ETV Bharat / city

PM Modi Will Join Online in Rajkot : પ્રથમ વખત ધ્રોલમાં થયું શૌર્ય કથાનું આયોજન, PM ઓનલાઈન હાજરી આપશે

author img

By

Published : Dec 23, 2021, 8:28 PM IST

રાષ્ટ્રના ઇતિહાસમાં શૂરવીરતાના અપ્રતિમ ઉદાહરણો આપી જનારા શૂરમાંઓ થઈ ગયાં છે. નવીપેઢીને તેનાથી પરિચિત કરાવવાના પ્રયાસરુપે રાજકોટમાં પહેલીવાર શૌર્ય કથાનું (Dhrol Shaurya Katha 2021) આયોજન થયું છે. વડાપ્રધાન મોદી તેમાં ઓનલાઈન હાજરી (PM Modi Will Join Online in Rajkot) આપવાના છે.

PM Modi Will Join Online in Rajkot : પ્રથમ વખત ધ્રોલમાં થયું શૌર્ય કથાનું આયોજન, PM ઓનલાઈન હાજરી આપશે
PM Modi Will Join Online in Rajkot : પ્રથમ વખત ધ્રોલમાં થયું શૌર્ય કથાનું આયોજન, PM ઓનલાઈન હાજરી આપશે

રાજકોટઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા દેશમાં પ્રથમ વખત શૌર્ય કથાનું આયોજન (Dhrol Shaurya Katha 2021) કરવામાં આવનાર છે. જે કાર્યક્રમ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી એટલે કે એક અઠવાડિયા સુધી ચાલશે. ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Will Join Online in Rajkot) વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહેનારા છે. આ શૌર્ય કથાનો સમગ્ર કાર્યક્રમ ધ્રોલ ખાતે આવેલા ભૂચર મોરી ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે. આ જેમાં ક્ષત્રિયોના ઇતિહાસને ઉજાગર કરતી વાતો રજૂ કરવામાં આવશે. જ્યારે જ્યારે આ કાર્યક્રમ એક અઠવાડિયા સુધી ચાલનાર હોય તેમાં અનેક લોકસાહિત્યકારો સહિત રાજ્યના વિવિધ પ્રધાનો પણ ઉપસ્થિત રહેનાર છે.

આ પણ વાંચોઃ Jitu Vaghani on Rajkot Visit: શાળાઓમાં વાલીઓના બીજી વખત સંમતિ પત્ર લેવામાં આવશે

મુખ્યપ્રધાનના હસ્તે કાર્યક્રમ ઉદ્ઘાટન

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. જ્યારે વડાપ્રધાન મોદી પણ આ શૌર્ય કથાના કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે (PM Modi Will Join Online in Rajkot) નિહાળશે. અખિલ રાજપૂત યુવા સંઘ દ્વારા સમગ્ર કાર્યક્રમ માટે ભારે જહેમત ઉઠવામાં આવી છે. ત્યારે આગામી 25થી 31 ડિસેમ્બર સુધી રોજ અલગ અલગ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જેને જાહેર જનતા પણ અહીં નિહાળી શકશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ ક્ષત્રિયોનો ઇતિહાસ લોકો સમક્ષ મૂકી શકાય અને લોકો પણ ખરેખરમાં હકીકત શું છે તે જાણે તે માટે થઇને શૌર્ય કથા આયોજન (Dhrol Shaurya Katha 2021) કરવામાં આવ્યું છે.

દેશની રક્ષા માટે અને ધર્મની રક્ષા માટે અનેક રાજાઓએ પોતાના પ્રાણની આહુતિ આપી

આ પણ વાંચોઃ Omicron Cases Rajkot: રાજકોટમાં 17 BRTS બસસ્ટેન્ડમાં સ્ક્રીનીંગ શરૂ, કમિશ્નરે કરી કામની ચકાસણી

ધર્મની રક્ષા માટે અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી

દેશની રક્ષા માટે અને ધર્મની રક્ષા માટે અનેક રાજાઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે જ્યારે લાખો લોકોએ પણ આ ધર્મની રક્ષા માટે શહીદ થયા છે. લોકોએ પણ આ તમામ શહીદ થયા છે તેમના ઇતિહાસને જાણવો અને વાંચવો જરૂરી બને છે. વિશ્વમાં પ્રથમ વખત આ શૌર્ય કથાનું (Dhrol Shaurya Katha 2021) આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં એક અઠવાડિયા સુધી તમામ ઐતિહાસિક યુદ્ધને આવરી લેવાશે. તેમાં જે ઘટનાઓ બની છે તેે તમામનું વર્ણન લોકો સમક્ષ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.