ETV Bharat / city

ગોવિંદ પટેલે ઇ-મેમો બાબતે ગૃહપ્રધાનને કરી રજૂઆત, તો ટ્રાફિક ACPએ કહ્યું "પોલીસ વિલન નથી"

author img

By

Published : Jun 26, 2022, 12:55 PM IST

ટ્રાફિક ACPએ કહ્યું "પોલીસ વિલન નથી, ધારાસભ્ય ગોવિંદ પટેલે ઇ-મેમો બાબતે ગૃહપ્રધાનને કરી રજૂઆત
ટ્રાફિક ACPએ કહ્યું "પોલીસ વિલન નથી, ધારાસભ્ય ગોવિંદ પટેલે ઇ-મેમો બાબતે ગૃહપ્રધાનને કરી રજૂઆત

શહેર પોલીસ દ્વારા ઈમેમોને લઈને કડક વલણ અપનાવવામાં આવતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ (BJP MLA Govind Patel) આ મામલે મેદાને આવ્યા છે. અને આ મામલે ગૃહપ્રધાનને રજૂઆત કરી છે. MLAનાં જણાવ્યા મુજબ લોકોને ઈમેમોને કારણે ભારે તકલીફ પડી રહી છે. આ અંગે સરકારમાં રજુઆત કરાઈ છે. અને ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.

રાજકોટ: છેલ્લા એકાદ સપ્તાહથી પોલીસ દ્વારા બાકી ઇ-મેમોની (Recovery Of E Memo In Rajkot)) રીતસર પઠાની ઉઘરાણી કરવામાં આવી રહી છે. જેમાં અગાઉ વાહન ચાલકોને 25 જૂન સુધી બાકી ઇ-મેમો નહીં ભરે તો લોક અદાલતમાં કેસ (Case In Lok Adalat) કરવા ધમકી ભરેલી જાહેર નોટિસ પાઠવવામાં આવી હતી. જો કે વકીલોનાં હસ્તક્ષેપ બાદ માત્ર 6 મહિનાની અંદરનાં જ ઇ-મેમો હાલ ઉઘરાવવામાં આવી રહ્યા છે. ત્યારે ટ્રાફિક ACP મલ્હોત્રાએ (Traffic ACP VR Malhotra) આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, કાયદામાં રહીને જ ઇ-મેમોની વસુલાત થાય છે, સરકારી વાહનો તેમજ ઓટોરીક્ષાને કેટલા મેમો અપાયા તે ખબર નથી!

ટ્રાફિક ACPએ કહ્યું "પોલીસ વિલન નથી, ધારાસભ્ય ગોવિંદ પટેલે ઇ-મેમો બાબતે ગૃહપ્રધાનને કરી રજૂઆત

આ પણ વાંચો: ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા અને ઈ મેમો નહીં ભરનારા સામે શું કહ્યું હાઇકોર્ટે

ટ્રાફિક ACP વી.આર.મલ્હોત્રાએ કહ્યું પોલીસ ‘વિલન’ નથી : ટ્રાફિક ACP વી.આર.મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, પોલીસ ‘વિલન’ નથી, ઈ-મેમોની જે વસૂલાત કરવામાં આવી રહી છે તે કાયદાના દાયરામાં રહીને જ કરવામાં આવી રહી છે. લોકો પાસેથી બળજબરીથી ઇ-મેમોની રકમ વસૂલવામાં આવી રહી નથી !! આવતીકાલે ઈ-મેમોની વસૂલાત માટે લોક અદાલત મળશે જેમાં 63,000 જેટલા કેસ મુકવામાં આવશે. તમામ ઈ-મેમો સીસીટીવી આપે છે પોલીસ નહીં અને પ્રજા પાસેથી પૈસા વસૂલી જ લેવા તેવો પોલીસનો કોઈ જ ઈરાદો નથી. ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ કોઈ વાહન ચાલક એકવાર દંડની ભરપાઈ કરશે તો બીજી વખત તે નિયમોનો ભંગ કરતાં વિચાર કરશે. લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે જ ઈ-મેમો આપવામાં આવી રહ્યા છે. જો કોઈ વાહનચાલકને એમ લાગતું હોય કે તેને ખોટી રીતે ઈ-મેમો આપવામાં આવ્યો છે તો તે કમાન્ડ એન્ડ કંટ્રોલમાં જઈને અરજી કરી શકે છે અને જો તેની અરજી સાચી જણાશે તો ત્યાં જ ઈ-મેમો રદ્દ કરી નાખવામાં આવશે.

