મને ટ્રેન ચલાવતા જોઈને પેસેન્જર પણ થાય છે ખૂબ જ ખુશ: મહિલા લોકો પાયલોટ

author img

By

Published : Sep 23, 2021, 10:47 AM IST

Updated : Sep 23, 2021, 12:53 PM IST

મને ટ્રેન ચલાવતા જોઈને પેસેન્જર પણ થાય છે ખૂબ જ ખુશ: મહિલા ટ્રેન પાયલોટ

આજ કાલ દરેક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી જોવા મળી રહી છે, દરેક ક્ષેત્રે મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે. મૂળ મધ્યપ્રદેશની 2 યુવતીઓ રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે પાયઈલોટની ફરજ બજાવે છે.

  • મૂળ મધ્યપ્રદેશની બે યુવતીઓ ટ્રેનની પાયલોટ
  • લોકો મહિલા પાઈલોટ જોઈને થાય છે ખુશ
  • દરેક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી

રાજકોટ:- 21મી સદીમાં મહિલાઓ મોટા ભાગે દરેક ક્ષેત્રમાં જોવા મળતી હોય છે. રાજકોટ રેલવે ડિવિઝનમાં બે મહિલાઓ દ્વારા ટ્રેન ચલાવામાં આવી રહી છે. આપણને જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે. આજે મહિલાઓ તમામ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી રહી છે. ત્યારે તેઓ હવે રેલવેમાં લોકો પાયલોટ એટલે કે ટ્રેન ચલાવવામાં પણ માહિર બની છે. આ બે મહિલાઓ રાજકોટથી વિવિધ શહેરમાં પેસેન્જર અને માલ ગાડીઓ લઈને જાય છે. જ્યારે મહિલા ટ્રેન ચલાવે છે ત્યારે પેસેન્જરો પણ આશ્ર્ચર્ય ચકિત થઈ જાય છે કે તેઓ જે ટ્રેનમાં સવાર છે તે ટ્રેન મહિલા દ્વારા ચલાવામાં આવી રહી છે. રાજકોટ રેલવે ડિવિઝનમાં ભાવના ગોમે અને સરિતા ખુશવાહ નામની બે મહિલાઓ આજે સમગ્ર ડિવિઝનનું ગૌરવ બની છે.

ભાવના ગોમેના ભારતીય રેલવેમાં 5 વર્ષ પૂર્ણ થયા

મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈનની ભાવના ગોમે ભારતીય રેલવેમાં ફરજના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. તેમજ તેઓએ પાંચ વર્ષ નોકરી દરમિયાન અનેક મુશ્કેલીઓ સમનો પણ કર્યો છે. જ્યારે તેઓએ ETV Bharatછ સાથે વાત કરતા જણાવ્યું કે ,તેમને જીવનમાં બીજા કરતા કંઈક અલગ કરવાનું વિચાર્યું હતું અને જ્યારે રેલવેમાં લોકો પાયલોટની ભરતી આવી ત્યારે તેઓએ તેમાં ફોર્મ ભર્યું અને તેમની પસંદગી થઈ હતી. જ્યારે તેઓ ભારતીય રેલવે સાથે જોડાયા તે દરમિયાન તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી અને હાલ તેઓ રાજકોટ રેલવે ડિવિઝન પણ કાર્યરત છે. તેઓ રાજકોટથી વિવિધ શહેરમાં પેસેન્જર ટ્રેનને ચલાવીને લઈ જાય છે.

મને ટ્રેન ચલાવતા જોઈને પેસેન્જર પણ થાય છે ખૂબ જ ખુશ: મહિલા ટ્રેન પાયલોટ

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો

પ્રથમ મહિલા લોકો પાયલોટનું ઇન્ટરવ્યૂ સાંભળ્યુ હતું

સરિતા ખુશવાહ નામની લોકો પાયલોટે ઈટીવી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "હું મૂળ મધ્યપ્રદેશની છું. અમારા ઘર પાસે ટ્રેન આવતી નથી પરંતુ હું જ્યારે નાની હતી ત્યારે મે રેડિયો પર દેશની પ્રથમ મહિલા રેલ પાયલોટનું ઇન્ટરવ્યુ સાંભળ્યું હતું અને ત્યારથી જ નક્કી કર્યું હતું કે હું પણ લોકો પાયલોટ બનીશ અને હું આજે તે છું. મારે ભારતીય રેલવેમાં ફરજના 10 વર્ષ થયાં છે. જયારે હાલમાં હું માલગાડી ચલાવું છું. જ્યારે મને પેસેન્જર ટ્રેન ચલાવવાનો પણ અનુભવ છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રે જોવા મળી રહી છે. ત્યારે કોઈ પણ મહિલાઓએ ડરવાની જરૂર રહેતી નથી તેમને જે ક્ષેત્રે આગળ વધતું હોય બસ તેઓ તેમાં ખૂબ જ મહેનત કરે એટલે તેમણે સફળતા મળશે".

ટ્રેન ચલાવતી વખતે આવે છે અનેક મુશ્કેલીઓ

જ્યારે મહિલા લોકો પાયલોટે જણાવ્યું હતું કે ટ્રેન ચલાવતી વખતે ઘણી જ મુશ્કેલીઓ આવતી હોય છે પરંતુ અમારા ડીવીઝનના સાથી કર્મચારીઓના સાથ સહકારથી કોઈ મોટી સમસ્યાઓ સર્જાઈ નથી. જ્યારે ટ્રેન ચલાવતા સમયે અકસ્માત થવાનો ભય રહેલો છે. રેલવે ટ્રેક પણ અચાનક કોઈ મનુષ્ય અથવા પશુ આવી જાય ત્યારે મોટી જાનહાનિ થવાનો જોખમ રહેલો છે. આ સાથે જ રેલવે ટ્રેક પર આપઘાતના બનાવો પણ અવારનવાર બનતા રહે છે ત્યારે પણ મુશ્કેલીઓ સર્જાય છે. જ્યારે કેટલીક વાર રાત્રી દરમિયાન ટ્રેનના એન્જીનમાં ખામી સર્જવવાની ઘટનાઓ સામે આવે છે પરંતુ આ બધી પરિસ્થિતિઓને અમને સામનો કરી લઈએ છીએ.

આ પણ વાંચો : PM Modi ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે, ફ્લાઈટમાં સમયનો ઉપયોગ કરીને ફાઈલો વાંચતા જોવા મળ્યા PM Modi

મહિલાને ટ્રેન ચલાવતી જોઈને પેસેન્જર થાય છે રાજી

મહિલાઓ દ્વારા હાલ ટ્રેન ચલાવામાં આવી રહી છે. જે જોઈને આ ટ્રેનમાં મુસાફરી કરવા આવતા પેસેન્જરો પણ રાજી થાય છે કે મહિલા દ્વારા ટ્રેનને કેવી સહેલાઈથી ચલાવે છે. જ્યારે મહિલા ટ્રેન ચાલકને પણ આ વાતની ખુશી થાય છે કે તેઓ જે કામ કરી રહી છે તેનાથી અન્ય યુવતીઓ અને મહિલાઓને પણ પ્રેરણા મળે છે. હાલ રાજકોટ રેલવે ડીવીઝનમાં ભાવના અને સરિતા બન્ને લોકો પાયલોટના પદ પર પોતાની ફરજ બજાવી રહી છે અને તે પણ રાજકોટ માટે એક ગૌરવની વાત છે.

Last Updated :Sep 23, 2021, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.