AMC Non BU Building Ceiling Drive : 128 યુનિટને કોર્પોરેશને સીલ કર્યાં, 3 ઝોનમાં બિનઅધિકૃત બાંધકામ તોડાયા

author img

By

Published : Dec 16, 2021, 2:30 PM IST

AMC Non BU Building Ceiling Drive : 128 યુનિટને કોર્પોરેશને સીલ કર્યાં, 3 ઝોનમાં બિનઅધિકૃત બાંધકામ તોડાયા

કોર્પોરેશન દ્વારા બીયુ નહીં ધરાવતી હાઈરાઈઝ બિલ્ડીંગો પર કોર્પેારેશનના એસ્ટેટ વિભાગ (AMC Estate Department) દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં છેલ્લા બે દિવસમાં બીયુ નહીં ધરાવતા વિવિધ ઝોનની 6 સ્કિમ પર 128 કોમર્શિયલ, રેસીડેન્સ યુનિટને સીલ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત બિનઅધિકૃત રીતે કરાયેલા 10,595 ચોરસ ફૂટના બાંધકામ તોડી (AMC Non BU Building Ceiling Drive) પાડવામાં આવ્યા હતાં.

  • કોર્પોરેશન વિસ્તારમાં 6 સ્કિમના એકમો કરાયા સીલ
  • બિલ્ડિંગ યુઝ પરમિશન વિના ઉપયોગ કરાતા હતા એકમો
  • આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી એસ્ટેટ વિભાગ દ્વારા ચાલુ રખાશે

અમદાવાદઃ કોર્પોરેશનની (AMC Estate Department) આ કામગીરી શહેરભરમાં આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. હાઈકોર્ટે બિલ્ડિીંગ યુઝ પરમિશન વિનાના (AMC Non BU Building Ceiling Drive) બાંધકામોની ચકાસણી કરવા માટે આદેશ કર્યો હતો. જેના પગલે કોર્પોરેશન દ્વારા સાતેય ઝોનમાં હાઈરાઈઝ બિલ્ડીંગોમાં બિલ્ડીંગ યુઝ પરમિશનની ચકાસણી ઝોન વાઈઝ શરૂ કરવામાં આવી છે. જેથી કોમર્શિયલ અને રેસીડેન્સ એકમોનો બીયુ પરમિશન મેળ‌વ્યા વિના તેનો વપરાશ થતો હોવાથી આ યુનિટો સીલ કરવામાં આવ્યા છે. ખાસ કરીને બીયુ વિના જ આ એકમો વેચાય નહીં તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

BUના નિયમો અનુસરાતા ન હોવાથી એકમો સીલ કરાયા

એસ્ટેટ, ટીડીઓ વિભાગના સુત્રોએ (AMC Estate Department) વધુમાં કહ્યું કે, નિયમ પ્રમાણે બિલ્ડીંગની આગળના ભાગે જગ્યા છોડવામાં આવતી નથી. ગેરકાયદેસર વધારાનું બાંધકામ તેમ જ બિલ્ડરો બાંધકામના કેટલાક નિયમોને અનુસરતા નથી જેથી આ કાર્યવાહી કરવામાં આવી છે. આગાળ 8થી 10 દિવસ દરમિયાન આ કામગrરી ચાલુ રહેશે. આ ઉપરાંત એસ્ટેટ ટીડીઓ ડીપાર્ટમેન્ટ દ્વારા ગેરકાયદે બાંધેલા બાંધકામ (AMC Non BU Building Ceiling Drive) પણ ફરિયાદ મળતા વિવિધ ઝોનમાં તોડી પાડવામાં આવ્યા છે.

6 સ્કિમ પર 128 કોમર્શિયલ, રેસીડેન્સ યુનિટને સીલ કરવામાં આવ્યા
6 સ્કિમ પર 128 કોમર્શિયલ, રેસીડેન્સ યુનિટને સીલ કરવામાં આવ્યા

સૌથી વધુ દક્ષિણ ઝોનના એકમો થયા સીલ

બીયુ ન ધરાવતી બિલ્ડીંગોમાં 128 એકમોમાંથી 58 કોમર્શિયલ એકમોની બિલ્ડીંગો સીલ કરવામાં આવી છે. બીયુ ના હોવા છતાં પણ પરવાનગી મેળવ્યા વિના (AMC Non BU Building Ceiling Drive) વપરાશ ચાલુ રાખ્યો હતો. કોમર્શિયલ અને રેસીડેન્સ યુનિટ આ બન્નેમાંથી સૌથી વધુ રેસીડેન્સ યુનિટ છે. 70 રેસીડેન્સ એકમોની બિલ્ડીંગમાં બીયુ ન હોવાથી આ એકમો સીલ થયા છે. તેમાં પણ સ્વામીનારાયણ પાર્ક નારોલ કોમર્શિયલ બિલ્ડીગોમાં 42 એકમો સીલ થયા છે.

આ સ્થળો પર કોમર્શિયલ રેસીડેન્સ યુનિટ સીલ કરાયા

સ્કિમનું નામ, યુનિટ, ઝોન -ક્લાસીક લેક વ્યૂ કાંકરીયા, 30 રહેણાક, દક્ષિણ, સ્વામીનારાયણ પાર્ક નારોલ, 43 કોમર્શિયલ, દક્ષિણ, દેવનંદન સુપ્રીમસ વસ્ત્રાલ, 15 કોમર્શિયલ, પૂર્વ, સિટી સર્વે 4248-8 શાહપુર, 6 રહેણાંક, મધ્ય સિટી સર્વે 4809,4810 શાહપુર વડ પાસે, 28 રહેણાંક મધ્યઝોન સિટી સર્વે 3761 ખાડીયા-1ઢાલગરવાડ, 6 રહેણાંક, મધ્યઝોન.

3 ઝોનમાં ડિમોલેશનની કામગીરી કરાઈ

પરવાનગી સિવાય બાંધવામાં આવેલા બાંધકામની ડિમોલેશનની (AMC Non BU Building Ceiling Drive) કામગીરી પણ કોર્પોરેશને (AMC Estate Department) કરી હતી. 3 ઝોનમાં 84 જેટલા કોમર્શિયલ અને રેસીડેન્સમાં ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. દક્ષિણ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને મધ્યઝોનમાં બિનઅધિકૃત કરાયેલું 10,595 ચોરસ ફૂટનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. ફતેવાડી, ગોળલીમડા જમાલપુર, નારોલ અસલાલી હાઈવે સહિતના એકમો સીલ કરાયા હતાં.


આ પણ વાંચોઃ બીયુ પરમિશન મામલે મનપાની સીલિંગ કાર્યવાહી સામે આગામી સમયમાં આપ કરશે વિરોધ

આ પણ વાંચોઃ મહાનગરપાલિકા ફાયર NOC અને BU પરમિશન ન ધરાવતી હોસ્પિટલ સામે 17 જૂન પછી કરી શકશે કાર્યવાહીઃ ગુજરાત હાઈકોર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.