રાજકોટમાં કુલ 1.25 લાખ જેટલા ઈ-મેમો જનરેટ થયા : ટ્રાફિક ACP વી.આર.મલ્હોત્રાએ વધુમાં કહ્યું હતું કે, 6 મહિનાની અંદરનાં 1.25 લાખ ઈ-મેમો એવા છે જેની ભરપાઈ થઈ નથી એટલા માટે આ તમામ ઈ-મેમોની વસૂલાત કોર્ટ મારફતે કરવા પ્રિલિટીગેશન નોટિસ ઈશ્યુ કરવામાં આવ્યા બાદ તેના આધારે જ લોક અદાલતમાં વાહનચાલકોને બોલાવ્યા છે. પોલીસ પાસે નિયમોનો ભંગ કરનાર તમામ વાહન ચાલકોના નંબર ઉપલબ્ધ હોવાથી તે તમામને મોબાઈલ પર લોક અદાલતમાં હાજર રહેવાનું જણાવાયું છે. જો કાલે મળનારી લોક અદાલતમાં વાહનચાલક ઈ-મેમો ભરવાનો ઈનકાર કરશે તો તેની સામે કેસ દાખલ કરવા ચીમકી પણ તેમણે આપી હતી. આંકડાઓ આપતા તેમણે કહ્યું હતું કે, 6 મહિનાની અંદર રાજકોટમાં કુલ 1.25 લાખ જેટલા ઈ-મેમો જનરેટ થયા છે અને તે પેટે દસેક કરોડ જેટલી રકમ બાકી છે.

રિક્ષાઓને કોઈ ઈ-મેમો આપવામાં આવ્યા નથી : ટ્રાફિક ACPએ જણાવ્યું હતું કે, જૂના ઈ-મેમોની વસૂલાત ન કરવી તેવો હાઈકોર્ટ દ્વારા કોઈ જ ચુકાદો આપવામાં આવ્યો નથી. જો કે આ મુદ્દે કેસ કરવામાં આવ્યો હતો જે કેસ અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે. જ્યારે પ્રજાને નિયમભંગ બદલ ઈ-મેમો ફટકારવામાં આવતો હોય, ત્યારે સરકારી કર્મીઓ અને વાહનોને ઈ-મેમો અપાયા કે નહીં તે અંગેનો પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે. પત્રકાર પરિષદમાં ટ્રાફિક ACPને સરકારી વાહનો તેમજ ઓટોરીક્ષાને કેટલા મેમો અપાયા તે અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, આ અંગેની વિગત અત્યારે ઉપલબ્ધ નથી. જો કે ચર્ચા એવી પણ છે કે, અત્યાર સુધીમાં સરકારી વાહનો અને રિક્ષાઓને કોઈ ઈ-મેમો આપવામાં આવ્યા નથી.

ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહપ્રધાનને કરી રજૂઆત એઅ: રાજકોટ શહેરનાં સરકીટ હાઉસ ખાતે ઇન્દિરા ગાંધીએ લાગુ કરેલા મીસાનાં કાયદાનાં વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દરમિયાન રાજકોટના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન ગોવિંદ પટેલએ ઇ-મેમો મામલે કાળઝાળ થયા હતા. રાજકોટ અને અમદાવાદ પોલીસ દ્વારા 26 તારીખ સુધીમાં ઇ-મેમો ભરી જવા માટેની વાહન ચાલકોને નોટિસ ઇસ્યુ કરી અને ટેક્સ મેસેજ કર્યા છે. જો ઇ મેમો નહિ ભરવામાં આવે તો લોક અદાલતમાં હાજર રહેવા અને કેસ કરવા સુધીની ધમકીઓ વાહન ચાલકોને આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: 10 મહિના અગાઉ ચોરી થયેલી બાઇકનો ઈ-મેમો માલિકને મળ્યો, ચોર હજુ પણ ફરાર

ઇ-મેમોને કારણે લોકોને હેરાન થવું પડી રહ્યું છે : આ મામલે ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, ઇ-મેમોને કારણે લોકોને હેરાન થવું પડી રહ્યું છે. આ મામલે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. લોકો ઇમેમો મુદ્દે પિસાઈ રહ્યા છે. આ માટે ઇમેમો બંધ કરવા ગૃહપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે જેટલી ઝડપ થઈ શકે તેટલી ઝડપથી ઇ-મેમો તેમજ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરીશું. આવી ખાતરી ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા આપવામાં આવી છે. જો કે ચૂંટણીઓ નજીક હોય તેમના આ નિવેદનને ચૂંટણી લક્ષી માનવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.