આ ગ્રુપે કોરોનાની સ્થિતિ અને સ્વજનોની અંતિમ યાદો તાજા કરાવી

author img

By

Published : Aug 21, 2022, 5:34 PM IST

આ ગ્રુપે કોરોનાની સ્થિતિ અને સ્વજનોની અંતિમ યાદો તાજા કરાવી

કોરોના બાદ મેળાની શરૂઆત થઈ ચુકી છે. જેમાં લાખો લોકો મેળો માણતા નજરે પડે છે, ત્યારે રાજકોટના શક્તિ યુવા ગ્રુપ દ્વારા આખા કોરોના મહામારીનો અનુભવ કરાવતો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી લોકોની કોરોના સમયની યાદો તાજા થઈ છે. Prepared The Corona Project in Rajkot, Project Refreshed The Memories Of Corona

રાજકોટ કોરોના કાળ બાદ લોકમેળાની શરૂઆત થઇ ગઈ છે. જેમાં લોકમેળો માણવા લોકોએ જાણે દોટ મૂકી છે, ત્યારે લાખોની સંખ્યામાં લોકો લોકમેળો માણી રહ્યા છે, ત્યારે રાજકોટના શક્તિ યુવા ગ્રુપ (Rajkot Shakti Yuva Group) દ્વારા શિવશક્તિ સોસાયટીમાં અનોખો પ્રોજેક્ટ (Prepared The Corona Project in Rajkot) બનવવામાં આવ્યો છે. જેમાં આ ફલોટ્સ જોઈને લોકોને આખા કોરોના મહામારીનો અનુભવ થઈ રહ્યો છે અને લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેની યાદો તાજા થઈ છે.

આ ગ્રુપે કોરોનાની સ્થિતિ અને સ્વજનોની અંતિમ યાદો તાજા કરાવી

આ પણ વાંચો સુરતમાં મહિલા પોલીસ કર્મચારીને સતર્કતાથી બાળકી હવસનો શિકાર થતી બચી

શક્તિ યુવા ગ્રુપ દ્વારા અનોખો બનાવ્યો પ્રોજેક્ટ આ સ્ટોલ બનાવનાર હિતેશ ગોદડકાએ જણાવ્યું હતું કે, શક્તિ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે શિવશક્તિ સોસાયટીમાં અલગ અલગ થીમ પર ફ્લોટ્સ ઉભો કરવામાં આવે છે. જેમાં આ વર્ષે કોરોના મહામારીમાં અત્યાર સુધી જે અનુભવ્યુ અને જે જોયું છે તે થીમ પર સ્ટોલ બનાવ્યો છે. જે એક પ્રકારનું લાઈવ કોરોના મહામારીનું ચલચિત્ર કહી શકાય છે. સિવિલ હોસ્પિટલમાં કોવીડ વિભાગ બનાવામાં આવ્યો હતો અને તેમાં જે વસ્તુઓ હતી તે બનાવામા આવી છે. તેમજ ધન્વંતરિ પણ રથ મુકવામાં આવ્યા છે. જેમાં આ રથ ઘરે જઈને લોકોના રિપોર્ટ કરતા હોઈ તે પ્રકારે દર્શાવામાં આવ્યા છે.

અંતિમસંસ્કારની લાઈનો દર્શાવી આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આ સિવાય સ્મશાન કે, જ્યાં લોકોના મૃતદેહઓની અંતિમસંસ્કાર માટે લાઈન લાગતી એ દર્શાવામાં આવ્યું છે. સાથે 108 એમ્બયુલન્સની લાંબી લાઈન બતાવવામાં આવી છે, ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો સમજી શક્યા કે કોરોના શું છે. આ સિવાય મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલમાં જે આગના બનાવ બન્યા હતા તે દર્શાવવામાં આવ્યા છે. આ પ્રકારના વિચાર આપણને સમય શીખડાવે જે અનુભવ ન શીખડાવે પણ કોરોનાએ ઘણુંબધું શીખડાવ્યુ છે આથી આવો સમય ફરી ન આવે એટલા માટે આપણે લોકોને સમજાવી શકીયે એટલા માટે આ સ્ટોલ બનવવામાં આવ્યો છે.

આ પણ વાંચો PM મોદી લેશે ભુજની મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારક અને પ્લાન્ટનું કરશે લોકાર્પણ

છેલ્લા પાંચ વર્ષથી લોકમેળામાં બનાવી છે સ્ટોલ કોરોનામાં જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેને શ્રદ્ધાંજલિ આપી શકીએ એવો વિચાર પણ આ ગ્રુપને આવ્યો છે અને તેટલા માટે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમાં દરેક લોકો સાવચેતી રાખે અને ફરી આવો સમય ન આવે તેવો સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે. આ શક્તિ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી લોકમેળામાં અવનવો સ્ટોલ બનાવી જીતતો આવે છે. જેમાં આ વર્ષે પણ આ સ્ટોલ જોવા મળી રહ્યો છે. જેમાં કોરોનાનો આખો સમય બતાવ્યો છે, ત્યારે આ પ્રોજેક્ટ જોઈને લાગે કે, આપણે ભીડભાડવાળી જગ્યાએ સમજીને ન જઈએ તેમજ આ પ્રકારની પરિસ્થિતિ ફરી ન આવે તે માટે સતર્ક રહેવું હોઈએ તેવું પણ માલુમ પડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.