ETV Bharat / city

કોરોનાની વચ્ચે ખાવા પીવાની લારી પર સુરતીઓની મોટી ભીડ જોવા મળી

author img

By

Published : Jun 7, 2021, 7:12 AM IST

સુરતમાં દિવસે-દિવસે કોરોના કેસ ઘટી રહ્યા રહ્યા છે. ત્યારે સુરતીઓ ફરીથી કોરોના રંગમાં રંગવાની તૈયારી કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાવા પીવાની લારી પર સુરતીઓની મોટી ભીડ જોવા મળી રહી છે.

ખાવા પીવાની લારી પર સુરતીઓની મોટી ભીડ
ખાવા પીવાની લારી પર સુરતીઓની મોટી ભીડ

  • ફરીથી કોરોનાને આમંત્રણ
  • સુરતીઓ ખાણીપીણી મોજ માણવા નિકળ્યા
  • મોટી ભીડ અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

સુરત: મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વહેલી સવારે પણ શહેરના અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા છે. અને આ ઠંડક તેમજ વાતાવરણને લઈને સુરતીઓ ખાવા-પીવાની લારી પર મોજ માળી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. સાથે એમ પણ જોવા મળી રહ્યું છે કે, સુરતીઓ ઠંડક વાતાવરણને લીધે કોરોનાને ભૂલી ગયા હોય એમ લાગી રહ્યું છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાવા-પીવાની લારી પર સુરતીઓએ ખાવાપીવા માટે મોટી ભીડ લગાડી છે. સુરતીઓ ફરીથી કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો: લગ્ન પ્રસંગે મોટી ભીડ એકત્ર થયાનો વીડિયો થયો વાઇરલ, પોલીસે 9 સામે ગુનો નોંધ્યો

સરકારી બાબુઓ પણ આ ભીડને જોઈને કશું બોલતા નથી

સુરત શહેરમાં દિવસે-દિવસે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આ કેસના ઘટાડાને લઈને સુરતીઓ પણ વહેલી સવારથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ખાણીપીણીની લારીઓ પર મોટી ભીડ લગાડીને કોરોનાને ફરીથી આમંત્રણ આપતા હોય તેમ નજરે પડી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં મોટી ભીડ અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડી રહ્યા છે. જોકે, સુરતીઓ ખાણીપીણીની મોજ માણવા નિકળ્યા છે. સાથે જ પોતાના બાળકોને પણ સાથે મોજ કરાવી રહ્યા છે. જોકે, સરકાર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર નાના બાળકોને ખુબ જ અસર કરશે તેવી વાતો પણ ઉડી રહી છે. અહીં મહત્વની વાત એ પણ છે કે શહેરના સરકારી બાબુઓ પણ આ ભીડને જોઈને કશું બોલતા નથી. પછી તે પોલીસ હોય કે SMC વિભાગના કર્મચારીઓ હોય બધા જ લોકો કોરોનાને ફરીથી આમંત્રણ આપવા માટે ઉભા હોય એમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો: અમરેલી જિલ્લાના ભાજપના વધુ એક નેતા બન્યા બેદરકાર, પુત્રના લગ્નમાં ભેગી કરી મોટી ભીડ

ખાણીપીણીની લારીઓ પર મોટી ભીડ

સુરતમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે શહેરમાં વહેલી સવારે પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે વરસાદ વરસવાને કારણે ઠંડક પ્રસરી હતી અને ગઈકાલે રવિવાર હોવાને કારણે પણ સુરતીઓ ખાણીપીણીની લારી ઉપર ભીડ જમાવીને ઉભા હતા. સુરતીઓ ફરીથી કોરોનાના રંગમાં રંગાવા તૈયાર હોય તેમ લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં ખાણીપીણીની લારીઓ પર મોટી ભીડ જોવા મળી રહી છે. અને સોશિયલ ડિસટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.