Phonological analysis બાળકોમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક: મનોવૈજ્ઞાનિક

author img

By

Published : Dec 14, 2021, 4:32 PM IST

Phonological analysis બાળકોમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક: મનોવૈજ્ઞાનિક

તાજેતરમાં જ બાળકોના આત્મહત્યાના કિસ્સાઓ વધવા લાગ્યા છે. જેણે દુનિયા જ નથી જોઈએ ફૂલ ઉગ્યા પહેલા કરમાવવાનું પસંદ કરે છે. જે સમાજના દરેક નાગરિક માટે ચિંતાનો વિષય બની ગયો છે. બાળકોની આત્મહત્યા કરવા પાછળના કારણો (Reason Behind Child Suicide) અને તેને કઈ રીતે ઓછું કરી શકાય એ બાબત વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) મનોવિજ્ઞાન (Phonological analysis) ભવનના ડો.ધારા આર.દોશી (Psychology Bhavan Dr. Dhara R. Doshi) અને ડો.યોગેશ જોગસણ (Dr. Yogesh Jogsan) દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

  • બાળકોના આત્મહત્યાનો દર વધવાથી ચિંતા
  • જાણો બાળકો આત્મહત્યા કરવા કેમ મજબૂર
  • બાળકને યોગ્ય દિશામાં વાળવાની જવાબદારી માતા-પિતાની

રાજકોટઃ તાજેતરમાં જ બાળકોના આત્મહત્યાના કિસ્સાઓ વધવા લાગ્યા છે. જેણે દુનિયા જ નથી જોઈએ ફૂલ ઉગ્યા પહેલા કરમાવવાનું પસંદ કરે છે. જે સમાજના દરેક નાગરિક માટે ચિંતાનો વિષય બની ગયો છે. બાળકોની આત્મહત્યા કરવા પાછળના કારણો (Reason Behind Child Suicide) અને તેને કઈ રીતે ઓછું કરી શકાય એ બાબત વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડો.ધારા આર.દોશી (Psychology Bhavan Dr. Dhara R. Doshi) ) અને ડો.યોગેશ જોગસણ (Dr. Yogesh Jogsan) દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવ્યુ છે.

Phonological analysis બાળકોમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક: મનોવૈજ્ઞાનિક


બાળકોને પણ માનસિક રોગ હોઈ શકે
મનોરોગ માત્ર વયસ્કોમાં જ હોય એ જરૂરી નથી. બાળકો પણ ઘણી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. જો યોગ્ય સમયે બાળકોનો વ્યવસ્થિત ઉપચાર કરવામાં ન આવે તો તેની બાળક પર ખૂબ નિષેધક અસર પડી શકે છે. આજે આત્મહત્યાના કિસ્સાઓ વધવાના કારણે સમાજમાં મનોરોગ વિશેના જ્ઞાનની ખુબ જરૂર (need for knowledge about psychiatry) છે.


જાણો બાળકો આત્મહત્યા કરવા કેમ મજબૂર

  • માતા પિતાની વધુ પડતી અપેક્ષા
  • સમાજનો બોજ
  • પરિપક્વતાનો અભાવ
  • અપૂરતી માહિતી અને ખોટું શિક્ષણ
  • શરત લગાવવામાં હારી જતા અહમને ઠેસ પોંહચે
  • રમત રમતમાં આત્મહત્યા
  • જિદ્દી અને આક્રમકતા
  • ટીવી સિરિયલોની અસર
  • અનુકરણ
  • ગુનાઓ દર્શાવતી સિરિયલોમાંથી જોઈને શીખવું
  • નક્કી કરેલ બાબતો પૂર્ણ ન થતા આત્મહત્યા સુજવી


જાણો બાળકો આત્મહત્યા પાછળના સંશોધન વિશે
આધુનિક અભ્યાસો જણાવે છે કે, ઉદાસીનતા, લાગણીયુક્ત સંબધો ઘવાવા, સંબંધોની સમસ્યા, નિષફળતા, ધ્યેય ન પ્રાપ્ત થાય, પ્રેમમાં અસફળતા જેવા આત્મહત્યાના કારણો બનવાની પૂરી સંભાવના છે.ખાસ વાત તો એ કે બાળક એ બાબત જે તેનાથી સહન થતી નથી તેને દૂર કરવા અને તેનાથી બચવા માટે અને જે અસહ્ય દર્દ છે તેનાથી છૂટવા માટે આ રસ્તો અંતે સ્વીકારે છે.


