. આવી પરિસ્થિતિમાં અમે આ શેલ્ટર (Night shelter for lion and tiger cubs) અને નર્સરી બનાવી રહ્યા છે. સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં 65 ચોરસ મીટર વિસ્તારમાં વાઘની નર્સરી બનાવવામાં આવશે. તેમ જ 86 ચોરસ મીટર જગ્યામાં સિંહ નર્સરી, 67 ચોરસ મીટર જગ્યામાં હિમાલયાન રિંછની નર્સરી અને 35 ચોરસ મીટર જગ્યામાં વરૂની નર્સરી, 55 ચોરસ મીટર વિસ્તારમાં શિયાળની નર્સરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.