ETV Bharat / city

બીયુ પરમિશન મામલે મનપાની સીલિંગ કાર્યવાહી સામે આગામી સમયમાં આપ કરશે વિરોધ

author img

By

Published : Jun 16, 2021, 8:11 PM IST

બીયુ પરમિશન મામલે મનપાની સીલિંગ કાર્યવાહી સામે આગામી સમયમાં આપ કરશે વિરોધ
બીયુ પરમિશન મામલે મનપાની સીલિંગ કાર્યવાહી સામે આગામી સમયમાં આપ કરશે વિરોધ

આમ આદમી પાર્ટી એ આજે એક પ્રેસ સંબોધતા જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકા હાઇકોર્ટના નામે જે બિલ્ડીંગ પાસે BU પરમિશન ન હોય તેને સીલ કરવાની કામગીરી કરી રહી છે. પરંતુ જે સમસ્યા બિલ્ડર અને મનપાના અધિકારીઓની સાઠગાંઠથી ઊભી થઈ છે તે સમસ્યાનો સામનો નિર્દોષ વેપારીઓએ કરવો પડી રહ્યો છે. આપના કાર્યકર એડવોકેટ પ્રણવ ઠાકરે મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે બીયુ પરમિશન બાદ પાણી, ગટર અને, વીજ કનેક્શન મળતાં હોય છે તે અધિકારીઓએ કઈ રીતે BU પરમિશન વગર આ કનેક્શનો આપ્યા?

  • બી યુ પરમિશન વગરની ઇમારતોને સીલ કરવા મામલે આપના સવાલ
  • અધિકારીઓ - બિલ્ડરના લાગવગાના કારણે બીયુ પરમિશન વગર બિલ્ડિંગો થઇ ઉભી
  • અધિકારીઓને દંડવાને બદલે વેપારીઓ થાય છે હેરાન


અમદાવાદ: આપના કાર્યકર પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે જે પણ કોમ્પ્લેક્સને મનપા દ્વારા નોટિસ આપ્યા વગર BU વગરની મિલકતને સીલ મારી દેવામાં આવે છે તે બાબતે વેપારીઓના ધંધા વેપાર બંધ થયા છે. અત્યારે વેપારીઓ અને તેમને ત્યાં નોકરી કરતા લોકો બેરોજગાર થયા છે. અધિકારી અને બિલ્ડરની મીલિભગતના લીધે જ આજે વેપારીઓ દંડાઇ રહ્યાં છે એટલે જેમણે ખરેખર ગુનો કર્યો છે તેમના વિરુદ્ધ પગલાં ન લેવાતા જે લોકોને કશી જ ખબર નથી પડતી. તેવા નિર્દોષ વેપારીઓ સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે. જો વેપારીઓ સામે તાત્કાલિક ધોરણે રાહત કયા પગલાં ન લેવામાં આવે તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં આંદોલન સ્વરૂપે ગાંધી ચિંધ્યા માર્ગે વેપારીઓને સમર્થનમાં ઉતરી આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

બીયુ પરમિશન મામલે મનપાની સીલિંગ કાર્યવાહી સામે આગામી સમયમાં આપ કરશે વિરોધ
વેપારીએ મીડિયા સાથે કહી પોતાના મનની વાતઆ સાથે જ બુધવારે રાણીપના વેપારીઓ કે જેમના કોમર્શિયલ એકમો BU પરમિશન ન હોવાના કારણે સીલ કરી દેવામાં આવ્યા છે તેમણે આમ આદમી પાર્ટી કાર્યાલયની મુલાકાત લઇ પોતાની ફરિયાદ કરી હતી. વેપારીઓએ મીડિયા સાથે પણ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મનપાની આવી નીતિના કારણે તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. તેમની સાથે સાથે તેમના પરિવારજનો અને કામ કરતાં સ્ટાફના લોકો પણ આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે. અગાઉ કોરોનાના કારણે અને હાલમાં મનપાની નીતિના કારણે તેઓ પરેશાન થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: Gujarat Assembly Election-2022: કેજરીવાલ મુલાકાતથી આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધ્યો વ્યાપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.