ETV Bharat / city

રાજકોટ મનપા દ્વારા સુધારા સાથેની નવી પાર્કિંગ પોલિસી કરાઈ જાહેર

author img

By

Published : Oct 21, 2021, 8:32 AM IST

Latest news of Rajkot
Latest news of Rajkot

રાજકોટ મનપાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં નવી પાર્કિંગ પોલિસી સુધારા સાથે જાહેર કરવામાં આવી હતી. આ પોલિસીની દરખાસ્તને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. આ નવી સુધારા સાથેની પાર્કિંગ પોલિસીમાં ઘર, શેરી, ગલીઓ અને દુકાન બહાર પાર્ક કરેલા વાહનોના ચાર્જ શહેરીજનોને હવે નહિ ચૂકવવા પડે. નવી પાર્કિંગ પોલિસી (parking policy) કોર્પોરેશન દ્વારા બનાવેલા પાર્કિંગ પોઇન્ટ પર નવા દર સાથે લાગુ થશે. આગામી દિવસોમાં કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે મળીને નવા પાર્કીંગ પોઇન્ટ શહેરમાં ઊભા કરશે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા ઘર આંગણે તેમજ શેરી મહોલ્લામાં પાર્ક કરેલા વાહનોનો ચાર્જ વસૂલવા માટેની પોલીસીની જોગવાઇઓ નવી પાર્કિંગ પોલિસીમાં ઉમેરવામાં આવી હતી.

  • રાજકોટ મનપાએ જાહેર કરી નવી પાર્કિંગ પોલિસી
  • સુધારા સાથે નવી પાર્કિંગ પોલિસી રજૂ કરાઈ
  • પાર્કિંગ પોલિસીને હવે સમગ્ર રાજકોટમાં લાગુ કરાશે

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા શહેરના વિવિધ વિસ્તારમાં ઘર, શેરી, ગલી તેમજ મોહલ્લામાં અને દુકાનો ખાતે પાર્ક કરાયેલા વાહનો ચાર્જ વસૂલ કરવા માટે પાર્કિંગ પોલીસી (parking policy) ની જોગવાઈ કરવામાં આવી હતી. જે પાર્કિંગ પોલીસીની જોગવાઈને લઈને વિવાદ સર્જાતા આજે રાજકોટ મનપાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક (Standing Committee Meeting) માં નવી સુધારા સાથેની પાર્કિંગ પોલીસી જાહેર કરાઇ હતી. જેમાં ઘરઆંગણે પાર્ક કરાયેલા વાહનો તેમજ મોહલ્લામાં અને શેરી, ગલીઓમાં પાર્ક કરવામાં આવતા વાહનો ચાર્જ નહીં વસૂલવા સહિતની જોગવાઈઓ કરવામાં આવી હતી. જેને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવી હતી. આ સુધારા વાળી પાર્કિંગ પોલિસીને હવે સમગ્ર રાજકોટમાં લાગુ કરવામાં આવશે.

રાજકોટ મનપા દ્વારા સુધારા સાથેની નવી પાર્કિંગ પોલિસી કરાઈ જાહેર

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પાર્કિંગ નીતિના દિશાનિર્દેશ જાહેર કરવા કહ્યું

કોઈના ઘર પાસે પાર્ક કરાયેલા વાહનોનો ચાર્જ લેવાની વાત નથી: પુષ્કર પટેલ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, જે પાર્કિંગ પોલીસની જે નવી જોગવાઈ હતી તેનો અભ્યાસ કરીને તેમાં સુધારો કર્યો છે. એટલે કે કોઈપણ શહેરીજનો પોતાના ઘર, શેરી, ગલીઓમાં કે દુકાનની બહાર વાહન પાર્કિંગ કરશે તો કોઈ પણ પ્રકારનો પાર્કિંગ ચાર્જ તેમની પાસેથી વસૂલવામાં નહીં આવે. નવી પાર્કિંગ પોલિસી (parking policy) માં અમે ત્રણ- ત્રણ કલાકના દર નક્કી કરીને તેના ચાર્જ પણ નક્કી કર્યા છે. જે રાજકોટમાં વિવિધ પાર્કિંગ પોઇન્ટ પર લાગુ પડશે. તેમજ આગામી દિવસોમાં રાજકોટ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા જ્યાં જરૂર પડે ત્યાં નવા પાર્કીંગ પોઈન્ટ પણ ઊભા કરવામાં આવશે.

આ પણ વાંચો: RMC Parking કોન્ટ્રાક્ટર વધુ નાણાં ખંખેરતો હોવાનો Video viral, મેયરે આપી પ્રતિક્રિયા

પાર્કિંગમાં વધુ ચાર્જનો વીડિયો થયો હતો વાયરલ

રાજકોટમાં બે દિવસ પહેલા શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલા સર્વેશ્વર ચોકમાં કોન્ટ્રાક્ટ પાર્કિંગ કર્મચારી દ્વારા કાર પાર્કિંગના વધુ પૈસા પડાવતો હોવાનો આવતા વીડિયો વાયરલ થયો હતો. જે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો, જેને લઇને રાજકોટ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પોલિસી બનાવવામાં આવી હતી. જેને આજે બુધવારે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી. સ્ટેન્ડીંગ કમિટી (Standing Committee) દ્વારા પાર્કિંગ પોલીસેનો અભ્યાસ કરીને સુધારા સાથેની નવી પાર્કિંગ પોલિસી (parking policy) ને મંજૂર કરી હતી.

  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ (RMC Parking) આપવામાં આવ્યો છે. તાજેતરમાં જ રાજકોટના યાજ્ઞિક રોડ ખાતેના સર્વેશ્વર ચોકમાં એક કોન્ટ્રાક્ટ કર્મચારી દ્વારા પાર્કિંગના 5 રૂપિયાના બદલે 20 રૂપિયા ઉઘરાવતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.