રાજકોટ : રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ઇન્ટરનેશનલ (International Cricket in Rajkot) ક્રિકેટ મેચ રમાયો ન હતો. પરંતુ ત્રણ વર્ષ બાદ ફરી એકવાર રાજકોટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. જેમાં આગામી 17 જૂન 2022 ના રોજ ભારત અને આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાશે. ત્યારે આ માટે ક્રિકેટ બોર્ડે કાર્યક્રમ પણ તૈયાર કર્યો છે. જે રીતે આફ્રિકા સામે પાંચ મેચની શ્રેણીમાં ચોથો મેચ રાજકોટમાં રમાશે. ત્યારે આ અંગેની સત્તાવાર જાહેરાત BCCI ના સેક્રેટરી જય શાહે કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં કુલ 8 મેચ રમાયા છે. જેમાં 2 ટેસ્ટ, 3 ટી-20 અને 3 વન ડેનો સમાવેશ થાય છે.
ક્યાં ક્યાં શહેરમાં રમાશે - ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે 23 એપ્રિલ શનિવારના રોજ આ સિરીઝના સંપૂર્ણ શેડ્યૂલની (India Africa Match Schedule) જાહેરાત કરી હતી. જેમાં કાર્યક્રમ પ્રમાણે આ સિરીઝની મેચ પાંચ શહેરોમાં ટી-20 સીરિઝની મેચ (India vs Africa T20 Match) રમાશે. દિલ્હી, કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગ્લોર શહેરોના નામનો સમાવેશ થાય છે. જેથી આ સિરીઝની શરૂઆત 9 જૂનથી થવાની છે અને તે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં (IND vs SA Rajkot Match) પહેલી ટી-20 મેચ રમાશે.
આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની સતત આઠમી વખત હાર, લખનૌ 36 રને જીત્યું
ત્રણ વર્ષ બાદ રાજકોટમાં વાપસી - ઉલ્લેખનીય છે કે, 17 જાન્યુઆરી 2020 માં રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાયો હતો. જે બાદ એક પણ મેચ રમાયો નથી ત્યારે આ વૈશ્વિક આયોજન બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની મેજબાની કરશે. ભારતની આ શ્રેણી માટે પહેલાંથી જ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. જેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે. ખાસ કરીને રાજકોટમાં ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની (Cricket Match in Rajkot) વાપસી થઈ રહી છે. અને 17 જૂન-2022ના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 મુકાબલો થશે.
આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 4 વિકેટે 69 રન
મેચ પર કોરોના ગ્રહણ - આ પહેલા રાજકોટમાં 17 જાન્યુઆરી-2020માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાયો હતો. ત્યારપછી કોરોનાનું ગ્રહણ લાગી જતાં ક્રિકેટ કેલેન્ડર ખોરવાઈ ગયું હતું. જોકે હવે કોરોના શાંત પડવા લાગતાં ફરી ક્રિકેટનો ધમધમાટ શરૂ થયો છે. 17 જૂન 2022ના રોજ રાજકોટમાં ભારત-આફ્રિકા વચ્ચે રમાનારો ટી-20 મેચ (India Africa T20 Series 2022) શ્રેણીનો ચોથો મેચ રહેશે. જે નિર્ણાયક સાબિત થાય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.