ETV Bharat / city

આસ્થાની કોઇ કિંમત ન હોય, પણ ગણેશજીની આ પ્રતિમાની કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો

author img

By

Published : Sep 9, 2021, 6:16 PM IST

Updated : Sep 9, 2021, 7:04 PM IST

સુરતના એક ડાયમંડ ઉદ્યોગકારે પોતાના ઘરમાં વિશ્વના અતિ દુર્લભ ગણેશજીની સ્થાપના કરી છે. આ કોઈ સામાન્ય ગણેશજીની પ્રતિમા નથી, પણ રફ ડાયમન્ડમાં ગણેશ છે. જેની અંદાજીત કિંમત 600 કરોડ રૂપિયા છે. આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે. જેનુ વજન 182.3 કેરેટ છે અને 36.5 ગ્રામની છે. અગત્યની વાત એ છે કે, કોહિનૂર હીરો 105 કેરેટનો હીરો છે, જ્યારે આ ગણપતિની પ્રતિમા 182 કેરેટ 53 સેન્ટની છે. જેનો આકાર કોહિનૂર હીરા કરતાં પણ મોટો છે.

વિશ્વના અતિ દુર્લભ ગણેશજી
વિશ્વના અતિ દુર્લભ ગણેશજી

  • સામાન્ય ગણેશજીની પ્રતિમા નથી રફ ડાયમંડમાં ગણેશ
  • અંદાજીત કિંમત 600 કરોડ રૂપિયા, આકાર કોહિનૂર હીરાથી પણ મોટા
  • વર્ષ 2002માં બેલજીયમમાં રફ ડાયમંડની ખરીદી દરમિયાન ગણેશ પ્રતિમાનો આ ડાયમંડ તેમને મળ્યો

સુરત : શહેરના એક ડાયમંડ ઉદ્યોગકારે પોતાના ઘરમાં વિશ્વના અતિ દુર્લભ ગણેશજીની સ્થાપના કરી છે. આ કોઈ સામાન્ય ગણેશજીની પ્રતિમા નથી રફ ડાયમન્ડમાં ગણેશ છે. જેની અંદાજીત કિંમત 600 કરોડ રૂપિયા છે. વર્ષ 2002માં બેલજીયમમાં રફ ડાયમંડની ખરીદી દરમિયાન ગણેશ પ્રતિમાનો આ ડાયમંડ તેમને મળ્યો હતો. જેનો આકાર કોહિનૂર હીરાથી પણ મોટો છે. ઉદ્યોગપતિ કનું અસોદરિયાએ વર્ષો સુધી તેનુ જતન કર્યું છે.

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે હીરાને વિશ્વના સૌથી યુનિક હીરાનો દરજ્જો આપ્યો છે

સૂરતના હીરા વેપારી કનુ આસોદરિયા પરિવાર પાસે છે. આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે. જેનુ વજન 182.3 કેરેટ છે અને 36.5 ગ્રામની છે. અગત્યની વાત એ છે કે, કોહિનૂર હીરો 105 કેરેટનો હીરો છે. જ્યારે આ ગણપતિની પ્રતિમા 182 કેરેટ 53 સેન્ટની છે. જેનો આકાર કોહિનૂર હીરા કરતાં પણ મોટો છે. હીરા વેપારી આ ગણેશાનું નામ કરમ ગણેશા રાખ્યું છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે આ હીરાને વિશ્વના સૌથી યુનિક હીરાનો દરજ્જો આપ્યો છે.

વર્ષ 2002માં તેઓ બેલજીયમ રફ ડાયમંડની ખરીદી કરવા ગયા હતા

ગણેશ ચતુર્થી નિમિત્તે દર વર્ષે કનુભાઈ આસોદરિયા પોતાના ઘરમાં વિશ્વના આ દુર્લભ ડાયમંડ ગણેશજી બિરાજમાન કરતા હોય છે. વર્ષ 2002માં તેઓ બેલજીયમ રફ ડાયમંડની ખરીદી કરવા ગયા હતા, ત્યારે આ દુર્લભ ડાયમંડ તેમને મળ્યો હતો. કનુભાઇએ જણાવ્યું હતું કે, જ્યારે તેમને આ દુર્લભ રફ ડાયમંડ ખરીદ્યો, ત્યારે તેમના પિતાના સ્વપ્નનમાં ગણેશજી આવ્યા હતા અને ત્યારે જ તેમને ખબર પડી હતી કે, આ દુર્લભ રફ ડાયમંડ ગણેશજીની પ્રતિકૃતિ છે. દેશવિદેશમાં આ ગણેશજી પ્રખ્યાત છે. ગણેશજીની પ્રતિકૃતિ દેખાતા આ ગણેશ ડાયમંડને જોવા માટે અને તેના આર્શીવાદ લેવા માટે અનેક લોકો ઉત્સુક છે.

વિશ્વના અતિ દુર્લભ ગણેશજી

કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના પોતાના ઘરઆંગણે કરી

ગણેશજીની પ્રતિકૃતિ દેખાતા આ ગણેશ ડાયમંડને જોવા માટે અમેરિકાના રાજકીય નેતા કમલા હેરિસ પણ ઈચ્છા જાહેર કરી ચૂક્યા. તેઓ આ ગણેશજીના આશીર્વાદ લેવા માટે ઉત્સુક છે, ત્યારે કનુભાઈ તેઓને પણ આ ગણેશજીની તસવીર મોકલવાના છે. કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપન પોતાના ઘરઆંગણે કરી છે. દર વર્ષે તેઓ પોતાના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના પર્વ પર સ્થાપના કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 600 કરોડથી પણ વધુ હોવાની કહેવાય છે.

કર્મ ગણેશાની તસ્વીર અમિત શાહ સહિતની 25 હસ્તીઓને મોકલાવી છે

આ કર્મ ગણેશા તસવીર જેની પાસે પણ હોય તેના નસીબ ચમકી જાય છે. કનુભાઈએ ડાયમંડ ગણેશની પ્રતિમાને અમિતાબ બચ્ચન, નીતીન ગડકરી, બાબા રામદેવ, અમિત શાહ સહિત 25 હસ્તીઓને મોકલાવી છે. કહેવાય છે કે, આ રફ ડાયમંડની પ્રતિકૃતિ જેને પણ મળી છે તેના નસીબ ચમકે છે તેવુ તેઓનું કહેવું છે. તેથી તેઓએ અમિતાભ બચ્ચન સહિત દેશની 25 હસ્તીઓની તેની ફોટોફ્રેમ મોકલી છે.

Last Updated :Sep 9, 2021, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.