ETV Bharat / city

ગોંડલ ભરુડી ટોલનાકાની કોમ્પ્યુટર સિસ્ટમ ધીમી થતા વાહનચાલકો પરેશાન

author img

By

Published : Jun 7, 2021, 2:18 PM IST

ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભરુડી ટોલનાકા એ આદમ કાળની કમ્પ્યુટર સિસ્ટમના કારણે ફાસ્ટટેગ હોવા છતાં પણ વાહનો ઝડપથી પસાર ન થઈ શકતા હોય ફાસ્ટટેગ સિસ્ટમ મિનિંગ લેસ બની ગઈ છે.

ગોંડલ ભરુડી ટોલનાકાની આદમ કાળની કોમ્પ્યુટર સિસ્ટમથી વાહનચાલકો પરેશાન
ગોંડલ ભરુડી ટોલનાકાની આદમ કાળની કોમ્પ્યુટર સિસ્ટમથી વાહનચાલકો પરેશાન

  • લાંબાગાળાથી થઈ રહી છે ટ્રાફિકની સમસ્યા
  • લોકોને થઈ રહી છે ભરૂડી ટોલ પ્લાઝાએ દુવિધા
  • વાહનોની જોવા મળે છે અવારનવાર લાંબી લાઈનો

રાજકોટ: ગોંડલ નેશનલ હાઇવે પર સતત ટ્રાફિક જામ અને મારામારીની ઘટનાઓથી સતત ચર્ચામાં રહેતા ભરુડી ટોલનાકાએ આદમ કાળની કોમ્પ્યુટર સિસ્ટમ હોવાથી વાહનોમાં લાગેલા ફાસ્ટ ટેગ ઝડપથી સ્કેનિંગ કરી શકતું નથી. વાહનચાલકોના સમયનો વેડફાટ થઈ રહ્યો છે તેમજ વિના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યામાં ફસાવવુ પડી છે.

આ પણ વાંચો: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવેને ફર્સ્ટ રેન્કિંગ અપાયું

ઘણા વાહન ચાલકોને ટોલ ટેક્સનો ડબલ માર

આ ઉપરાંત ઇન્ટરનેટ નેટવર્ક પ્રોબ્લેમ વધ્યા હોવાથી ફાસ્ટ ઓનલાઇન રિચાર્જ પણ થઈ રહ્યા નથી. જેના કારણે ઘણા વાહનચાલકોને ટોલ ટેક્સનો ડબલ માર પડી રહ્યો છે. ભરૂડી ટોલ નાકે વ્યાપક દુવિધાઓના કારણે વાહનચાલકો રોષે ભરાતા હોવાથી વાહનચાલકો અને ટોલ કર્મચારીઓ વચ્ચે રોજિંંદા તણખલાઓ ઝરવા સાથે મારામારીના બનાવો પણ બની રહ્યા છે. તેમજ પોલીસ ચોપડે અનેક કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: તળાજાના પસ્વી ગામમાં નેશનલ હાઈવે પર ચક્કાજામ

વાહન ચાલકોને હેરાન કરાતા હોવાની લોક ફરિયાદ ઉઠી

બંન્ને સાઈડની ચાર લેનમાંથી રોજિંદા બે-બે લાઈન બંધ રખાતી હોવાથી ટોલ અધિકારીઓ દ્વારા જાણી જોઈને વાહન ચાલકોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાની લોક ફરિયાદ ઉઠી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.