ETV Bharat / city

રઘુ શર્મા ગુજરાતીઓની માફી માગે: MP Ram Mokaria

author img

By

Published : Nov 5, 2021, 4:41 PM IST

પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ( Congress In charge Raghu Sharma ) તાજેતરમાં આપેલ નિવેદન ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પરપ્રાંતીયો અસુરક્ષિત છે. જેને લઈને ઠેર ઠેર તેમના આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ( MP Rajyasbha Ram mokariya ) પણ રઘુ શર્માના આ નિવેદનને વખોડયું છે.

રઘુ શર્મા ગુજરાતીઓની માફી માગે: MP Ram Mokaria
રઘુ શર્મા ગુજરાતીઓની માફી માગે: MP Ram Mokaria

  • રઘુ શર્માની વિવાદી ટિપ્પણી પર પ્રતિક્રિયા
  • રાજકોટના સાંસદ રામ મોકરિયાએ આપી પ્રતિક્રિયા
  • રઘુ શર્માને આગામી ચૂંટણીમાં જવાબ અપાશે

રાજકોટઃ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ( Congress In charge Raghu Sharma ) કરેલી ગુજરાતમાં વસતાં પરપ્રાંતીયો અસુરક્ષિત હોવાના આક્ષેપ અંગે પ્રતિક્રિયાઓનો દોર ચાલી રહ્યો છે. રાજકોટથી રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ ( MP Rajyasbha Ram mokariya ) આ મામલે શર્મા ગુજરાતીઓની માફી માંગે તેમ તેમને જણાવ્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા મોકરિયાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રાંતવાદને પ્રોત્સાહન આપે છે. જ્યારે આગામી ચૂંટણીમાં ગુજરાતી રઘુ શર્માને જવાબ આપશે. રઘુ શર્માના નિવેદનને પગલે ભાજપના મોટાભાગના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

રઘુ શર્મા ગુજરાતીઓની માફી માગે

રામ મોકરિયાએ ( MP Rajyasbha Ram mokariya ) વધુમાં જણાવ્યું હતું કે રઘુ શર્મા ( Congress In charge Raghu Sharma ) પાસે ગુજરાતના ઇતિહાસની જાણકારી નથી. કોંગ્રેસ ચૂંટણી સમયે પ્રાંતવાદને પ્રોત્સાહન આપી રહી છે. રઘુ શર્મા ગુજરાતને ચિંગારી લગાડવાનું કામ કરી રહ્યા છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા હાર ભાળી ગઈ છે. જેના કારણે આવા વિવાદિત નિવેદનો કરી રહી છે. રઘુ શર્મા ગુજરાતીઓ વિશે હોમવર્ક કરીને આવે. કોંગ્રેસ પ્રભારી દ્વારા આ પ્રકારનું નિવેદન કરવામાં આવે તે ખુબ જ દુઃખદ છે. અન્ય રાજ્યના IAS અને IPS ગુજરાતમાં આવે તો અહીં જ સ્થાયી થઈ રહ્યાં છે.

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના વિવાદી નિવેદન સામે ભાજપના નેતાઓમાં રોષની લાગણી છે

કોંગ્રેસ પ્રભારીના નિવેદનને લઈને ભાજપ નેતાઓમાં રોષ

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા ( Congress In charge Raghu Sharma ) દ્વારા જે પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું છે. તેને લઈને ભાજપના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આ પ્રકારના વિવાદિત નિવેદનને કારણે ભાજપ દ્વારા સતત રઘુ શર્માને ગુજરાતીઓની માફી માગવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેમાં આજે રામ મોકરિયાએ પણ રઘુ શર્માના નિવેદનને વખોડયું હતું.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પરપ્રાંતીયો અસુરક્ષિત હોવાનું કહેતાં Raghu Sharma ની માનસિક સ્થિતિ ખરાબ, હોસ્પિટલમાં સારવાર માટે મદદ કરીશ : પ્રદીપ પરમાર

આ પણ વાંચોઃ 2022માં ગુજરાતમાં કૉંગ્રસની સરકાર બનશેઃ કૉંગ્રસના પ્રભારી રઘુ શર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.