ETV Bharat / city

Khodaldham Committee on Patotsav 2022: ખોડલધામ પાટોત્સવ વર્ચ્યૂઅલ યોજાવાની વાત માત્ર અફવા, ખોડલધામ સમિતિએ કરી સ્પષ્ટતા

author img

By

Published : Jan 7, 2022, 12:37 PM IST

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ખોડલધામનો પાટોત્સવ 21 જાન્યુઆરીએ યોજાવાનો (Khodaldham Patotsav 2022) છે. ત્યારે રાજ્યમાં વર્તમાન કોરોનાની સ્થિતિને (Serious condition of Corona in Gujarat) જોતા આ પાટોત્સવ કાર્યક્રમ વર્ચ્યૂઅલ યોજાવાના સમાચાર વહેતા થયા હતા. તેવામાં ખોડલધામ સમિતિએ (Khodaldham Committee on Patotsav 2022) આ કાર્યક્રમ યથાવત્ રીતે (Only rumors that Khodaldham Patotsav will be held virtually) યોજાશે તેવી સ્પષ્ટતા (Khodaldham Committee clarified) કરી હતી.

Khodaldham Committee on Patotsav 2022: ખોડલધામ પાટોત્સવ વર્ચ્યૂઅલ યોજાવાની વાત માત્ર અફવા, ખોડલધામ સમિતિએ કરી સ્પષ્ટતા
Khodaldham Committee on Patotsav 2022: ખોડલધામ પાટોત્સવ વર્ચ્યૂઅલ યોજાવાની વાત માત્ર અફવા, ખોડલધામ સમિતિએ કરી સ્પષ્ટતા

રાજકોટઃ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ખોડલધામના 5 વર્ષ પૂર્ણ થવા જઈ (Khodaldham Patotsav 2022) રહ્યા છે. ત્યારે ખોડલધામ ખાતે પાટોત્સવનો કાર્યક્રમ યોજાશે, જેમાં હજારોની જનમેદની આવવાની શક્યતા છે. તેવામાં રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને (Serious condition of Corona in Gujarat) ખોડલધામ સમિતિએ આ કાર્યક્રમ વર્ચ્યૂઅલ યોજવાની જાહેરાત કરી હોવાની વાત વહેતી થઈ હતી. તો આ મામલે હવે ખોડલધામ સમિતિએ સ્પષ્ટતા (Khodaldham Committee on Patotsav 2022) કરી જણાવ્યું હતું કે, કાર્યક્રમ વર્ચ્યૂઅલ યોજાવાની વાત માત્ર અફવા (Only rumors that Khodaldham Patotsav will be held virtually) છે. ખોડલધામ સમિતિએ વર્ચ્યૂઅલ કાર્યક્રમ યોજવાની (Khodaldham Committee clarified) કોઈ જાહેરાત નથી કરી.

કાર્યક્રમ અંગે 8 જાન્યુઆરીએ કરાશે જાણ
કાર્યક્રમ અંગે 8 જાન્યુઆરીએ કરાશે જાણ

આ પણ વાંચો- ખોડલધામ મંદિરમાં ભાજપના નેતાઓએ ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા

કાર્યક્રમ અંગે 8 જાન્યુઆરીએ કરાશે જાણ

આ સાથે જ ખોડલધામ સમિતિએ (Khodaldham Committee clarified) જણાવ્યું હતું કે, વર્તમાન મીડિયામાં વહેતા થયેલા સમાચારને ધ્યાને ન (Only rumors that Khodaldham Patotsav will be held virtually) લેવા. 21 જાન્યુઆરી 2022ના દિવસે પંચવર્ષીય પાટોત્સવનો કાર્યક્રમ રાબેતા (Khodaldham Committee on Patotsav 2022) મુજબ ચાલુ જ છે અને જો કંઈ વિશેષ ફેરફાર હશે તો 8 જાન્યુઆરીએ (શનિવારે) યોજાનારી ટ્રસ્ટી મંડળની બેઠક બાદ યોજાનારી પત્રકાર પરિષદના માધ્યમથી જણાવીશું. ખોડલધામ સમિતિએ કાર્યક્રમ વર્ચ્યૂઅલ યોજવાની કોઈ જાહેરાત કરી નથી.

ખોડલધામ સમિતિએ કરી સ્પષ્ટતા

ખોડલધામ સમિતિએ સ્પષ્ટતા કરી હતી કે, આગામી 21 જાન્યુઆરીએ ખોડલધામ ખાતે યોજાનારો પાટોત્સવનો (Khodaldham Committee on Patotsav 2022) કાર્યક્રમ યથાવત્ છે. આ અંગે જે સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થયા છે. તેને ધ્યાનમાં લેતા હજી સુધી કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યારે આ અંગેનો નિર્ણય આગામી 8 જાન્યુઆરીએ યોજાનારા ટ્રસ્ટી મંડળની બેઠકમાં લેવામાં (Only rumors that Khodaldham Patotsav will be held virtually) આવશે અને આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હાલ આ કાર્યક્રમ જેમ યોજાવાનો હતો તેમ જ યોજાશે.

આ પણ વાંચો- Pancham Patotsav 2022: આમંત્રણ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઊડ્યા, તો નરેશ પટેલે કહ્યું કે...

વર્ચ્યૂઅલ કાર્યક્રમ યોજવાના સમાચાર વહેતા

રાજ્યમાં અત્યારે કોરોનાના કેસ સતત (Serious condition of Corona in Gujarat) વધી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં ખોડલધામનો પાટોત્સવ વર્ચ્ચૂઅલ યોજાવાના સમાચાર વહેતા (Only rumors that Khodaldham Patotsav will be held virtually) થયા હતા. ત્યારે ખોડલધામ સમિતિએ આ સમાચારને રદિયો આપ્યો હતો. તો હવે આ અંગેનો નિર્ણય આગામી બેઠક બાદ જાહેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.