RajKot Engineer Suicide Update : કમિશનરે તપાસ સમિતિ રચી, આંતરિક તપાસ થશે

author img

By

Published : Jan 10, 2022, 7:48 PM IST

RajKot Engineer Suicide Update : કમિશનરે તપાસ સમિતિ રચી, આંતરિક તપાસ થશે

રાજકોટ કમિશનર અમિત અરોરા એન્જીનિયર આત્મહત્યાના મામલામાં તપાસ સમિતિ રચી છે. જે આ કેસમાં થયેલા આક્ષેપો અંગે મહાનગરપાલિકામાં આંતરિક તપાસ (RajKot Engineer Suicide Update) પણ કરશે.

રાજકોટઃ રાજકોટમાં એક અઠવાડિયા અગાઉ મહાનગરપાલિકાના એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર એવા પરેશ ચંદ્રકાંત જોશીએ આત્મહત્યા (Rajkot Engineer Paresh Joshi suicide case) કરી લેતા ચકચાર મચી હતી. જ્યારે આ મામલે એન્જીનિયરની પત્ની મિલી જોશીએ બે શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ (RajKot Engineer Suicide Update) નોંધાવી છે. જ્યારે એન્જિનિયરના પરિવારજનો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના વચ્ચેના અંગત ઝઘડામાં પરાગે ન્યારી ડેમમાં કૂદીને આત્મહત્યા કરી લીધો છે. ત્યારે આ મામલે યોગ્ય તપાસ થાય તે માટે મનપા કમિશનર દ્વારા પણ તપાસ કમિટીની રચના (RMC Commissioner formed an investigation committee) કરવામાં આવી છે.

ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રીપોર્ટ તૈયાર કરશે
દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે: કમિશનરઆ મામલે રાજકોટ મનપા કમિશનર અમિત અરોરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે (Rajkot Engineer Paresh Joshi suicide case) આત્મહત્યાનો જે દુઃખદ બનાવ બન્યો છે. તેના આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. જ્યારે આ મામલે અમે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં તપાસ સમિતિ બનાવી (RMC Commissioner formed an investigation committee)છે. આ સમિતિ પોલીસને તપાસમાં જરૂરી સહકાર આપશે અને પોલીસની તપાસમાં કોઈપણ વિક્ષેપ ન પડે તેવી રીતે મનપામાં આંતરિક તપાસ પણ કરશે. જ્યારે તપાસ કમિટીના રિપોર્ટમાં જે કોઈપણ દોષી સાબિત થશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Rajkot suicide case:રાજકોટ મનપાના એન્જીનીયરન આત્મહત્યા મામલે નોંધાઇ ફરિયાદ

પોલીસે બે આરોપીઓની કરી છે ધરપકડ

એન્જીનિયર પરેશ જોશી આપઘાત (Rajkot Engineer Paresh Joshi suicide case) મામલે પોલીસે મધુરમ કન્સ્ટ્રક્શનવાળા હાર્દિક કાંતિભાઇ ચંદારાણા અને સુપરવાઇઝર મયૂર જગદીશભાઇ ઘોડાસરા સામે ઇજનેર પી. સી. જોષીને મરી જવું પડે તે હદ સુધી ત્રાસ આપી મરવા મજબૂર કર્યાનો ગુનો (RajKot Engineer Suicide Update) નોંધી બંનેને સકંજામાં લઇ તપાસ શરૂ કરી છે. ત્યારે હવે મનપા કમિશનર દ્વારા પણ આ કેસમાં આંતરિક તપાસ (RMC Commissioner formed an investigation committee) પણ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજકોટ મનપા કમિશનરે જિલ્લામાં કોરોનાના કેસો અંગે આપી જાણકારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.