ETV Bharat / city

રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલની સારવારે મને ઘર ભુલાવી દીધુ હતુ’’ :75 વર્ષીય વૃદ્ધા

author img

By

Published : Apr 26, 2021, 1:16 PM IST

corona
રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલની સારવારે મને ઘર ભુલાવી દીધુ હતુ’’ 75 વર્ષીય વૃદ્ધા

કોરોના કાળમાં મોટે ભાગે લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જઈ રહ્યા છે. કેટલીક વાર સરકારી હોસ્પિટલની અવ્યવસ્થા બહાર આવે છે તો કેટલાક દર્દીઓ આ હોસ્પિટલોના વખાણ કરતા નથી થાકતા. રાજકોટના 75 વર્ષીય ચંપા બહેનને કોરોનો દરમિયાન જે સિવિલ હોસ્પિટલમાં સારવાર મળી તેમના તેમણે ખૂબ જ વખાણ કર્યા હતા.

  • રાજકોટમાં 75 વર્ષીય વૃદ્ધે હરાવ્યો કોરોનાને
  • રાજકોટ સિવિલ હોસ્પિટલના વૃદ્ધાએ કર્યા વખાણ
  • પ્રાઈવેટ હોસ્પિટલને શરમાવે તેવી સિવિલમાં સારવાર મળે છે

રાજકોટ: કોરોના મહામારીની બીજી લહેરમાં સમગ્ર ગુજરાતની સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ સંક્રમણ વધ્યુ છે. કોરોનાના આ કપરા કાળમાં લોકોની માનસિક સ્થિતિમાં પણ થોડો બદલાવ આવ્યો છે. કોરોનાની આવી વિપરિત પરિસ્થિતિમાં રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલમાંથી 10 દિવસની સઘન સારવાર બાદ કોરોના મૂક્ત બની સ્વગૃહે પરત ફરેલા મોરબીના 75 વર્ષીય ચંપાબાના શબ્દો સરકારી હોસ્પિટલો અને તેમાં અપાતી સારવાર બાબતે નકારાત્મકતા દાખવતા લોકોને તેમની નકારાત્મકતા બદલવા મજબુર કરે તેવા છે.

વૃદ્ધાનું ઓક્સિજન લેવલ ઘટતા સિવિલમાં દાખલ કરાયા

મોરબી ખાતે તેમના દિકરા સાથે રહેતા ચંપાબેન વાઘેલાને કોરોના થતાં તેમનું ઓકસીઝન ઘટવા લાગ્યું હતુ. કોરોનાના કારણે વિકટ બનેલી ચંપાબાની સ્થિતિને ધ્યાને લઇ તેમને રાજકોટ ખાતે લાવવામાં આવ્યા. રાજકોટ રહેતા તેમના જમાઇ નારણભાઈ પરમારે તેમને તા. 9મી એપ્રિલે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા. સિવિલ હોસ્પિટલના ડોકટરોની બે દિવસની સતત જહેમત બાદ તેમનું ઓકસીજન લેવલ સ્થિર થતાં તેમને કેન્સર કોવિડ હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા.

આ પણ વાંચો : રાજકોટમાં દર્દીઓ રિક્ષામાં ઓક્સિજન બાટલા સાથે સિવિલ હોસ્પિટલ બહાર જોવા મળ્યા, એમ્બ્યુલન્સની લાગી લાંબી કતારો


ચંપાબા 10 દિવસ કેન્સર કોવીડ હોસ્પિટલમાં રહ્યા

કેન્સર કોવીડ હોસ્પિટલના તબીબો અને આરોગ્યકર્મીઓએ સેવાભાવના સાથે ચંપાબાની કરેલી સારવારને યાદ કરતાં તેમના જમાઈ નારણભાઇ પરમાર સગૌરવ જણાવે છે કે, ખાનગી હોસ્પિટલોમાં ન મળે તેવી સારવાર મારા સાસુમાને મળી છે. ચંપાબા 10 દિવસ કેન્સર કોવિડ હોસ્પિટલમાં રહયાં તે દરમિયાન ત્યાંના સ્ટાફના લોકો મને દરરોજ તેમની સાથે વિડીયો કોલથી કે મોબાઈલ ફોન દ્વારા વાત કરાવતાં હતા. અમે જ્યારે તેમને સિવિલમાં દાખલ કર્યા ત્યારે તેમની તબિયત બહુ જ સીરીયસ હતી. તેઓ બચે તેમ જ નહોતા. તેમની આવી પરિસ્થિતિ જોઈને સીવીલના ડોકટરોએ તુરત જ તેમને ઓકસીજન ઉપર લીધા હતા અને બે દિવસમાં તેમનું ઓક્સિજન લેવલ સારૂં થતાં તેમને કેન્સર કોવિડ હોસ્પિટલમાં શિફટ કર્યા હતા.

પ્રાઈવેટ હોસ્પિટલોને શરમાવે તેવી સગવડ સિવિલમાં મળી

નારણભાઈ જણાવે છે કે, મારા સાસુમા કેન્સર કોવિડ હોસ્પિટલમાંથી પરત ઘરે આવ્યા પછી હોસ્પિટલના લોકો અને તેમના દ્વારા અપાતી સારવારના સાચા અર્થમાં વખાણ કરતાં મને કહેતા હતા કે, ‘‘કેન્સર કોવીડ હોસ્પિટલમાં ડોકટર - આરોગ્ય કર્મીઓએ કરેલી કાળજી પૂર્વકની સારવારે મને ઘર જ ભૂલાવી દિધુ હતુ.’’ ચંપાબાની આ વાત સાથે સહમત થતાં તેમના જમાઈ નારણભાઈ વધુમાં કહે છે કે, સિવિલમાં અને કેન્સર હોસ્પિટલમાં મારી બાને એટલી સારી સારવાર મળી કે તેઓ ઝડપથી સાજા થઈ ગયા. પ્રાઈવેટ હોસ્પિટલોને શરમાવે તેવી સગવડ તેમને મળી છે. આ હોસ્પિટલોમાં જેટલી સગવડ અને સેવા - સારવાર થાય છે, તેટલી પ્રાઈવેટ હોસ્પિટલોમાં પૈસા આપતા પણ નથી મળતી. તેમણે તેમણે હોસ્પિટલના તમામ ડોકટરો અને નર્સ - સ્ટાફ પ્રત્યે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.