ETV Bharat / city

રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી, ભાજપે 12 ઉમેદવારોની યાદી જાહેર કરી

author img

By

Published : Sep 23, 2021, 12:56 PM IST

રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી, ભાજપે 12 ઉમેદવારોની યાદી જાહેર કરી
રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી, ભાજપે 12 ઉમેદવારોની યાદી જાહેર કરી

રાજકોટમાં આગાની દિવસોમાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ ચૂંટણી બિનહરીફ રીતે થાય તેવા ભાજપના પ્રયત્નો છે.

  • આગામી દિવસોમાં રાજકોટમાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણી
  • ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા
  • ભાજપ બહુમતી સાથે જીતશે: જયેશ રાદડિયા

રાજકોટ: આગામી દિવસોમા રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપની જ ભગીની મનાતી સંસ્થા કિસાન સંઘ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને પોતાના 12 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આગામી દિવસોમાં બિન હરીફ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. તેમજ જો ચૂંટણી યોજાય તો ભાજપની પેનલની જંગી બહુમતીથી વિજય થશે તેવું પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા દ્વારા જનવામાં આવ્યું હતું.

5 ઓકટોબરે યોજાશે યાર્ડની ચૂંટણી

સહકારી ક્ષેત્રમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આગામી 5 ઓક્ટોબરના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાવાની છે. જેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે (ગુરૂવાર) છેલ્લો દિવસ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપના જ બે જૂથ વચ્ચે વિવાદ સર્જાયો હતો પરંતુ આજે પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજીને યાર્ડની ચૂંટણી માટેના 12 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપ દ્વારા આજે ઉમેદવારો જાહેર કરવામાં આવતા ભારતીય કિસાન સંઘ દ્વારા પણ પોતાના ઉમેદવારો ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી, ભાજપે 12 ઉમેદવારોની યાદી જાહેર કરી

આ પણ વાંચો : PM Modi ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે, ફ્લાઈટમાં સમયનો ઉપયોગ કરીને ફાઈલો વાંચતા જોવા મળ્યા PM Modi

ભાજપે 12 ઉમેદવારો જાહેર કર્યા

માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા 12 જેટલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રૂપાંતર માટે પરસોત્તમ સાવલિયા, કેશુભાઈ નંદાણીયા, પડધરી ખાતેથી હંસરાજભાઈ લીંબસિયા, વસંત ગઢિયા અને હઠુભા જાડેજા, જ્યારે લોધિકા પરથી ભરતભાઈ ખૂંટ, જયંતીભાઈ ફાચરા તેમજ રાજકોટ બેઠક પરથી જે.કે જાળીયા, હિતેશ ભાનુભાઈ મેતા, જીતુભાઇ સખીયા, જયેશ બોધરા અને વિજય કોરાટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : બિહારએ પોલીસ પ્રથમ ટ્રાન્સજેન્ડર કોન્સ્ટેબલની ભરતી કરી

ભાજપ પેનલની ભવ્ય જીત થશે: જયેશ રાદડિયા

રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આજે પોતાના 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ અંગે રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપની પેનલની ભવ્ય જીત થશે. જ્યારે હજુ પણ અમારા આ ચૂંટણી બિનહરીફ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. જ્યારે આ વખતેની યાર્ડની ચૂંટણીમાં ભાજપ દ્વારા તમામ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.