ETV Bharat / city

કોઈને નોકરીએ જવા ઠપકો આપતા રાખજો ધ્યાન નહીં તો

author img

By

Published : Aug 30, 2022, 11:29 AM IST

સુરતમાં રત્ન કલાકારે અનાજમાં નાખવાની ટીકળી ખાઈને આત્મહત્યાકરી હતી. પત્ની અને સાળાએ મૃતકને કામે જવા માટેનું કહેતા આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. a gem artist commits suicide, suicide case surat.

કોઈને નોકરીએ જવા ઠપકો આપતા રાખજો ધ્યાન નહીં તો
કોઈને નોકરીએ જવા ઠપકો આપતા રાખજો ધ્યાન નહીં તો

સુરત વર્તમાન સમયમાં લોકોની સહનશક્તિ ખૂબ જ ઓછી થઈ રહી છે. લોકોને નાની નાની વાતમાં એટલું ખોટું લાગી જાય છે કે, તેઓ આત્મહત્યા સુધીના પગલાં ભરી લે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાં. અહીં કાપોદ્રામાં રહેતા રત્ન કલાકારે અનાજમાં નાખવાની ટીકળી ખાઈને આત્મહત્યા (a gem artist commits suicide) કરી લીધી હતી.

આ પણ વાંચો શેઠના માનસિક ત્રાસથી મજૂર માણસ બાળકોને નિરાધાર કરતો ગયો

હીરા મજૂરી કરીને ચલાવતો હતો ગુજરાન આ અંગે મળતી માહિતી અનુસાર, કાપોદ્રા વિસ્તારમાં આવેલી રવિપાર્ક સોસાયટીમાં 40 વર્ષીય ભૂપત નાનજી ચુડાસમાં હીરા મજૂરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા (suicide case surat) હતા. જોકે, તેઓ ત્રણ દિવસથી કામ પર જતા નહતા. ત્યારે તેમની પત્ની અને સાળાએ કામ પર જવાની તેમને સમજણ આપતાં તેમણે આત્મહત્યા કરી લીધી (a gem artist commits suicide) હતી.

આ પણ વાંચો પ્રખ્યાત ગાયિકાનો કારમાંથી મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા તેના પણ સવાલ

હોસ્પિટલમાં મોત જોકે, મૃતકે અનાજમાં નાખવાની ટીકળી ખાઈ લેતા તેની તબિયત લથડી હતી. આ ઘટનાની જાણ થતાં પરિવાર મૃતક ભૂપતને સ્મીમેર હોસ્પિટલ લઈ (smimer hospital surat) ગયો હતો. જોકે, ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ભૂપત છેલ્લા 2-3 દિવસથી નોકરીએ જતો નહતો. તેના કારણે પત્ની અને સાળાએ તેમને સમજાવ્યા (a gem artist commits suicide) હતા. ત્યારબાદ મૃતકે આત્મહત્યા કરી લીધી હતી. જોકે, હજી સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.