ETV Bharat / city

રાજકોટમાંથી કાર ચોરી કરનારા આરોપી ઝડપાતા રાજસ્થાનના 2 પોલીસકર્મીની હત્યાનો ભેદ ઉકેલાયો

author img

By

Published : Aug 3, 2021, 4:19 PM IST

રાજકોટમાંથી કાર ચોરી કરનારા આરોપી ઝડપાતા રાજસ્થાનના 2 પોલીસકર્મીની હત્યાનો ભેદ ઉકેલાયો
રાજકોટમાંથી કાર ચોરી કરનારા આરોપી ઝડપાતા રાજસ્થાનના 2 પોલીસકર્મીની હત્યાનો ભેદ ઉકેલાયો

રાજકોટ ક્રાઈમબ્રાન્ચે (Rajkot Crime Branch) વધુ એક સફળતા મેળવી છે. કારણ કે, ક્રાઈમબ્રાન્ચે રાજસ્થાનમાં 2 પોલીસકર્મીઓની હત્યાનો પણ ભેદ ઉકેલ્યો છે. તાજેતરમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ અને રાજ્યમાંથી સ્કોર્પિયો સહિતના વાહનોની ચોરી થતી હતી. આ સાથે જ આ વાહનો ડ્રગ માફિયાઓને સસ્તામાં વેંચતી રાજસ્થાનની ગેંગનો પર્દાફાશ થયો છે.

  • રાજકોટ ક્રાઈમબ્રાન્ચે (Rajkot Crime Branch) વધુ એક સફળતા મેળવી
  • ક્રાઈમબ્રાન્ચે (Crime Branch) મોટા પાયે ચોરી થનારા વાહનોની ચોરીનો કર્યો પર્દાફાશ
  • રાજસ્થાનમાં 2 પોલીસકર્મીઓની હત્યાનો પણ ભેદ ઉકેલાયો

રાજકોટઃ રાજકોટ ક્રાઈમબ્રાન્ચને (Rajkot Crime Branch) વધુ એક સફળતા મળી છે. જેમાં રાજસ્થાનમાં થયેલી બે પોલીસ કર્મીઓના હત્યાનો ભેદ ઉકેલાયો છે. તાજેતરમાં જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્કોર્પિયો (Scorpio) સહિતના વાહનો ઉઠાવી જઈ ડ્રગ્સ માફિયા (Drugs Mafia)ઓને તે વાહન સસ્તામાં વેચતી રાજસ્થાની ગેંગ (Rajasthani Gang)નો પોલીસે પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચો- કંડક્ટર સુતો રહ્યો અને બસ સ્ટેન્ડમાંથી થઇ આ વસ્તુઓની ચોરી

પોલીસે 4 આરોપીની કરી ધરપકડ, 7.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબજે

આ મામલે પોલીસે 4 શખ્સને ઝડપી લઈ 2 કાર સહિત કુલ રૂ. 7.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. જ્યારે રાજસ્થાની ગેંગે 18 જેટલી ચોરીની કબૂલાત કરી છે. તો આ ગેંગની પૂછપરછ દરમિયાન રાજકોટમાંથી ચોરાયેલી કારનો ઉપયોગ રાજસ્થાનમાં 2 પોલીસકર્મીઓની હત્યા પણ થયો હોવાનો ખુલાસો થયો છે.

ક્રાઈમબ્રાન્ચે મોટા પાયે ચોરી થનારા વાહનોની ચોરીનો કર્યો પર્દાફાશ
ક્રાઈમબ્રાન્ચે મોટા પાયે ચોરી થનારા વાહનોની ચોરીનો કર્યો પર્દાફાશ


2 પોલીસકર્મીની હત્યાનો પણ ભેદ ઉકેલાયો

રાજસ્થાની વાહન ચોરી કરનારી ગેંગે રાજકોટમાં 5 મહિના અગાઉ 2 સ્કોર્પિયો કારની ચોરી કરી હતી. મોરબી રોડ પરથી ચોરી કરેલી સ્કોર્પિયો રાજસ્થાનના ડ્રગ્સ માફિયાઓને (Drugs Mafia) વેચી દીધી હતી. આ સ્કોર્પિયો લઈને 10 તારીખે ડ્રગ્સ માફિયાઓ અફીણના ડોડવાનો મોટો જથ્થો લઈને નીકળ્યા હતા અને ભીલવાડા જિલ્લાના કોટડી પોલીસ સ્ટેશન (Kotadi Police Station)ની હદમાં પહોંચ્યા હતા. તે સમયે કોન્સ્ટેબલ ઓમકારજીએ સ્કોર્પિયો (Scorpio) અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તો સ્કોર્પિયોમાં બેઠેલા આરોપીઓએ કોન્સ્ટેબલ ઓમકારજી પર ફાયરિંગ કરી તેની હત્યા કરી હતી.

આ પણ વાંચો- Murder in Rajkot: રાજકોટમાં પિતા-પૂત્ર વચ્ચે ઝઘડો થતા પૂત્રએ પિતાની હત્યા કરી

ડ્રગ્સ માફિયાઓએ લીરડિયા ખેડા ખાતે પણ ફાયરિંગ કર્યું હતું

આ ઘટનાના થોડા દિવસ બાદ રાજસ્થાન પોલીસે (Rajasthan Police) ભીલવાડાના રાયલા પોલીસ સ્ટેશન (Rayala Police Station) વિસ્તારમાં ઉપરોક્ત સ્કોર્પિયોનો પીછો કરતાં ડ્રગ્સ માફિયાઓએ લીરડિયા ખેડા ખાતે ફાયરિંગ કરી પીછો કરી રહેલા કોન્સ્ટેબલ પવન કુમારના માથામાં ગોળી મારી હત્યા કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળતા રાજસ્થાની ગેંગ ઝડપાઈ

કાર ચોરતી રાજસ્થાની ગેંગ વધુ એક શિકાર માટે આવી હોવાની ચોક્કસ માહિતી મળતાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની (Rajkot Crime Branch) ટીમ ફરી એલર્ટ થઈ હતી. તેમ જ આ ગેંગના 4 શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે રાજસ્થાનના આંબાકા ગામના ઓમપ્રકાશ ખંગારામ સુર્જનરામ ખીલેરી, નમલી પટલા ગામના અર્જુન ઉર્ફે અર્જુનરામ ઉર્ફે અનિલ રઘુનાથારામ ખીલેરી, પૂરગામના ઓમપ્રકાશ ઉર્ફે પ્રકાશ ભગવાનરામ વગદારામ અને પાલડી ગામના પીરારામ લાડુરામને ઝડપી પાડ્યા છે. તેમ જ આરોપી પાસેથી 2 સ્વિફ્ટ કાર, કાર સ્કેનર, GPS ઈન્સ્ટ્રુમેન્ટ, 4 મોબાઈલ, 2 ડિસમિસ અને 4 અલગ અલગ નંબરપ્લેટ કબજે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.