ETV Bharat / city

રાજકોટમાં 2020માં મહિલા અત્યાચારના માત્ર 117 કેસ નોંધાયા

author img

By

Published : Mar 8, 2021, 9:47 PM IST

રાજકોટમાં મહિલાઓ પરના અત્યાચારની વાત કરવામાં આવે તો રાજકોટના મહિલા પોલીસ મથકમાં વર્ષ 2020માં મહિલાઓ પરના અત્યાચારના કુલ 117 કેસો નોંધાયા છે.

rajkot news
rajkot news

  • રાજકોટમાં 2020માં મહિલા અત્યાચારના માત્ર 117 કેસ નોંધાયા
  • 177 કેસમાં દહેજ, દુષ્કર્મ, પોક્સો સહિતના ગુનાઓનો સમાવેશ
  • આ વર્ષે સૌથી ઓછા કેસ નોંધાયા

રાજકોટઃ આજે સોમવારે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે રંગીલા રાજકોટમાં પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં મહિલાઓ પરના અત્યાચારની વાત કરવામાં આવે તો રાજકોટના મહિલા પોલીસ મથકમાં વર્ષ 2020માં મહિલાઓ પરના અત્યાચારના કુલ 117 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ દહેજના કેસ જોવા મળે છે. જ્યારે અગાઉના વર્ષોની સરખામણીએ આ વર્ષે સૌથી ઓછા કેસ નોંધાયા છે.

રંગીલા રાજકોટમાં મહિલાઓ પર પણ અત્યાચારની ઘટનાઓ વધી રહી છે

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં મહિલાઓ પર પણ અત્યાચારની ઘટનાઓ વધી રહી છે, ત્યારે મહિલા પણ આજે કાયદા મુજબ પોતાનું રક્ષણ કરવામાં સક્ષમ બની છે. ઇટીવી ભારતે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. આર. પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં વર્ષ 2020માં મહિલાઓ પરના અત્યાચારના વિવિધ 117 જેટલા કેસો નોંધાયા છે. જે અગાઉના વર્ષોની સરખામણીએ ખૂબ જ ઓછા છે. આ 177 કેસમાં દહેજ, દુષ્કર્મ, પોક્સો સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.

પતિ- પત્નીના વચ્ચેના અણબનાવના કેસોમાં સમાધાનના પ્રયત્નો વધારે: PI

રાજકોટ મહિલા પોલીસ મથકના પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં જ્યારે પતિ- પત્ની વચ્ચેના અણબનાવ સાથે મહિલાઓને ઘરમાં ત્રાસ જેવા કેસોમાં પગેલા પોલીસ બન્ને પક્ષોને સમાધાન કરાવે છે. મોટાભાગના આ પ્રકારના બનાવમાં કેસ થયા પહેલા જ પોલીસ તેમની વચ્ચે સમાધાન કરાવીને ત્યારબાદ ભોગ બનનારાનું કાઉન્સિલિંગ કરાવામાં આવે છે. જો કે, મોટાભાગની ઘરેલુ હિંસા અથવા દહેજની ઘટનાઓ હોવાથી બન્ને પક્ષો કેસ કરવાના બદલે સમાધાન કરવાનું પસંદ કરે છે. જેમાં પોલીસ પણ તેમને સાથ આપે છે.

આ પણ વાંચો : રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે નવી જન્મેલી બાળકીઓને સોનાની ચૂક ભેટમાં આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.