ETV Bharat / city

દુષ્કર્મના આરોપીને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યો

author img

By

Published : Apr 2, 2021, 6:08 PM IST

Updated : Apr 2, 2021, 10:57 PM IST

રાજકોટ શહેરમાં માસૂમ આઠ વર્ષની દીકરીના દેહને પીંખી નાખનાર આરોપીની યુનિવર્સિટી પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દુષ્કર્મના આરોપીને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યો
દુષ્કર્મના આરોપીને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યો

  • બે સંતાનોનોના પિતાએ બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતું
  • આરોપી ટ્રક ચલાવી ગુજરાન ચલાવે છે
  • યુનિવર્સિટી પોલીસની સરહાનીય કામગીરી

રાજકોટઃ શહેરમાં બે સંતાનોના પિતાએ માસૂમ આઠ વર્ષની દીકરીનો દેહ પીંખી નાખ્યાની ઘટના સામે આવી હતી. જે અંતર્ગત યુનિવર્સિટી પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપી કિશોર કેશવભાઈ તાવડેની ધરપકડ કરી છે. યુનિવર્સિટી પોલીસ દ્વારા IPC કલમ 363, 376 તથા જાતીય ગુનાઓના સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012ની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે સંતાનોનોના પિતાએ બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતું
બે સંતાનોનોના પિતાએ બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતું

આ પણ વાંચોઃ વિસનગરમાં યુવકે લગ્નની લાલચ આપી યુવતીને ગર્ભવતી બનાવી

પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી

સમગ્ર મામલે રાજકોટ શહેરના DCP મનોહરસિંહ જાડેજા દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુંજકા ખાતે એક ફરિયાદીએ પોલીસ સ્ટેશન ખાતે પોતાની પૌત્રીને પાડોશી કિશોર અપહરણ કરી મુંજકા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલા મેદાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાના પરિવાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં પોતાના સકંજામાં લીધો હતો.

દુષ્કર્મના આરોપીને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યો

આ પણ વાંચોઃ 13 માસની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી પોલીસ સકંજામાં

આરોપીને કડક સજા મળે તે અંગે પોલીસ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે

પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. તેમજ કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ આરોપીનો રિપોર્ટ નેગેટીવ આવતા તેની ધરપકડ પણ કરી છે. આરોપીને સખતમાં સખત સજા મળે તે અંગે પોલીસ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે. આરોપી બે સંતાનોનો પિતા તેમજ ટ્રક ચલાવી ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

Last Updated :Apr 2, 2021, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.