રાજકોટ ડેરીની 61મી વાર્ષિક સામાન્ય સભા મળી, વાર્ષિક ટર્નઓવરનો આંકડો આવ્યો સામે

author img

By

Published : Sep 21, 2021, 4:50 PM IST

રાજકોટ ડેરીનું ગત વર્ષનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 843 કરોડ

રાજકોટ ડેરી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલા કાર્ય, નફા-નુકસાન, દૂધ ઉત્પાદન, પશુપાલકો અને મંડળીઓ માટે લેવામાં આવેલા નિર્ણય આ તમામ બાબતોનો હિસાબ જાહેરમાં જ આપવામાં આવે છે. ત્યારે રાજકોટ ડેરીની 61મી સામાન્ય સભા મળી હતી.

  • રાજકોટ ડેરીની 61મી સામાન્ય સભા મળી
  • વાર્ષિક ટર્નઓવર રૂ. 843 કરોડનું થયું
  • રાજકોટ ડેરી સાથે હાલમાં 912 દૂધ મંડળીઓ કાર્યરત
  • હાલમાં 912 દૂધ મંડળીઓ કાર્યરત જોડાયેલા છે

રાજકોટ: રાજકોટ ડેરીને સૌરાષ્ટ્રની સૌથી મોટી સહકારી ડેરી માનવામાં આવે છે. રાજકોટ ડેરી સાથે હાલમાં અંદાજીત 912 જેટલી દૂધ મંડળીઓ જોડાયેલી છે, જેમાં 50 હજારથી વધુ દૂધ ઉત્પાદકોનો પણ સમાવેશ થાય છે. રાજકોટ ડેરી દ્વારા દર વર્ષે ડેરીની વાર્ષિક સામાન્ય સભા ડેરીમાં તમામ હોદેદારો અને સભ્યોની સાથે યોજાય છે, જે દરમિયાન ડેરી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલા કાર્ય, નફા-નુકસાન, દૂધ ઉત્પાદન, પશુપાલકો અને મંડળીઓ માટે લેવામાં આવેલા નિર્ણય આ તમામ બાબતોનો હિસાબ જાહેરમાં જ આપવામાં આવે છે. ત્યારે રાજકોટ ડેરીની 61મી સામાન્ય સભા મળી હતી.

ગત વર્ષનું ડેરીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 843 કરોડ

તાજેતરમાં જ રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 61મી વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં વાર્ષિક ટર્નઓવર રૂ. 843 કરોડનું થયું હોવાના આંકડા સામે આવ્યા હતા. ગત વર્ષની સરખામણીએ 8.59 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020-21નો ચોખ્ખો નફો 9.61 કરોડ રૂપિયાનો થયો છે. જ્યારે આ સભામાં દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંઘ અને ફેડરેશનના સંયુક્ત પશુ સંવર્ધન, સારવાર અને માવજત કાર્યક્રમોમાં વાર્ષિક રૂ.3.84 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો.

ડેરી સાથે 900થી વધુ દૂધ મંડળીઓ કાર્યરત

રાજકોટ ડેરી સૌરાષ્ટ્રની સૌથી મોટી સહકારી ડેરી હોવાનું માનવામાં આવે છે. ત્યારે આ ડેરી સાથે હાલમાં 912 દૂધ મંડળીઓ કાર્યરત છે. જ્યારે 50 હજારથી વધુ પશુપાલકો ડેરી સાથે જોડાયેલા છે. એવું પણ માનવામાં આવે છે કે રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભાવ આપવામાં આવી રહ્યા છે, જ્યારે હાલમાં દૂધ મંડળીઓને એક કિલો ફેટના રૂપિયા 700 ચૂકવાઈ રહ્યા છે.

ડેરી સાથે જોડાયેલા વિવાદો

રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદ રાણપરિયાએ ભ્રષ્ટાચારના આરોપને લઈને પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ 17 વર્ષ સુધી ડેરીના ચેરમેન પદે રહ્યા હતા. જ્યારે ગત વર્ષે ડેરી દ્વારા દૂધમાં ભેળસેળ અને અનિયમિત 39 મંડળીઓની નોંધણી રદ કરવામાં આવી છે. ભેળસેળ કરનાર 90 મંડળીઓ સામે પગલા લેવામાં આવ્યા છે. એક વર્ષ દરમિયાન 1 લાખ 40 હજાર લીટર દૂધમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો: રાજકોટમાં ભારત અને આફ્રિકા વચ્ચે T-20 મેચ રમાશે, BCCIએ કાર્યક્રમ જાહેર કર્યો

વધુ વાંચો: સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત રાજકોટમાં 20 જેટલા ટ્રાન્સજેન્ડરને કોમ્યુટર કોર્ષની તાલીમ અપાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.