રાજકોટમાં ભારત અને આફ્રિકા વચ્ચે T-20 મેચ રમાશે, BCCIએ કાર્યક્રમ જાહેર કર્યો

author img

By

Published : Sep 20, 2021, 7:30 PM IST

રાજકોટમાં ભારત અને આફ્રિકા વચ્ચે T-20 મેચ રમાશે

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં આગામી દિવસોમાં ભારત અને આફ્રિકા વચ્ચે T-20 મેચ રમાવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. 17 જૂન 2022માં ભારત અને આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝ રમાશે, જેના માટે ક્રિકેટ બોર્ડ દ્વારા કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ યોજવાને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પણ દોડધામ જોવા મળી રહી છે.

  • રાજકોટમાં રમાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ
  • ટી-20 સિરીઝની ચોથી મેચ ખંઢેરી સ્ટેડિયમમાં યોજાશે
  • BCCIએ જૂન 2022 સુધીનો કાર્યક્રમ જાહેર કર્યો

રાજકોટ: રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં આગામી દિવસોમાં ભારત અને આફ્રિકા વચ્ચે T-20 મેચ રમાવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. 17 જૂન 2022માં ભારત અને આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝ રમાશે, જેના માટે ક્રિકેટ બોર્ડ દ્વારા કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ યોજવાને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પણ દોડધામ જોવા મળી રહી છે.

આફ્રિકા સામેની 5 મેચની શ્રેણીની ચોથી મેચ રમાશે

આફ્રિકા સામે 5 મેચની શ્રેણીની ચોથી મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે. રાજકોટને T-20 મેચ મળતાં રાજકોટવાસીઓ અને ક્રિકેટપ્રેમીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 17 જૂન 2022માં ભારત અને આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાવાની છે, જેના માટે ક્રિકેટ બોર્ડ દ્વારા કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. કાર્યક્રમ પ્રમાણે આફ્રિકા સામેની ભારતની 5 મેચની શ્રેણીની ચોથી T-20 મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમને 3 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મેચ મળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ મેચ મામલે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જે આગામી દિવસોમાં બોર્ડ દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાની 3 વર્ષ બાદ મેચ યોજાશે

દેશમાં કોરોનાને લઈને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતું. ત્યારે આંતરરાષ્ટ્રીય મેચો પર પણ કોરોનાની અસર વર્તાઈ હતી. એવામાં રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં પ્રાદેશિક કક્ષાની મેચો રમાઈ હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચો હજુ સુધી રમાઈ નહોતી, જ્યારે 3 વર્ષ બાદ રાજકોટ સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ યોજાનાર છે. રાજકોટમાં છેલ્લે 17 જાન્યુઆરી-2020માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી, ત્યારબાદ એક પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ રમાઇ નથી.

વધુ વાંચો: IPL 2021: આજે RCB અને KKR વચ્ચે જામશે ટક્કર

વધુ વાંચો: ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.