ETV Bharat / city

Saurashtra University માટી કૌભાંડ: રજિસ્ટ્રાર જતીન સોનીએ આપ્યું રાજીનામું

author img

By

Published : Jul 27, 2021, 12:29 PM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ( Saurashtra University ) માટી કૌભાંડ મામલે મુખ્ય જવાબદાર મનાયેલા રજિસ્ટ્રાર જતીન સોની દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. જો કે રજિસ્ટ્રાર જતીન સોની ( Registrar Jatin Soni Resignation ) દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપવામાં આવતા મામલો વધુ ગરમાયો છે.

Saurashtra University માટી કૌભાંડ: રજિસ્ટ્રાર જતીન સોનીએ આપ્યું રાજીનામું
Saurashtra University માટી કૌભાંડ: રજિસ્ટ્રાર જતીન સોનીએ આપ્યું રાજીનામું

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટી કૌભાંડમાં નવો વળાંક
  • જવાબદાર રજિસ્ટ્રાર જતીન સોનીએ આપ્યું રાજીનામું
  • કૌભાંડ મામલે આજે યોજાવાની છે બેઠક

    રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ( Saurashtra University ) બહુચર્ચિત માટી કૌભાંડ મામલે આજે મહત્વની બેઠક યોજવાની છે. જે બેઠક મળે તે પહેલાં જ આ કૌભાંડના મુખ્ય જવાબદાર એવા રજિસ્ટ્રાર જતીન સોની દ્વારા હજુ તપાસ સમિતિનો રિપોર્ટ આવે તે અગાઉ જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે રજિસ્ટ્રાર જતીન સોની ( Registrar Jatin Soni Resignation ) દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપવામાં આવતા મામલો વધુ ગરમાયો છે. જ્યારે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પણ રજિસ્ટ્રારનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. જેને લઈને હવે આ મામલે ફરી ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

    કુલપતિ દ્વારા સમગ્ર મામલે તપાસ સમિતિની કરવામાં આવી રચના

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ( Saurashtra University ) સ્પોર્ટ્સ સંકુલમાં સામે આવેલા માટી કૌભાંડને લઈને યુનિવર્સિટીના કુલપતિ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માટી કામમાં આચરવામાં આવેલી ગેરરીતિને લઇને પાંચ સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે. આ સભ્યોની ટીમ તમામ બાબતોની ચકાસણી કરી રહી છે અને તપાસ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ મામલે રિપોર્ટ આપવાની છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ કૌભાંડમાં જે પણ લોકોનો સમાવેશ થતો હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ રિપોર્ટ આવે તે પહેલાં જ રજિસ્ટ્રાર ( Registrar Jatin Soni Resignation ) દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે.

    ઓડિટ વિભાગ દ્વારા સમગ્ર કૌભાંડનો કરાયો હતો પર્દાફાશ

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલમા સુંદરતા વધારવા માટે અહીં માટીનું કામ કરવામાં આવ્યું હતું, જ્યારે એક ટ્રેક્ટર માટી નાખવાના રૂ. 200નું ચૂકવણું કરવામાં આવ્યું હતું. આમ કુલ 900 કરતાં વધુ ટ્રેક્ટરના ફેરા થયાં હતાં. આમ, ટ્રેક્ટરના ફેરા સહિતના કુલ કામના અંદાજિત રૂ.7 લાખથી વધુનું બોગસ બિલ મંજૂર કરાવવા માટે મૂકવામાં આવ્યું હતું. જેને ઓડિટ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. ત્યારબાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ કામમાં જે ટ્રેક્ટરનો ઉપયોગ થયો છે તે, ટ્રેક્ટરના નંબર પણ બિલમાં ખોટા લખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ( Saurashtra University ) ફરી એકવાર વિવાદોમાં સપડાઈ હતી.


    આ પણ વાંચોઃ યુનિવર્સિટી માટી કૌભાંડ અંગે રજિસ્ટ્રારએ કહ્યું, 'મારુ કામ માટીના ફેરા ગણવાનું નથી'

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટી કૌભાંડ: તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.