ETV Bharat / city

સુરતમાં અંધજન શાળામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા 40 ફૂટ ઉંચી ક્લાઈમ્બિંગ વોલ બનાવાઈ

author img

By

Published : Sep 11, 2021, 9:12 AM IST

સુરતમાં અંધજન શાળામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા 40 ફૂટ ઉંચી ક્લાઈમ્બિંગ વોલ બનાવાઈ
સુરતમાં અંધજન શાળામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા 40 ફૂટ ઉંચી ક્લાઈમ્બિંગ વોલ બનાવાઈ

કુદરતે દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ લોકોને એક અલગ જ શક્તિ આપી છે, જેનાથી તેઓ જીવનમાં ક્યારેય હિંમત નથી હારતા. ત્યારે સુરતમાં આવેલી એક અંધજન શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે 40 ફૂટ ઉંચી ક્લાઈમ્બિંગ વોલ બનાવવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે આ વોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓએ સેફ્ટી સાથે ગણતરીની મિનીટમાં જ 40 ફૂટ વોલ ક્લાઈમ્બિંગ કર્યું હતું.

  • સુરતમાં અંધજન શાળામાં ક્લાઈમ્બિંગ વોલનું કરાયું ઉદ્ઘાટન
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વોલનું કર્યું ઉદ્ઘાટન
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષે વોલ માટે ગ્રાન્ટ પણ ફાળવી છે

સુરતઃ શહેરમાં આવેલી અંધજન શાળામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે ક્લાઈમ્બિંગ વોલનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. આ વોલ પ્રદેશ અધ્યક્ષની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવી છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે શાળાના કેમ્પસમાં એક 40 ફુટ ક્લાઈમ્બિંગ વોલ બનાવવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓએ તમામ સેફ્ટી સાથે ક્લાઈમ્બિંગ વોલ કર્યું હતું.

પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ગણતરીની મિનીટમાં 40 ફૂટ વોલ ક્લાઈમ્બિંગ કર્યું
પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ગણતરીની મિનીટમાં 40 ફૂટ વોલ ક્લાઈમ્બિંગ કર્યું

આ પણ વાંચોઃ વિધવા મહિલાઓ અને દિવ્યાંગોએ બનાવેલી 7000 રાખડીઓ બંધાશે બોર્ડર પર તૈનાત સૈનિકોને

પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ગણતરીની મિનીટમાં 40 ફૂટ વોલ ક્લાઈમ્બિંગ કર્યું

શહેરમાં આવેલી અંધજન શાળામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના ગ્રાન્ટમાંથી બનાવેલી ક્લાઈમ્બિંગ વોલનું સી. આર. પાટીલના જ હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સેફ્ટી સાથે ગણતરીના મિનિટોમાં જ 40 ફૂટ ક્લાઈમ્બિંગ વોલ કર્યું હતું. તો પ્રદેશ અધ્યક્ષે પણ વિદ્યાર્થીઓનો ઉત્સવ વધાર્યો હતો.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વોલનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચોઃ મહુવાની દિવ્યાંગ યુવતી બની પ્રેરણારુપ: બંન્ને હાથ-પગ કપાયા બાદ પણ નથી કોઈની લાચારી

આ સ્કૂલ પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લેવાનો પ્રયત્ન કરે છે

આ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, અહીં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે આ વોલ બનાવવામાં આવી છે, જેની ઉંચાઈ 40 ફૂટ છે. વિદ્યાર્થીઓ સ્ફૂર્તિ સાથે આ વોલમાં ક્લાઈમ્બિંગ કરી શકશે. આ સાથે જ વિદ્યાર્થીઓ પોતાની શક્તિઓને સરળતાથી બહાર લાવી શકશે. તેમની હિંમત વધે એના માટે પણ પ્રયત્ન કરે છે.અને એ સફળતામાં પરિણામે છે.સ્કૂલના સૌ સંચાલકો પ્રિન્સીપલ ટીચર્સ અને બાળકોને ખુબ ખુબ અભિનંદન આપું છું.કામ આજે પૂરું થયું એટલે આજના દિવસે એની શરૂઆત કરી છે.અને આવા અનેક કમો કોઈ પણ દિવસે કરીયે તે અત્યંત જરૂરી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.