ETV Bharat / city

Gondal Cement Factory Blast Case : કંપનીના બે અધિકારીઓની ધરપકડ, કયો ગુનો કરાયો દાખલ જાણો

author img

By

Published : Apr 26, 2022, 9:49 PM IST

Gondal Cement Factory Blast Case : કંપનીના બે અધિકારીઓની ધરપકડ, કયો ગુનો કરાયો દાખલ જાણો
Gondal Cement Factory Blast Case : કંપનીના બે અધિકારીઓની ધરપકડ, કયો ગુનો કરાયો દાખલ જાણો

રાજકોટના ગોંડલમાં હાઈબોન્ડ સીમેન્ટ ફેક્ટરીમાં ઘડાકાના મામલે (Accident at Gondal's Highbond Cement Factory)કંપનીના બે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ યુવાનોનો ભોગ લેનાર આ મામલા (Gondal Cement Factory Blast Case)વિશે વધુ જાણો આ અહેવાલમાં.

રાજકોટઃ ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં (Accident at Gondal's Highbond Cement Factory)એક કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં ફેક્ટરીમાં જ કામ કરતા ત્રણ શ્રમિકના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં. આ મુદ્દે તાલુકા પોલીસે કંપનીના સિનિયર એન્જિનિયર અને શિફ્ટ એન્જિનિયર વિરૂદ્ધ બેદરકારી બદલ ગુનો (Gondal Cement Factory Blast Case)દાખલ કરીને બંનેની ધરપકડ (Highbond Cement Factory Officers arrest)કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બ્લાસ્ટમાં ત્રણ યુવાનના થયાં હતાં મોત

ત્રણ યુવાનોના થયાં હતાં મોત- આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં (Accident at Gondal's Highbond Cement Factory)કામ કરતી વેળાએ બ્લાસ્ટ થતાં આશિષ સોલંકી, રાહુલ પંપાણિયા તેમજ અમર વિશ્વકર્મા નામના ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજયાં હતાં.

આ પણ વાંચોઃ Rajkot Factory Accident: ગોંડલની સિમેન્ટ ફેક્ટરીમાં વેલ્ડિંગ સમયે થયો અકસ્માત, 3ના મોત, એકનો ચહેરો પણ ઓળખવો મુશ્કેલ

બેદરકારી છતી થઇ - આ બનાવ અંગે તાલુકા PSI સુરભિબેન કેશવાલાએ સરકારી પક્ષે ફરિયાદી બની હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીના સિનિયર એન્જિનિયર વિશાલકુમાર રઘુભાઈ કાચેલા તેમજ શિફ્ટ એન્જિનિયર માલવ સંજયભાઈ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં બેદરકારીપૂર્વક વેલ્ડીંગ કામ કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આ અકસ્માત (Accident at Gondal's Highbond Cement Factory)સર્જાયો હતો અને ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા હતાં. જેથી ગોંડલ તાલુકા પોલીસે વિશાલકુમાર રઘુભાઈ કચેલા તેમજ માલવ સંજયભાઈ પટેલ સામે IPC ની કલમ 304, 114 મુજબ ગુનો (Gondal Cement Factory Blast Case)નોંધી બંનેની ધરપકડ કરી (Highbond Cement Factory Officers arrest)કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Chemical Plant Fire in Panchmahal : પ્રચંડ વિસ્ફોટ સાથે લાગેલી આગે 2નાં ભોગ લીધાં, અનેક ઇજાગ્રસ્ત થયાં

વહેલી સવારે બની હતી ઘટના -અકસ્માતની સમગ્ર ઘટનામાં ત્રણેય યુવાનો વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતાં અને બ્લાસ્ટ (Accident at Gondal's Highbond Cement Factory) થયો હતો. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત (Gondal Cement Factory Blast Case)નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં તે દરમિયાન રસ્તામાં જ અન્ય એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેમાં હાલ ગોંડલ તાલુકા પોલીસે ત્રણેય યુવાનના પરિવારજનોનો સંપર્ક સાધવા કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.