ETV Bharat / city

Parking arrangements at Rajkot Airport: કોરોના બાદ રાજકોટ એરપોર્ટ પર સફરમાં વધારો તો થયો પણ હજી આ કારણે નવી ફ્લાઇટ શરૂ થવામાં વિલંબ

author img

By

Published : Apr 25, 2022, 7:25 PM IST

Parking arrangements at Rajkot Airport:  એરપોર્ટમાં પાર્કિંગના અભાવે નવી ફ્લાઈટ શરૂ થઈ શકતી નથી
Parking arrangements at Rajkot Airport: એરપોર્ટમાં પાર્કિંગના અભાવે નવી ફ્લાઈટ શરૂ થઈ શકતી નથી

રાજકોટ એરપોર્ટ પર નવી ફ્લાઈટ શરૂ કરવા માટે વિમાનની પૂરતી પાર્કિંગ સુવિધા(Parking arrangements at Rajkot Airport) નથી. જેને કારણે કોરોનાના વિકરાળ સ્વરુપ બાદ લોકોની હવાઈ સફરમાં વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન એરપોર્ટ પર વિમાનોના પાર્કિંગના અભાવના (scarcity of parking at the airport) કારણે નવી ફ્લાઈટ શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

રાજકોટ: એરપોર્ટ પરથી હાલ દિવસ દરમિયાન દિલ્હી અને મુંબઈની 4, ગોવા અને બેંગ્લોરની 1 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે, પરંતુ રાજકોટ એરપોર્ટ પર એક સમયે એક મોટું અને એક નાનું વિમાન જ પાર્ક (flight parking at rajkot airport) થઇ શકે તેટલું જ પાર્કિંગ (Parking arrangements at Rajkot Airport) હોવાથી નવી ફ્લાઈટ શરૂ થઇ શકતી નથી. આથી રાજકોટથી કોલકાતા, બનારસ, જયપુરની ફ્લાઈટ શરૂ કરવામાં વિલંબ થઇ રહ્યો છે.

રાજકોટ એરપોર્ટ પર નવી ફ્લાઈટ શરૂ કરવા માટે વિમાનની પૂરતી પાર્કિંગ સુવિધા
રાજકોટ એરપોર્ટ પર નવી ફ્લાઈટ શરૂ કરવા માટે વિમાનની પૂરતી પાર્કિંગ સુવિધા

ઈન્ડિગો દ્વારા ફ્લાઈટ શરૂ કરવા એપ્રુવલ - રાજકોટ એરપોર્ટ પર હાલ એક સમય માટે એક મોટું 180 સીટ૨ અને 1 નાનું બોઈંગ(small Boing plane) પાર્ક થઇ શકે છે. ત્યારે જો આ સમયે અન્ય કોઈ ફ્લાઈટ આવે તો તેને હવામાં જ રહેવું પડે છે. જેના કારણે મોંઘુ ઇંધણ(Expensive fuel for flight) પણ વધુ વપરાય રહ્યું છે. હાલ સ્પાઈસ જેટ દ્વારા રાજકોટથી જયપુર, કોલકાતા અને બનારસ જવા માટે મંજૂરી મંગાઇ હતી. જ્યારે ઈન્ડિગો દ્વારા જયપુરની ફ્લાઈટ શરૂ કરવા એપ્રુવલ માગવામાં આવી હતી પરંતુ વિમાનોના પાર્કિંગના અભાવે નવી 4 ફ્લાઈટની મંજૂરીમાં વિલંબ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: રાજકોટમાં વિવિધ સ્થળોએ 25 સ્માર્ટ પાર્કિંગ ઉભા કરવામાં આવશે

શા માટે ફ્લાઈટ શરૂ કરવામાં વિલંબ? - ઉલ્લેખનીય છે કે, એક સાથે મોટા 4 બોઇંગ પાર્ક થઇ શકે તે માટે રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગ તૈયાર કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન 15 દિવસ પહેલા દિલ્હી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશન (Director General of Civil Aviation)ની મંજૂરી મગાઇ હતી. જે મંજૂરી બાદ જ ત્યાં 180 સીટર મોટા બોઇંગ વિમાન પાર્ક થઇ શકશે. આ તૈયાર કરેલ રાજકોટ એરપોર્ટ પરનું પાર્કિંગ હજુ મંજૂર ના થતાં ફ્લાઈટ શરૂ કરવામાં વિલંબ(Delay in starting new flight) થઇ રહ્યો છે.

આ પણ વાંચો: Air India Closed Flite From Bhavnagar : એર ઇન્ડિયાની મુંબઇ ફ્લાઈટ બંધ થતાં ઉદ્યોગોને નુકસાનનો દાવો

કોરોના કાળ બાદ હવાઈ સફરમાં વધારો - કોરોનાની ત્રીજી લહેર(Corona Third wave) પુરી થયા બાદ ફરી એક વખત રાજ્ય અને રાજ્યની બહાર લોકોની અવર જવર રાબેતા મુજબ શરૂ થઈ ચૂકી છે. જેમાં કોરોના કાળમાં પ્રવાસ સંભવ ન થતા પ્રવાસીઓની હવાઈ સફરમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના સમય દરમિયાન એક મહિનાની અંદર મુસાફરોની સંખ્યા 30 હજાર આસપાસ રહેતી હતી જે હવે વધીને 60 હજારે પહોંચી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.