ETV Bharat / city

આઝાદી પૂર્વે બનેલી રાજકોટની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ ઇમારતને હેરિટેજ સાઈટમાં સ્થાન

author img

By

Published : Aug 4, 2021, 9:52 PM IST

આઝાદી પૂર્વે બનેલી રાજકોટની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ ઇમારતને હેરિટેજ સાઈટમાં સ્થાન
આઝાદી પૂર્વે બનેલી રાજકોટની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ ઇમારતને હેરિટેજ સાઈટમાં સ્થાન

ભારત દેશની આઝાદી પૂર્વે એટલે કે વર્ષ 1937માં રાજકોટના યાજ્ઞિક રોડ પર સ્થપાયેલી ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડીંગ (dharmendrasinh college rajkot) ને હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં અગાઉ રાજાશાહી સમયકાળની બે સ્કૂલો બાદ હાલમાં જ વધુ એક સરકારી કોલેજની ઈમારતનો હેરીટેજ (heritage) માં સમાવેશ કરવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજ જ્યાં હાલ કોટક સાયન્સ કોલેજ અને એ.એમ.પી કોલેજ કાર્યરત છે.

  • રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડીંગ હેરિટેજ તરીકે જાહેર
  • કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોમાં ખુશીની લાગણી
  • આઝાદી પૂર્વે 1937માં થઈ હતી સ્થાપના

રાજકોટ: રાજકોટની યાજ્ઞિક રોડ ઉપર આવેલી વર્ષો જૂની ઐતિહાસિક કોલેજ એવી ધરમેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડિંગ (dharmendrasinh college rajkot) ને સરકાર દ્વારા હેરિટેજ જાહેર કરવામાં આવી છે. આ બિલ્ડિંગનું વર્ષ 1937માં એટલે કે ભારતની આઝાદી પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડીંગને હેરિટેજ (heritage) તરીકે જાહેર કરવામાં આવી છે. જેને લઇને કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તાજેતરમાં રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલ અને બાઇ સાહેબબા હાઇસ્કૂલના રાજાશાહી સમયકાળના બિલ્ડીંગોને હેરીટેજ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટની વધુ એક ધરોહરનો સમાવેશ હેરિટેજમાં કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યું છે.

બિલ્ડિંગનું વર્ષ 1937માં કરાયું હતું નિર્માણ

ભારત દેશની આઝાદી પૂર્વે એટલે કે વર્ષ 1937માં રાજકોટના યાજ્ઞિક રોડ પર સ્થપાયેલી ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડીંગને હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં અગાઉ રાજાશાહી સમયકાળની બે સ્કૂલો બાદ હાલમાં જ વધુ એક સરકારી કોલેજની ઈમારતનો હેરીટેજ (heritage) માં સમાવેશ કરવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજ જ્યાં હાલ કોટક સાયન્સ કોલેજ અને એ.એમ.પી કોલેજ કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટની આ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં હાલના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ અભ્યાસ કરી ચુક્યા છે.

રાજ્યના અનેક મહાનુભાવો કરી ચૂક્યા છે અભ્યાસ

કોલેજના પ્રોફેસર ડો. ભારદ્વાજે આ અંગે જણાવ્યું હતુ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં રાજ્યના વર્તમાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ રાજ્યસભાના સાંસદ સ્વ અભય ભારદ્વાજ તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓએ અભ્યાસ કર્યો છે. જ્યારે હજુ પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે અને સારું શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે કોલેજ બિલ્ડિંગને હેરિટેજમાં સ્થાન મળતા તમામ લોકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો: યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવતા કચ્છના લોકોમાં ખુશીનો માહોલ

કોલેજમાં છે વિશાલ લાઈબ્રેરી

રાજકોટની મધ્યમાં અને યાજ્ઞિક રોડ પર આવેલી ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં હાલમાં પણ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમજ આ કોલેજમાં સૌથી વધુ મહત્વ ધરાવતી એક વિશાળ લાઈબ્રેરી પણ આવેલી છે. જેમાં અંદાજીત 10 હજાર વધુ પુસ્તકો રાખવામાં આવ્યા છે. તેમાંથી 3,000 જેટલા જુના પુરાણોના પણ પુસ્તકો સમાવેશ કરવામાં આવ્યો. આમ વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સારું વાંચન કેળવી શકે છે.

આ પણ વાંચો: વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.