ETV Bharat / city

રાજકોટના જસદણ-ખાનપર રોડ પર હત્યા કરેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

author img

By

Published : Aug 11, 2020, 7:50 PM IST

રાજકોટ શહેરના જસદણ ખાનપર રોડ પર હત્યા કરેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જસદણ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના જસદણ-ખાનપર રોડ પર હત્યા કરેલ યુવકનો મૃતદેહ મળ્યો
રાજકોટના જસદણ-ખાનપર રોડ પર હત્યા કરેલ યુવકનો મૃતદેહ મળ્યો

રાજકોટઃ શહેરના જસદણ-ખાનપર રોડ પર સ્વામીનારાયણ મંદિર પાસે બાબરા તાલુકાના ખાનપર ગામનાં રહેવાસી અને ગામમાં પાનની દુકાન ધરાવતા હરેશભાઇ સોમાભાઇ કિહલા ઉર્ફે ગભલોની હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી.

રાજકોટના જસદણ-ખાનપર રોડ પર હત્યા થયેલ યુવકનો મૃતદેહ મળ્યો
રાજકોટના જસદણ-ખાનપર રોડ પર હત્યા થયેલ યુવકનો મૃતદેહ મળ્યો

જસદણ પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ કરતા મૃતક યુવાન ખાનપરનો હરેશ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે હરેશની અન્ય જગ્યાએ હત્યા કરી મૃતદેહને અહીં ફેંકી દીધો હોવાનું બહાર આવ્યું છે. મૃતકના ચપ્પલ, બીડી અને મોબાઇલ પણ ઘટના સ્થળેથી મળી આવ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ હરેશ દારૂ પીવાનો આદી હતો અને સોમવાર રાત્રે પણ તે દારૂ અને નોન-વેજની પાર્ટીમાં ગયો હતો અને ત્યાં કોઇ કારણોસર પાર્ટીમાં સામેલ બીજા લોકો સાથે બોલાચાલી પણ થઇ હતી. જો કે આ ઘટના બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો છે. આ બનાવની જાણ પોલીસને થતા ગોડલ DYSP, FSL જસદણ PI, PSI, સહીતના ઉચ્ચ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.