ETV Bharat / city

નાના બાળકોમાં જોવા મળ્યો હેન્ડ ફૂટ ચાઈલ્ડ વાયરસ, તંત્ર એલર્ટ

author img

By

Published : Aug 21, 2019, 12:51 PM IST

રાજકોટઃ જિલ્લામાં નાના બાળકો HFMD એટલે કે હેન્ડ ફૂટ ચાઈલ્ડ વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. જેના પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીઓમાં વિના મૂલ્યે દવાનું પણ વિતરણ કરવામાં આવશે.

HFMD

રાજકોટ આરોગ્ય વિભાગ આ અંગે ઈન્ડિયન પીડિયાટ્રિક એસોસિએશનની પણ મદદ લીધી છે. આ વાયરસ ચેપી હોવાના કારણે બીજા બાળકમાં તુરંત ફેલાઇ છે. સામાન્ય રીતે ચેપ લાગ્યા બાદ આ રોગમાં એકાદ-બે દિવસ તાવ, શરીરમાં નબળાઈ, ભૂખ ન લાગે, ગળુ સુકાય, બળતરાં થાય, ત્રીજા દિવસથી શરીર ખાસ કરીને હથેળી, પગના તળિયા, મોંઢામાં ફોલ્લીઓ પડે જે સરેરાશ 2થી 3 મી.મી. હોય છે. જેમાં ધારવું થઈ શકે છે. જેવા અનેક લક્ષણો જોવા મળે છે.

રાજકોટમાં નાના બાળકોમાં HFMD એટલે કે હેન્ડ ફૂટ ચાઈલ્ડ વાયરસ જોવા મળ્યો, તંત્ર એલર્ટ
Intro:approved by assignment desk

રાજકોટમાં નાના બાળકોમાં HFMD એટલે કે હેન્ડ ફૂટ ચાઈલ્ડ વાયરસ જોવા મળ્યો, તંત્ર એલર્ટ

રાજકોટઃ રાજકોટમાં બાળકોમાં થતા હેન્ડ ફૂટ ચાઈલ્ડ વાયરસ જોવા મળતા હાહાકાર મચ્યો છે. જેને લઈને રાજકોટ મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં મનપા દ્વારા અલગ અલગ વિસ્તારના 21 જેટલા આરોગ્ય કેન્દ્ર અને 340 આંગણવાડીઓમાં વિના મૂલ્યા દવાનું વિતરણ પણ કરવામાં આવનાર છે.

રાજકોટ આરોગ્ય વિભાગે આ અંગે ઇન્ડિયન પીડિયાટ્રિક એસોસિએશનની પણ મદદ લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ અત્યંત ચેપી વાયરસ છે જેના કારણે એકથી બીજા બાળકમાં તાત્કાલિક ફેલાછે. સામાન્ય રીતે ચેપ લાગ્યા બાદ આ રોગમાં એક-બે દિવસ તાવ, શરીરમાં નબળાઈ, ભુખ ન લાગે, ગળુ સુકાય અને બળતરાં થાય, ત્રીજા દિવસથી શરીર ખાસ કરીને હથેળી, પગના તળિયા, મોંઢામાં ફોલ્લીઓ પડે જે સરેરાશ ૨થી ૩ મિ.મિ.ની હોય છે જેમાં ધારવું થઈ શકે.

બાઈટ- ડો. પંકજ રાઠોડ, આરોગ્ય અધિકારી, રાજકોટ મનપાBody:approved by assignment deskConclusion:approved by assignment desk
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.