બાળકને યોગ્ય દિશામાં વાળવાની જવાબદારી માતા-પિતાની

  • જો યોગ્ય સમયે બાળકને યોગ્ય દિશામાં નહિ વાળવામાં આવે તો એ દિવસ દૂર નથી કે સમાજ નિષેધક દિશા તરફ પ્રગતિ કરશે. બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ ઘટાડવા માટે જાણો ક્યાં પગલા લેવા જોઇએ.
  • બાળક સાથે ખુલ્લીને વાત કરો
  • તેને અહેસાસ કરાવડાવો કે તમે તેને સમજી શકો છો
  • તમારી અપેક્ષાનો બોજ બાળક પર ન નાંખો
  • નિષેધક ટીવી ચેનલો અને કાર્યક્રમોથી બાળકને દૂર રાખો
  • રિલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો ભેદભાવ સમજાવો
  • દરેક સમસ્યાનો રસ્તો છે તે વર્તન દ્વારા સમજાવો
  • બાળકના વર્તનમાં આવેલ પરિવર્તનની નોંધ કરો
  • બાળકનેઉંડાણ પૂર્વક સમજો
  • તેને વારંવાર કોઈ ભૂલનો અહેસાસ ન કરાવાનું ટાળો
  • બાળકને સાયબર બુલિંગનો ભોગ બનતા અટકાવો
  • દરેક શાળામાં એક મનોવૈજ્ઞાનિક હોય તેવી વ્યવસ્થા કરાવવી


જાણો આત્મહત્યાના લક્ષણો વિશે
આમ તો ઘણી વખત આત્મહત્યાના લક્ષણો સીધા દેખાતા નથી હોતા પણ અભ્યાસો દ્વારા જે લક્ષણો સામે આવ્યા એ જોઈએ તો

  • દ્વિઅર્થી ભાષાનો ઉપયોગ કરવામાં આવે
  • રોજિંદા કામમાં રસ ન લાગવો
  • પોતાની ગમતી બાબતોથી પણ દૂર રહેવું
  • ભણવામાં રસ ન લાગવો
  • ગુસ્સો કરવો કે નાની વાતમાં આક્રમક થઈ જવું વગેરે


ભૌતિક સુખ-સુવિધાઓ માટેની આંધળી દોડે લોકોની વિચારસરણી

ભૌતિક સુખ-સુવિધાઓ માટેની આંધળી દોડે લોકોની વિચારસરણીને ઘણી અસર કરી છે. આજે, સફળ વ્યક્તિની ઓળખ તેના ચારિત્ર્યથી નહીં, પરંતુ આર્થિક રીતે સમૃદ્ધ અને ભૌતિક સુખના માધ્યમથી થાય છે. આ કારણથી દરેક વાલીઓએ નાનપણથી જ બાળકોના મનમાં આ વાત ફિટ કરવાનું શરૂ કરી દીધું છે કે, જો તેમને સફળ થવું છે અને જો તેઓને આત્મનિર્ભર બનવું હશે તો અમીર બનવું પડશે. બાળકોને આત્મનિર્ભરતા અને આર્થિક રીતે સમૃદ્ધ થવાનો અર્થ સમજાવે છે. મોટો માણસ બનવું એટલે ડોક્ટર, એન્જીનીયર, મોટા બિઝનેસમેન બનવું. આજે બાળકો ભારે બેગના દબાણ અને માતા-પિતાની ઉચ્ચ આકાંક્ષાઓની અપેક્ષા હેઠળ જીવન જીવી રહ્યાં છે. આ જ કારણ છે કે, નાની ઉંમરે બાળકોમાં આત્મહત્યાનું વલણ વધી રહ્યું છે.


માતાપિતાએ તેમના બાળકોને આત્મનિર્ભરતાનો અર્થ સમજાવવો

માતાપિતાએ તેમના બાળકોને આત્મનિર્ભરતાનો અર્થ સમજાવવો જોઈએ. સ્વ એટલે 'સ્વ' અને અવલંબન એટલે 'સપોર્ટ' એટલે કે સ્વનો આધાર લેવો. આત્મનિર્ભરતા એટલે તમારા મનની અનંત શક્તિમાં વિશ્વાસ કરવો (Believing in infinite power of the mind) અને મનની અનંત શક્તિ જ વ્યક્તિને સફળ બનાવે છે. જે મનથી મજબુત હોય તેના માટે કશું જ અશક્ય નથી. આપણે બાળકોના મન પર આ દબાણ શા માટે આપવું કે તેઓએ એક જ વારમાં સફળ થવાનું છે. દરેક બાળકમાં અલગ-અલગ ગુણો અને રુચિઓ હોય છે, તેને સમજીને તેને સાચો માર્ગ બતાવવો અત્યંત જરૂરી છે. તેમને તેમની ક્ષમતા અને શક્તિમાં વિશ્વાસ કરાવવા માટે વાલીઓએ જાગૃત થવું જરૂરી છે. બાળકોને સમય, પ્રેમ, વિશ્વાસ અને ભાવનાત્મક સુરક્ષા આપો. આપણા બાળકોનું જીવન અમૂલ્ય છે, તેઓ પરિવાર, સમાજ અને દેશનો પાયો છે. આપણે તેમને આપણી ખોટી વિચારસરણી અને ખોટી આકાંક્ષાઓનો શિકાર થતા બચાવવાના છે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટી તરફ વળતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે ખાલી રહેલી બેઠકો પણ આ વર્ષે ભરાઈ ગઈ

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપક ભરતી મામલે ગાંધીનગરની ટીમ કરી રહી છે તપાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.