ETV Bharat / city

સર્વે: વેકસીનોફોબિયા (વેકસીનનો ભય) અને ઝયૂસોફોબિયા (ભગવાનનો ભય) એકબીજા સાથે જોડાયેલા છે

author img

By

Published : Jul 19, 2021, 11:02 PM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો વેક્સિનેશન જાગૃતિમાં ગામડે ગામડે લોકોને મળ્યા ત્યારે ગામડાના 80.10 ટકા લોકોમાં વેકસીનોફોબિયા જોવા મળ્યો, જયારે શહેરના 36 ટકા લોકોમાં વેકસીનોફોબિયા જોવા મળ્યો. ટોટલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 2700થી વઘુ લોકોમાં છેલ્લા 3 મહિનાના ઓબ્ઝર્વેશનને આધારે આ પરિણામ જોવા મળ્યું છે.

સર્વે: વેકસીનોફોબિયા (વેકસીનનો ભય) અને ઝયૂસોફોબિયા (ભગવાનનો ભય) એકબીજા સાથે જોડાયેલા છે
સર્વે: વેકસીનોફોબિયા (વેકસીનનો ભય) અને ઝયૂસોફોબિયા (ભગવાનનો ભય) એકબીજા સાથે જોડાયેલા છે

કોરોનાથી બચવા માટેનું બ્રાહ્મસ્ત્ર એટલે વેક્સિન

હજુ પણ વેક્સિન વિશે ઘણા લોકોમાં ખોટો ભય અને ચિંતા રહેલી છે

ગામડાના વિસ્તારમાં 81.10 ટકા લોકોમાં વેકસીનોફોબિયા જોવા મળ્યો

રાજકોટ: કોરોના(corona)થી બચવા માટેનું બ્રહ્મસ્ત્ર એટલે વેક્સિન(vaccine), પરંતુ હજુ વેક્સિન વિશે ઘણા લોકોમાં ખોટો ભય અને ચિંતા રહેલી જોવા મળે છે. ખાસ કરીને જ્યારે મનોવિજ્ઞાન ભવનની ટિમ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને કાઉન્સેલિંગ (counciling)કરતી અને વેક્સિન લેવા માટે સમજાવતી ત્યારે મોટાભાગના લોકોએ ભગવાનની માનતા, શ્રીફળ, લાપસી આગળ ધર્યા હતા. જેના પરથી એ લોકોએ કહ્યું કે, હવે જો અમે વેક્સિન લઈએ તો ભગવાન કોપાયમાન થાય અને કંઈક ગુસ્સો કરી બેસે તો કંઈક અપશુકન થશે.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 2700થી વધુ લોકોમાં વેકસીનોફોબિયા જોવા મળ્યો

વેક્સિનના(vaccine) ભયના લક્ષણો અને ભગવાનના ભયના લક્ષણોને મનોવિજ્ઞાનની ભાષામાં વેકસીનોફોબિયા (vaccinophobia) અને ઝયૂસોફોબિયા (zeusophobia) તરીકે ઓળખવામાં આવે છે. જેનું વિશ્લેષણ ડો.ધારા આર.દોશી અને ડો.યોગેશ એ. જોગસણ દ્વારા કરવામાં આવ્યું. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો વેક્સિનેશન (vaccination)જાગૃતિમાં ગામડે-ગામડે લોકોને મળ્યા ત્યારે ગામડાના 80.10 ટકા લોકોમાં વેકસીનોફોબિયા જોવા મળ્યો, જયારે શહેરના 36 ટકા લોકોમાં વેકસીનોફોબિયા જોવા મળ્યો. ટોટલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 2700થી વઘુ લોકોમાં લાસ્ટ 3 મહિનાના ઓબ્ઝર્વેશનના આધારે આ પરિણામ જોવા મળ્યું છે.

શુ છે વેકસીનોફોબિયા?

