ETV Bharat / city

રાજકોટ જિલ્લામાં કુલ 605 ગામ માંથી 145 ગામો કોરોના મુક્ત

author img

By

Published : Jun 3, 2021, 1:16 PM IST

xx
રાજકોટ જિલ્લામાં કુલ 605 ગામ માંથી 145 ગામો કોરોના મુક્ત

રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટના 605 ગામામાંથી 145 ગામો કોરોના મુક્ત થયા છે અને 410 ગામોમાં છેલ્લા 1 અઠવાડિયાથી 1 કેસ નોંધાયો નથી.

  • કોરોનાની બીજી વેવનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે
  • રાજકોટના 145 ગામ કોરોના મુક્ત
  • 410 ગામામો 1 અઠવાડિયાથી કોરોના કેસ નથી નોંધાયો

રાજકોટ: જિલ્લાના ગામડાઓમાં કોરોના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.છેલ્લા એક અઠવાડિયાથી પોઝિટિવ કેસમાં નોંધ પાત્ર ઘટાડો થયો છે.રાજકોટ(Rajkot) જિલ્લાના 50 ટકાથી વધુ ગામોમાં છેલ્લા એક અઠવાડિયામાં પોઝિટિવ કેસ નોંધાયા નથી.રાજકોટ જિલ્લામાં કુલ 605 ગામ આવેલા છે જે માંથી 410 ગામો એવા છે કે જ્યાં ગયા અઠવાડિયામાં પોઝિટિવ કેસ નથી નોંધાયા તો બીજી તરફ રાજકોટ જિલ્લાના 145 ગામ એવા છે કે જે કોરોના મુક્ત થયા છે.

ડોર ટુ ડોર વેકસીનેસનની કામગીરી

રાજકોટ તાલુકાના 44 ગામો કોરોના મુક્ત થયા છે રાજકોટ તાલુકાના સૌથી વધુ 75 ગામમાં 0 % પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે સૌથી ઓછા ધોરાજી તાલુકાના 16 ગામોમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. તંત્ર પણ કોરોનાને કાબુમાં લેવા માટે ગામડે ગામડે ડોર ટુ ડોર વેકસીનેસનની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ત્રીજી લહેર પોંહચી વળવા માટે પણ તૈયારી બતાવી છે.હાલ કોરોનાની પોઝીટીવ કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટ જીલાના 50 ટકાથી વધુ ગામોમાં છેલ્લા એક અઠવાડિયામાં પોઝિટિવ કેસ નથી નોંધાયા.

આ પણ વાંચો : રાજકોટમાં કોરોના કેસમાં નોંધાયો ઘટાડો


સમગ્ર રાજકોટ તાલુકાના 44 ગામ કોરોના મુક્ત

તાલુકાગામ
રાજકોટ 44 ગામ
પડધરી14 ગામ
લોંધિકા14 ગામ
જેતપુર 4 ગામ
ગોંડલ20 ગામ
કોટડા સાંગાણી23 ગામ
જસદણ23 ગામ
વીંછીયા22 ગામ
ધોરાજી 6 ગામ
જામકંડોરણા 4 ગામ
ઉપલેટા 15 ગામ


ક્યાં તાલુકાના કેટલા ગામ માં 0 પૉઝિટિવ કેસ

તાલુકા ગામ
રાજકોટ75 ગામ
પડધરી 37 ગામ
લોધિકા 26 ગામ
જેતપુર 28 ગામ
ગોંડલ 56 ગામ
કોટડાસાંગાણી 36 ગામ
જસદણ 41 ગામ
વિછીયા39 ગામ
ઉપલેટા35 ગામ
ધોરાજી16 ગામ
જામકંડોરણા 21 ગામ

આ પણ વાંચો : રાજકોટ સિવિલમાં માત્ર 6 માહિનાના ગંભીર કોરોનાગ્રસ્ત બાળકને ઘનિષ્ઠ સારવાર થકી અપાયું નવજીવન



છેલ્લા 20 દિવસમાં ગામડામાં 60 ટકા જેટલા કેસમાં ઘટાડો

રાજકોટ જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારી નિલેશ રાઠોડે ETV Bharat સાથેની વાત ચિતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 20 દિવસમાં ગામડામાં 60 ટકા જેટલા કેસમાં ઘટાડો નોંધાયો છે.તો બીજી તરફ 8 દિવસની અંદર અંદાજીત 410 ગામમાં કોઇ પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. સમગ્ર કોરોના કાળમાં આરોગ્ય વિભાગની ટીમ પણ સજ્જ જોવા મળી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં અને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ કેસ હતા તેમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.