ETV Bharat / city

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વિદ્યાર્થીઓ માટે યોજાશે ઇનોવેટીવ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ કોમ્પિટિશન

author img

By

Published : Jul 31, 2021, 3:33 PM IST

રાજકોટ જિલ્લામાં ઇનોવેટીવ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ કોમ્પિટિશન યોજાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના જન્મદિવસ, સુશાસન સપ્તાહના જ્ઞાનશક્તિ દિન તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું એક વર્ષ પૂર્ણ થવાના શુભ અવસર નિમિત્તે ઉદ્યોગ સાહસિકતા અને ઉદ્યોગ સાહસિકો તેમજ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા સૌરાષ્ટ્ર-કચ્છના વિદ્યાર્થીઓ માટે આ કોમ્પિટિશન યોજાશે.

Gujarat News
Gujarat News

  • રાજકોટ ખાતે ઇનોવેટીવ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ કોમ્પિટિશન યોજાશે
  • સૌરાષ્ટ્ર-કચ્છના વિદ્યાર્થીઓ માટે આ કોમ્પિટિશન યોજાશે
  • વિજય રૂપાણીના જન્મદિવસે યોજાશે કોમ્પિટિશન

રાજકોટ: ગુજરાતના મુખ્યપ્રધાન (CM) વિજય રૂપાણી (vijay rupani) ના જન્મદિવસ, સુશાસન સપ્તાહના જ્ઞાનશક્તિ દિન તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (National Education Policy) નું એક વર્ષ પૂર્ણ થવાના શુભ અવસર નિમિત્તે ઉદ્યોગ સાહસિકતા (Entrepreneurship) અને ઉદ્યોગ સાહસિકો (Entrepreneurs) તેમજ સ્ટાર્ટઅપ્સ (Startups) ને પ્રોત્સાહન આપવા એ.વી.પારેખ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યુટ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને ગવર્નમેન્ટ પોલિટેકનિક દ્વારા "SSIP રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ/પ્રોજેક્ટ કોમ્પિટિશન (Competition) તેમજ SSIP નોન-રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ/પ્રોજેક્ટ કોમ્પિટિશન" નું સૌરાષ્ટ્ર-કચ્છ (Saurashtra-Kutch) ના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને મદદરૂપ બને છે GUSEC, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ કક્ષામાં ગુજરાત બન્યું હબ

કોમ્પિટિશન 7 મી ઓગસ્ટના રોજ યોજાશે

આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર-કચ્છ (Saurashtra-Kutch) ના ડિગ્રી તેમજ ડિપ્લોમા કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંબંધિત ડિગ્રી અને ડિપ્લોમા કોલેજના નિર્દેશન હેઠળ ભાગ લઇ શકશે. આ માટે ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાંથી સંસ્થાઓએ https://bit.ly/3Bygbvu પર, તારીખ 3 ઓગસ્ટ 2021 સુધીમાં નોંધણી કરાવવાની રહેશે. આ કોમ્પિટિશન (Competition) 7 મી ઓગસ્ટ 2021 ના રોજ સવારે 11:00 વાગ્યાથી સેમિનાર હોલ, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ, AVPTI - રાજકોટ ખાતે યોજાશે.

આ પણ વાંચો: Flight launch: સ્પાઇસજેટ શરૂ કરશે મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર-ગુજરાતની 8 નવી ફ્લાઈટ્સ

વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાશે

કોમ્પિટિશન (Competition) માં નિષ્ણાંતોની પેનલ દ્વારા સર્વસંમતિથી જાહેર કરાયેલા વિજેતાઓને પ્રમાણપત્ર, સ્મૃતિ ચિહ્ન અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તેમ AVPTI ના આચાર્ય ડૉ. એ.એસ.પંડ્યા, સરકારી ઇજનેરી કોલેજ, રાજકોટના આચાર્ય ડૉ. સી.એચ.વિઠલાણી અને સરકારી પોલિટેકનિક, રાજકોટના આચાર્ય ડૉ. પી.પી.કોટકની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.