વેક્સિનોફોબિયા((vaccinophobia) એ રસીનો અતાર્કિક ભય છે. આ સ્થિતિથી પીડિત કોઈ વ્યક્તિ ફક્ત રસીના વિચારથી ખૂબ જ ચિંતા અને અસ્વસ્થતાનો અનુભવ કરે છે. તેમની અસ્વસ્થતા એટલી તીવ્ર હોઈ શકે છે કે, તે તેના પરિણામે તેને ચિંતા, ડિપ્રેશન અને તણાવનો હુમલો આવી શકે છે. હાલના સમયમાં કોરોના વેકસિન વિશે આ જ પ્રકારની અતાર્કિક બીક અને તણાવ ઘણા વ્યક્તિઓમાં જોવા મળે છે. વેક્સિનના ફાયદા વિશે સમજાવવા છતાં ભયથી પીડિત વ્યક્તિ ખોટા તણાવ ઉતપન્ન કરી નાખે છે. વેક્સિન નામથી જ ખૂબ ઘબરાઈ જાય છે અને પોતે તો વેક્સિન (vaccine)નથી લેતા પણ અન્યને પણ લેવાની ના પાડે છે.

લક્ષણો

1- રસીનો વિચાર કરતી વખતે ચિંતા
2- ચિંતાનો સામનો કરવામાં અસમર્થ
3- સ્નાયુઓમાં તણાવ, ધ્રુજારી અને શરીરે પરસેવો થવો
4- ગભરામણ
5- રસીની આડ અસરો વિશે અફવાઓ ફેલાવવી જેમ કે હાલના સમયમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં અને ઘણા શહેરી વિસ્તારોમાં કોરોનાવેક્સિનની અફવાઓએ જોર પકડ્યું છે કે, વેક્સિનથી મૃત્યુ થાય, વેક્સિન લેવાથી સ્ત્રીઓને ગર્ભ ન રહે, વેક્સિનથી લાંબા ગાળે શરીરને ઘણું નુકસાન થાય આવી ભ્રામક માન્યતાઓથી ઘેરાયેલ હોય છે.
6- ગ્રામ્ય વિસ્તારના 45 ટકા લોકોમાંં અને શહેરી વિસ્તારના 27 ટકા લોકોમાં આ ઝયૂસોફોબિયા જોવા મળ્યો છે.

શુ છે ઝ્યુસોફોબિયા?

ઝ્યુસોફોબિયાથી (zeusophobia)પીડિત વ્યક્તિ ભગવાન અથવા દેવતાઓથી ખૂબ ભય અનુભવે છે. ભગવાનનો ક્રોધ અત્યંત ભયાનક છે એવું માને છે અને ભગવાનની સજાથી ડરતો હોય છે અને જો ભગવાનનું ન માનીએ તો મરતી વખતે નરકમાં જાય છે એવી માન્યતા રાખે છે. આ ભયથી પીડાતી વ્યક્તિ ભગવાનથી ભય અનુભવે છે અને બધા જ કામમાં ભગવાનનું નામ આગળ ધરી ભય ઓછો કરવા પ્રયત્ન કરે છે.

ઝ્યુસોફોબિયાના લક્ષણો

1- ભગવાનનો તીવ્ર ડર
2- ભગવાનનો વિચાર કરતી વખતે ચિંતા
3- નાલાયકતાની લાગણી
4- ખૂબ જ દયાળુ
5- દોષી અને શરમજનક
6- કઈક ભગવાનનું કામ નહીં થાય તો ગુસ્સે થશે એવો ભય

વેકસીનોફોબિયા અને ઝ્યુસોફોબિયા આ સમયે એકબીજા સાથે જોડાયેલા છે

ગામડાઓમાં આ બન્ને ભય એકબીજા સાથે જોડાયેલો છે. ત્યાં લોકોને એ ભય છે કે, માનતા લીધી હોય અને પછી વેક્સિન(vaccine) લઈએ તો હવે ભગવાનનો પ્રકોપ સહન કરવો પડે, બધું ભગવાન ભરોસે હોય એટલે વેક્સિન લેવાનો કોઈ અર્થ નથી. ભગવાન પર ભરોસો રાખવાનો દુનિયા તેનાથી જ ચાલે છે. આમ વેક્સિનનો ભય કુદરતના ભય સાથે ક્યાંક ને ક્યાંક જોડાઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.