ETV Bharat / city

હર ઘર જળની વાત કરતી સરકાર આ જિલ્લામાં પાણી પહોંચાડવામાં નિષ્ફળ

author img

By

Published : Jun 21, 2022, 3:38 PM IST

રાજકોટમાં ધોરાજીના વોર્ડ નંબર 9માં પાણીની સમસ્યા (Water problem in Dhoraji of Rajkot) અંગે મહિલાઓએ સૂત્રોચ્ચાર (Women protest in Dhoraji) કર્યા હતા. સાથે જ મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત (Submission to the Chief Officer of the Municipality) પણ કરી હતી.

હર ઘર જળની વાત કરતી સરકાર આ જિલ્લામાં પાણી પહોંચાડવામાં નિષ્ફળ
હર ઘર જળની વાત કરતી સરકાર આ જિલ્લામાં પાણી પહોંચાડવામાં નિષ્ફળ

રાજકોટઃ એક તરફ સરકાર હર ઘર જળ પહોંચાડવાની વાત કરે છે, પરંતુ રાજકોટમાં તો આનું કંઈક ઊંધું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ધોરાજી શહેરના વોર્ડ નંબર 9માં પાણીની સમસ્યાના કારણે મહિલાઓ રણચંડી બની છે. અહીં પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ (Women protest in Dhoraji) કર્યો હતો. સાથે જ મહિલાઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત (Submission to the Chief Officer of the Municipality) કરી પાણીની માગ કરી હતી.

2 વર્ષથી પાણીની સમસ્યા

2 વર્ષથી પાણીની સમસ્યા - ધોરાજી શહેરમાં આવેલા વોર્ડ નંબર 9માં છેલ્લા 2 વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે. આ બાબતે સ્થાનિક મહિલાઓ પીવાના પાણીની માગ અને રજૂઆત કરવા ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી. અહીં સ્થાનિક મહિલાઓએ સૂત્રોચ્ચાર કરીને પીવાના પાણીની માગ (Dhoraji Women demands for drinking water) સાથે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત (Submission to the Chief Officer of the Municipality) કરી હતી.

અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી નહીં
અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી નહીં

મહિલાઓની ધીરજ ખૂટી - સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, પીવાના પાણીની સમસ્યા છેલ્લા 2 વર્ષથી છે. ત્યારે આ સમસ્યા બાબતે રજૂઆત છતા કોઈ નિવેડો આવ્યો નથી. એટલે મહિલાઓની ધીરજ ખૂટી પડી હતી. એટલે મહિલાઓ પોતાની વિવિધ માગ (Dhoraji Women demands for drinking water) અને રજૂઆત સાથે નગરપાલિકા કચેરી પહોંચી હતી. અહીં મહિલાઓએ 'પાણી આપો-પાણી આપો' તથા 'નગરપાલિકા તંત્ર હાય-હાય'ના નારાઓ લગાડીને રોષ (Women protest in Dhoraji) વ્યક્ત કર્યો હતો અને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને પોતાની માંગ અને લેખિત રજૂઆત (Submission to the Chief Officer of the Municipality) કરી હતી.

મહિલાઓની ધીરજ ખૂટી
મહિલાઓની ધીરજ ખૂટી

આ પણ વાંચો- આદરણીય મોટાભાઈ મોદીઃ પાણીની પરેશાની દૂર કરવા મહિલાઓએ PMને પોસ્ટકાર્ડ લખ્યા

અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી નહીં - ઉલ્લેખનીય છે કે, ધોરાજીમાં પીવાના પાણીની સમસ્યા સામે આવતા આ બાબતે રજૂઆત કરવા આવેલી મહિલાઓને પાલિકાના મુખ્ય અધિકારીએ મહિલાઓની માગ અને રજૂઆત સંભાળીને આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે. તેવું આશ્વાસન આપ્યું હતું.

આ પણ વાંચો- આ શહેરમાં પાણી કાઢી નાખશે લોકોનું તેલ, 15 લાખ લોકોને થશે અસર

ઓછા ફોર્સથી આવે છે પાણી - આ બાબતે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર ચારૂ મોરીએ (Dhoraji Nagarpalika Chief Officer Charu Mori) મીડિયાને જણાવ્યું હતું કે, ધોરાજી શહેરના વોર્ડ 9માં ઓછા ફોર્સથી પાણી મળે છે. ત્યારે આ જગ્યા પર વાલ્વ મૂકવાની જરૂરિયાત ઊભી થાય છે. આ બાબતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તાર વિકસિત વિસ્તાર છે. અહીં વસ્તી વધવાના કારણે કનેકશનો વધી રહ્યા છે. આથી પાણી અપૂરતા પ્રમાણમાં મળી રહ્યા હોવાનું જણાવ્યું છે. આ બાબતની રજૂઆત આવતા તંત્ર એક્શનમાં આવ્યું છે.

વાલ્વ ખરીદવાની કામગીરી શરૂ - ચીફ ઓફિસરે વધુમાં (Dhoraji Nagarpalika Chief Officer Charu Mori) જણાવ્યું હતું કે, જરૂરિયાત ઊભી થતા વાલ્વ ખરીદી લેવામાં આવ્યો છે અને કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે અને આગામી બે દિવસમાં આ વાલ્વ ફીટ પણ થઈ જશે અને આગામી દિવસમાં આ સમસ્યાનો (Water problem in Dhoraji of Rajkot) નિકાલ કરીને પૂરતા પાણીનું વિતરણ થવા લાગશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.