RMC Non BU Building Ceiling Drive : 8 હોસ્પિટલોને સીલ કરી, 350 હોસ્પિટલોને 2 માસ પહેલાં નોટિસ આપી હતી

author img

By

Published : Dec 22, 2021, 8:46 PM IST

RMC Non BU Building Ceiling Drive : 8 હોસ્પિટલોને સીલ કરી, 350 હોસ્પિટલોને 2 માસ પહેલાં નોટિસ આપી હતી

રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ (RMC Town Planning Department) વિભાગ દ્વારા આજે શહેરની હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 8 હોસ્પિટલ પાસે BU સર્ટિ ન હોવાના કારણે સીલ (RMC Non BU Building Ceiling Drive) કરવામાં આવી હતી.

રાજકોટઃ કોર્પોરેશન (RMC Town Planning Department) દ્વારા 8 જેટલી ખાનગી હોસ્પિટલોને સીલ કરવામાં આવતા શહેરભરની અન્ય ખાનગી હોસ્પિટલો અને બિલ્ડીંગ એસોસિએશનમાં ગભરાટ ફેલાયો હતો. રાજકોટ મનપા દ્વારા પ્રથમ વખત આ પ્રકારની બીયુ સર્ટિફિકેટ ન ધરાવતી 8 જેટલી હોસ્પિટલોને સીલ (RMC Non BU Building Ceiling Drive) કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મહાનગરપાલિકા ફાયર NOC અને BU પરમિશન ન ધરાવતી હોસ્પિટલ સામે 17 જૂન પછી કરી શકશે કાર્યવાહીઃ ગુજરાત હાઈકોર્ટ

અલગઅલગ વિસ્તારોની હોસ્પિટલો સીલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે શહેરની અલગ અલગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન 8 જેટલી હોસ્પિટલો પાસે બીયુ સર્ટિફિકેટ (RMC Non BU Building Ceiling Drive) નહોતું. કોર્પોરેશન સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે શહેરની તમામ 350 જેટલી હોસ્પિટલોને 2 માસ અગાઉ જ બીયુ સર્ટિફિકેટ મામલે નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે બીજી હોસ્પિટલો દ્વારા નોટિસ બાદ સર્ટિફિકેટ લઈ લેવામાં આવ્યું હતું. પરંતુ આ 8 હોસ્પિટલ દ્વારા સર્ટિફિકેટ લેવામાં આવ્યું નહોતું. જેના કારણે કોર્પોરેશન (RMC Town Planning Department) દ્વારા તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

સીલિંગ કાર્યવાહી મામલે રાજકોટ મેયરે મહાતિી આપી

આ પણ વાંચોઃ AMC Non BU Building Ceiling Drive : 128 યુનિટને કોર્પોરેશને સીલ કર્યાં, 3 ઝોનમાં બિનઅધિકૃત બાંધકામ તોડાયા

હાઇકોર્ટના આદેશ મુજબ કરાઈ કાર્યવાહી: મેયર

રાજકોટમાં 8 હોસ્પિટલ સીલ (RMC Non BU Building Ceiling Drive) કરવામાં આવી છે. ત્યારે આ મામલે રાજકોટમાં મેયર ડો. પ્રદીપ ડવે (Rajkot Mayor Pradeep Dav) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાઇકોર્ટમાં સેફટી મામલે સખ્ત આદેશ કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે આજે રાજકોટ મનપા દ્વારા દર્દીઓને સમસ્યા ન થાય તે માટે વહેલી સવારથી જ જે પણ હોસ્પિટલો પાસે બીયુ સર્ટિફિકેટ નથી તે તમામ હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. લોકોની સેફટી માટે હાઇકોર્ટનો આદેશ છે તે મુજબ કોર્પોરેશન દ્વારા (RMC Town Planning Department) કાર્યવાહી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.