ETV Bharat / city

રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે સુરતથી વન્ય પ્રાણીઓ આવશે

author img

By

Published : Jul 31, 2021, 11:57 AM IST

રાજકોટ મહાનગરપાલિકા (RAJKOT CORPORATION)ના પ્રાણી ઉદ્યાન અને સુરતના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઝુલોજીકલ ગાર્ડન વચ્ચે વન્ય પ્રાણીઓના આદાન-પ્રદાન માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી (CENTRAL ZOO AUTHORITY) ન્યુ દિલ્હી દ્વારા મંજુરી મળેલી છે. જેના થકી વન્ય પ્રાણીના આદાન-પ્રદાન થશે.

રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે સુરતથી વન્ય પ્રાણીઓ આવશે
રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે સુરતથી વન્ય પ્રાણીઓ આવશે

  • પ્રાણીઓના આદાન-પ્રદાન માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ન્યુ દિલ્હી દ્વારા મંજુરી
  • વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ
  • ક્વોરેન્ટાઇન સમય પૂર્ણ થતા મુલાકતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે

રાજકોટ: રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનિમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા (RAJKOT CORPORATION) ના પ્રાણી ઉદ્યાન અને સુરતના ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ઝુલોજીકલ ગાર્ડન વચ્ચે વન્ય પ્રાણીઓના આદાન-પ્રદાન માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી (CENTRAL ZOO AUTHORITY) ન્યુ દિલ્હી દ્વારા મંજુરી મળેલી છે. જેના થકી વન્ય પ્રાણીના આદાન-પ્રદાન થશે.

તમામ પ્રાણીઓને બે અઠવાડિયા સુધી ક્વોરેન્ટાઇનમાં રખાશે

જેમાં પ્રથમ તબક્કે રાજકોટ ઝૂ દ્વારા સુરત ઝૂને સફેદ વાઘ જોડી-1, શિયાળ જોડી-1 અને સિલ્વર ફીઝન્ટ જોડી-1 આપવામાં આવેલી છે તેમજ સુરત ઝૂ ખાતેથી જળ બિલાડી જોડી-1 તથા દીપડા જોડી-1 રાજકોટ ઝૂને આપવામાં આવેલી છે. બાકી રહેલા વન્યપ્રાણી-પક્ષીઓનું વિનિમય ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. હાલ આ તમામ પ્રાણીઓને બે અઠવાડિયા સુધી ક્વોરેન્ટાઇનમાં અવલોકન હેઠળ રાખવામાં આવેલી છે. ક્વોરેન્ટાઇન સમય પૂર્ણ થતા મુલાકતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે.

આ પણ વાંચો: જામનગર : વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય રિલાયન્સ દ્વારા નિર્માણ પામશે

મુલાકાતીઓ માટે આકર્ષકનું કેન્દ્ર બની રહેશે

ગુજરાતમાં નર્મદા નદીમાં જોવા મળતી જળ બિલાડી ખુબ જ રમતીયાળ હોય, મુલાકાતીઓ માટે આકર્ષકનું કેન્દ્ર બની રહેશે. હાલ રાજકોટ ઝૂ ખાતે જુદી-જુદી 55 પ્રજાતિના કુલ-450 પ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ હવે રાજકોટ ઝુ ખાતે નવા વન્ય પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. જેને લઈને રાજકોટવાસીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો: વડોદરાનું સયાજીબાગ ઝુ સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.