ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની જાતીય સતામણી મામલો, 2 પ્રોફેસર 1 કલાર્કને છૂટા કરાયા

author img

By

Published : Jul 22, 2020, 3:23 PM IST

બહુચર્ચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીની જાતીય સતામણી મામલે આજે 2 પ્રોફેસર તેમજ 1 કલાર્ક સહિત 3 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Student sexual harassment case in Saurashtra University
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની જાતીય સતામણી મામલો

રાજકોટઃ બહુચર્ચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીની જાતીય સતામણી મામલે આજે 2 પ્રોફેસર તેમજ 1 કલાર્ક સહિત 3 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની દ્વારા કુલપતિને ઈ-મેલ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં તેને પ્રોફેસર દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને લઇને યુનિવર્સિટી દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા હતા. ત્યારબાદ આજે આ મામલે 2 પ્રોફેસર તેમજ 1 કલાર્કને તાત્કાલિક ધોરણથી છૂટા કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Student sexual harassment case in Saurashtra University
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની જાતીય સતામણી મામલો

ઉપલેટાની એક M.P.Edની વિદ્યાર્થિનીએ પ્રોફેસર વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ સામે જાતીય સતામણી અંગેની અરજી કરી હતી. આ અરજીને ધ્યાને રાખીને કુલપતિ દ્વારા બંને પ્રોફેસર અને એક પ્લેસમેન્ટ ક્લાર્ક પૃથ્વીરાજસિંહ રાણાને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે. આ ત્રણેય શારીરિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હતા.

હાલ આ મામલે કુલપતિ દ્વારા જણાવાયું હતું કે, ફરિયાદના આધારે કરાર આધારિત 2 પ્રોફેસર અને ક્લાર્કને તપાસ દરમિયાન નિશ્ચિત નિર્ણય ન કરી શકીએ ત્યાં સુધી યુનિવર્સિટીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.