ETV Bharat / city

સુરતમાં ધોરણ 5ની વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા

author img

By

Published : Mar 12, 2021, 7:41 PM IST

સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતી અને ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓની પગારની માંગને લઇ ચાલી રહેલી હડતાલને પગલે વિદ્યાર્થિનીનો મૃતદેહ કફન વગર 1 કલાક સુધી રઝળ્યો હતો.

સુરતમાં ધોરણ 5ની વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા
સુરતમાં ધોરણ 5ની વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા

  • ઉધનાની ધોરણ 5ની વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા
  • મૂળ ઓરિસ્સાના પરિવારે એકમાત્ર પુત્રી ગુમાવતા શોકાતુર
  • પોલીસે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી

સુરત: શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ગાંધી કુટિરમાં રહેતા સુરનાથભાઈ જૈનની 13 વર્ષીય પુત્રી શ્રુતિએ પોતાના ઘરમાં છત પર દુપટ્ટાનો ગાળિયો બનાવીને ગળેફાંસો ખાઈ લીધો છે. ઘટનાની જાણ પોલીસને થતાં સ્થળે દોડી આવી હતી અને સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર 13 વર્ષીય પુત્રીએ આત્મહત્યા કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ

મૂળ ઓરિસ્સાના વતની સુરનાથભાઈ જૈના લુમ્સના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સંતાનમાં તેઓ એક પુત્રી અને પુત્ર ધરાવતા હતા. જે પૈકી તેમની એકની એક પુત્રી શ્રુતિએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. શ્રુતિ હાલ ધોરણ 5માં અભ્યાસ કરતી હતી. શ્રુતિનું આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુપણ અકબંધ છે. હાલ ઉધના પોલીસે શ્રુતિનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલીને તપાસ આરંભી છે. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓની પગારની માંગને લઇને હડતાલ ચાલી રહી છે. જેને પગલે મૃતદેહને ટ્રોમા સેન્ટરથી માત્ર 200 મીટર દૂર આવેલા પોસ્ટમોર્ટમ રૂમ સુધી લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. કફન વગર 13 વર્ષીય વિદ્યાર્થિનીનો મૃતદેહ ટ્રોમા સેન્ટરના સ્ટ્રેચર પર એક કલાક સુધી રઝળતો રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.